પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બિહારની ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટના કારણે મૃત્યુ પામેલ લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો


ભોગ બનનારાઓ માટે પીએમએનઆરએફમાંથી આર્થિક સહાય મંજૂર કરી

Posted On: 26 DEC 2021 9:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના મુઝફ્ફરપુરની એક ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટ થતા જીવ ગુમાવનારા લોકો માટે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;

“બિહારના મુઝફ્ફરપુરની એક ફેક્ટરીમાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. હું મૃતકોના પરિજનો પ્રત્યે ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરૂં છું. સાથે જ ઘાયલો તુરંત સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરૂં છું.”

પ્રધાનમંત્રીએ બિહારના મુઝફ્ફરપુરની એક ફેક્ટરીમાં થયેલા બોઈલર વિસ્ફોટના કારણે ભોગ બનેલા લોકો માટે પ્રાઈમ મિનિસ્ટર્સ રિલિફ ફંડ (પીએમએનઆરએફ)માંથી આર્થિક સહાય પણ મંજૂર કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યુ;

“પ્રધાનમંત્રીએ મુઝફ્ફરપુરની એક ફેક્ટરીમાં બનેલી દુર્ઘટનાના કારણે પ્રત્યેક જીવ ગુમાવનાર વ્યક્તિના નજીકના પરિજન માટે પીએમએનઆરએફમાંથી રૂ. 2 લાખની આર્થિક સહાય મંજૂર કરી છે. પ્રત્યેક ઘાયલને રૂ. 50000 આપવામાં આવશે.”

SD/GP/JD

(Release ID: 1785408) Visitor Counter : 143