પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમ ભુટાનના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત
હું આ ઉષ્માભર્યા ભાવથી ખૂબ જ પ્રભાવિત થયો છું અને ભૂટાનના મહામહિમ રાજાનો આભાર વ્યક્ત કરું છું: PM
Posted On:
17 DEC 2021 8:05PM by PIB Ahmedabad
ભૂટાનના રાજા, મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે દેશના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ઓર્ડર ઓફ ડ્રુક ગ્યાલ્પો એનાયત કર્યો. શ્રી મોદીએ આ ઉષ્માભર્યા ભાવ માટે ભૂટાનના મહામહિમ રાજાનો આભાર વ્યક્ત કર્યો છે.
ભૂટાનના PM દ્વારા કરવામાં આવેલા ટ્વિટના જવાબમાં, પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કહ્યું;
"આભાર, લ્યોનચેન @PMBhutan! હું આ ઉષ્માભર્યા ભાવથી ખૂબ જ પ્રભાવિત થયો છું, અને ભુટાનનના મહામહિમ રાજાનો આભાર વ્યક્ત કરું છું.
મને અમારા ભૂટાનના ભાઈ અને બહેનો તરફથી ખૂબ જ પ્રેમ અને સ્નેહ પ્રાપ્ત કરવાનો લહાવો મળ્યો છે અને ભૂટાનના રાષ્ટ્રીય દિવસના શુભ અવસર પર તે બધાને મારી શુભેચ્છાઓ પાઠવવા માટે આ અવસરનો લાભ લીધો છે.
હું ભૂતાનની તેના દ્રઢ વિકાસના અનોખા મૉડલ અને જીવનની ઊંડી આધ્યાત્મિક રીત માટે પ્રશંસા કરું છું. ક્રમિક ડ્રુક ગ્યાલ્પોસ - તેમના મેજેસ્ટીઝ ધ કિંગ્સ - એ દેશને એક અનોખી ઓળખ આપી છે, અને આપણા રાષ્ટ્રો જે શેર કરે છે તે પાડોશી મિત્રતાના વિશેષ બંધનને પોષે છે.
ભારત હંમેશા ભૂટાનને તેના સૌથી નજીકના મિત્રો અને પડોશીઓમાંના એક તરીકે માન આપશે અને અમે દરેક સંભવિત રીતે ભૂટાનની વિકાસ યાત્રાને સમર્થન આપવાનું ચાલુ રાખીશું."
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964