વિદ્યુત મંત્રાલય
azadi ka amrit mahotsav

BEE દ્વારા ઊર્જા સંરક્ષણ વિષય પર રાષ્ટ્રીય સ્તરની ચિત્રકામ સ્પર્ધા 2021નું આયોજન


200 કરતાં વધારે સ્થળોએથી 45,000થી વધારે નોંધણી થઇ

રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસે શાળાના બાળકોને રૂપિયા 9 લાખ કરતાં વધારે મૂલ્યના પુરસ્કારો એનાયત કરાશે

Posted On: 04 DEC 2021 1:39PM by PIB Ahmedabad

વર્ષ 2005થી, ઊર્જા કાર્યદક્ષતા બ્યૂરો (BEE) દ્વારા શાળાના બાળકો માટે ઊર્જા સંરક્ષણ વિષય પર રાષ્ટ્રીય સ્તરની ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ સ્પર્ધાની થીમ આઝાદીનો અમૃત મહોત્સવ: ઊર્જા કાર્યદક્ષ ભારત અને આઝાદીનો અમૃત મહોત્સવ: સ્વચ્છ ગ્રહ રાખવામાં આવી છે. રાજ્ય સ્તરની ચિત્રકામ સ્પર્ધાનું આયોજન 1 થી 10 ડિસેમ્બર 2021 દરમિયાન દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવશે અને નવી દિલ્હી ખાતે 12 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય સ્તરની ચિત્રકામ સ્પર્ધા યોજવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરની ચિત્રકામ સ્પર્ધાના વિજેતાઓના 14 ડિસેમ્બર 2021ના રોજ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસના પ્રસંગે પુરસ્કારો એનાયત કરવામાં આવશે.

ઊર્જા મંત્રાલયના પ્રશાસનિક નિયંત્રણ હેઠળ આવતા જાહેર ક્ષેત્રના સાહસો (PSU)ના સહકારથી ઊર્જા કાર્યદક્ષતા બ્યૂરો દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધાનું આયોજન કરી રહેલા CPSUની યાદી આ સાથે પરિશિષ્ટ Iમાં જોડવામાં આવી છે.

આ પ્રવૃત્તિનું આયોજન કરવાનો મૂળ ઉદ્દેશ દેશના બાળકોના યુવા માનસ પર ઊર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. વિદ્યાર્થીઓ માટેની ચિત્રકામ સ્પર્ધા વિદ્યાર્થીઓને ઊર્જાનું સંરક્ષણ કરવાની જરૂરિયાત અંગે જાગૃત કરવાની સાથે સાથે તેમના માતાપિતાને પણ ઉપરોક્ત કારણોસર સંવેદનશીલ બનાવશે અને ઊર્જા સંરક્ષણમાં સામેલ કરવાનું કામ કરશે. આનાથી ઊર્જા સંરક્ષણ બાબતે નાના બાળકોના મનમાં આદતો કેળવાઇ શકે છે જેનાથી તેમની વર્તણૂકમાં પરિવર્તન આવી શકે છે.

શાળાઓ દ્વારા અને વ્યક્તિગત રીતે ઑનલાઇન નોંધણી કરાવવા માટે બ્યૂરોના પોર્ટલ (www.bee-studentsawards.in) પર 1 નવેમ્બર 2021 થી 30 નવેમ્બર 2021 સુધી નોંધણા પ્રક્રિયા સક્રિય રાખવામાં આવી હતી. નોડલ એજન્સીઓને હાલમાં ચાલી રહેલી આ ચિત્રકામ સ્પર્ધા માટે 45,000 કરતાં વધારે લોકોની નોંધણીઓ પ્રાપ્ત થઇ છે. સંબંધિત નોડલ એજન્સીઓ દ્વારા રાજ્ય સ્તરે ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવા માટે 200 કરતાં વધારે સ્થળો પસંદ કરવામાં આવ્યા છે. પસંદગી પામેલા સ્થળોની યાદી અને રાજ્ય સ્તરની સ્પર્ધાઓની રદખાસ્તોની વિગતો પરિશિષ્ટ 2માં આપવામાં આવી છે.

