પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને સશસ્ત્ર દળોના અન્ય કર્મચારીઓના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
08 DEC 2021 6:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને સશસ્ત્ર દળોના અન્ય જવાનોના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું જેમાં આપણે જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને સશસ્ત્ર દળોના અન્ય કર્મચારીઓને ગુમાવ્યા છે. તેઓએ અત્યંત ખંતથી ભારતની સેવા કરી. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે.
જનરલ બિપિન રાવત એક ઉત્કૃષ્ટ સૈનિક હતા. એક સાચા દેશભક્ત, તેમણે આપણા સશસ્ત્ર દળો અને સુરક્ષા ઉપકરણના આધુનિકીકરણમાં ઘણું યોગદાન આપ્યું છે. વ્યૂહાત્મક બાબતો પર તેમની આંતરદૃષ્ટિ અને દ્રષ્ટિકોણ અસાધારણ હતા. તેમના નિધનથી મને ઘણું દુઃખ થયું છે. ઓમ શાંતિ.
ભારતના પ્રથમ CDS તરીકે, જનરલ રાવતે સંરક્ષણ સુધારા સહિત આપણા સશસ્ત્ર દળોને લગતા વિવિધ પાસાઓ પર કામ કર્યું. તેઓ પોતાની સાથે આર્મીમાં સેવા કરવાનો સમૃદ્ધ અનુભવ લઈને આવ્યા હતા. ભારત તેમની અસાધારણ સેવાને ક્યારેય ભૂલી શકશે નહીં.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964