વિદ્યાર્થીઓની મહત્તમ સહભાગીતા સુનિશ્ચિત કરવા માટે BEE દ્વારા આ સ્પર્ધાને લોકપ્રિય બનાવવા અને સહભાગિતામાં વધારો કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. નોડલ PSU (સાથે જોડવામાં આવેલા પરિશિષ્ટ – 1 અનુસાર) દ્વારા પણ તેમના રાજ્યોમાં FM રેડિયો/ AIR/ વીડિયો ફિલ્મો, પ્રિન્ટ જાહેરાતો અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે.

કોવિડ મહામારીની પરિસ્થિતિ હેઠળ, બ્યૂરોએ નોડલ એજન્સીઓને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ પડતા હોય તે મુજબ સ્થાનિક પ્રશાસનિક પ્રોટોકોલ્સનું પાલન કરવાની સલાહ આપી છે અને સામાજિક અંતર, ફેસ માસ્કના ઉપયોગ, ગુણવત્તાપૂર્ણ હેન્ડ સેનિટાઇઝર, ચિત્રકામ સ્પર્ધાના સ્થળે અને તેની આસપાસમાં સ્વચ્છતા, લોકોના સમૂહ/ટોળાના થાય વગેરે માટે આવશ્યક વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સંબંધિત PSUને પૂરતો સહકાર આપીને આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં મદદરૂપ થવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

પ્રતિસ્પર્ધકો દ્વારા દોરવામાં આવેલા ચિત્રકામોનું રાજ્ય સ્તરના નિષ્ણાતો/જ્યૂરીની સમિતિ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. આમાં બે સમૂહોના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે એટલે કે, સમૂહ A (ધોરણ 5 થી 7ના વિદ્યાર્થી) અને સમૂહ B (ધોરણ 8 થી 10ના વિદ્યાર્થી) રહેશે. બંને સમૂહોમાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ચિત્રકામોમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતીય ઇનામ માટે પસંદ કરવામાં આવેલા ચિત્રોની સ્કૅન કરેલી નકલ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે મોકલી આપવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરની જ્યૂરી ટીમમાં BEE દ્વારા કળા ક્ષેત્રની 8 અગ્રણી હસ્તીઓને સામેલ કરવામાં આવી છે જેઓ રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારો માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પ્રાપ્ત થયેલા ચિત્રકામનું 12 ડિસેમ્બર 2021ના રોજ મૂલ્યાંકન કરશે.

રાષ્ટ્રીય સ્તરના પુરસ્કાર વિજેતાઓના નામ 14 ડિસેમ્બર 2021ના રોજ જાહેર કરવામાં આવશે.

રાષ્ટ્ર સ્તરની સ્પર્ધા માટે ઈનામની રકમ:

અનુ.નં.

સમૂહ ‘A’ અને ‘B’ પ્રત્યેક માટે ઈનામ

રકમ (રૂપિયામાં)

i

પ્રથમ

રૂ. 50,000/-

ii

દ્વિતિય

રૂ. 30,000/-

iii

તૃતીય

રૂ. 20,000/-

iv

આશ્વાસન ઈનામ (10 વિદ્યાર્થીને)

રૂ. 7,500/-

 

રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે ઈનામની રકમ:

અનુ. નં.

સમૂહ ‘A’ અને ‘B’ પ્રત્યેક માટે ઈનામ

રકમ (રૂપિયામાં)

i

પ્રથમ

રૂ. 1,00,000/-

ii

દ્વિતિય

રૂ. 50,000/-

iii

તૃતીય

રૂ. 30,000/-

iv

આશ્વાસન ઈનામ (10 વિદ્યાર્થીને)

રૂ. 15,000/-

SD/GP/JD

 


(Release ID: 1778047) Visitor Counter : 319