પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

82મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસરની પરિષદના ઉદઘાટન સત્રને પ્રધાનમંત્રીનું સંબોધન


“લોકશાહી એ માત્ર ભારતની વ્યવસ્થા નથી, લોકશાહી આપણા સ્વભાવમાં અને ભારતમાં જીવનનો એક ભાગ છે”

“ભારતની સંઘીય વ્યવસ્થામાં તમામ રાજ્યોની ભૂમિકા 'સબકા પ્રયાસ'નો મોટો આધાર છે”

“કોરોનાની મહામારી સામેની લડત એ ‘સબ કા પ્રયાસ’નું સૌથી મોટું ઉદાહરણ છે”

“શું આપણે વર્ષમાં 3-4 દિવસ ગૃહમાં, જનપ્રતિનિધિઓ માટે, સમાજ માટે કંઈક વિશેષ કરવા, તેમના સામાજિક જીવનના આ પાસાં વિશે દેશને જણાવી શકીએ છીએ?”

ગૃહમાં ગુણવત્તાયુક્ત ચર્ચાઓ માટે સ્વસ્થ સમય, સ્વસ્થ દિવસની દરખાસ્ત કરે છે

સંસદીય પ્રણાલિને જરૂરી ટેકનોલોજીકલ વેગ આપવા અને દેશના તમામ લોકતાંત્રિક એકમોને જોડવા માટે 'એક રાષ્ટ્ર એક લેજિસ્લેટિવ પ્લેટફોર્મ'ની દરખાસ્તનો પ્રસ્તાવ રજૂ કર્યો

Posted On: 17 NOV 2021 11:37AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 82મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર (લોકસભા અને રાજ્યસભા ગૃહના વહીવટી સંચાલકો)ની પરિષદના ઉદઘાટન સત્રમાં સંબોધન કર્યું હતું. પ્રસંગે લોકસભાના અધ્યક્ષ, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તથા રાજ્યસભાના ઉપાઅધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા.


ઉપસ્થિત મહાનુભાવોને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત માટે લોકશાહી તે માત્ર એક સિસ્ટમ નથી. લોકશાહી આપણા સ્વભાવમાં અને ભારતમાં જીવનનો એક ભાગ છે. તેમણે વાત પર ભાર મૂક્યો હતો કેઆપણે દેશને એક નવી ઊંચાઈ પર લઈ જવાનો છે, અમે આવનારા વર્ષોમાં અસામાન્ય લક્ષ્યાંક હાંસલ કરવાના છીએ. સંકલ્પો માત્રસબ કા પ્રયાસદ્વારા પૂરા થઈ શકશે.અને લોકશાહીમાં ભારતની સંઘીય વ્યવસ્થામાં તમામ રાજ્યોની ભૂમિકા 'સબકા પ્રયાસ'નો મોટો આધાર રહેલો છે. સબ કા પ્રયાસના મહત્વ વિશે વાત જારી રાખતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તે નોર્થ ઇસ્ટની દાયકાઓ જૂની સમસ્યાના ઉકેલ હોય અથવા તો દાયકાઓથી અટકી પડેલા વિકાસના તમામ મોટા પ્રોજેક્ટની સમસ્યા હોય પણ છેલ્લા કેટલાક વર્ષમાં દેશમાં આવા ઘણા કાર્યો પૂર્ણ થયા છે. તમામ કાર્યો દરેકના પ્રયાસને કારણે પૂરા થયા છે. તેમણે પણ નોંધ્યું હતું કે કોરોનાની મહામારી સામેની લડત પણસબ કા  પ્રયાસનું સૌથી મોટું ઉદાહરણ છે.

  
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણી વિધાનસભાના ગૃહોની પરંપરાઓ અને પ્રણાલિઓ સ્વાભાવિકપણે ભારતીય હોવી જોઈએ. તેમણે સરકારની નીતિઓ અને કાનૂનને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભારતીય લાગણીઓથી મજબૂત કરવાની હાકલ કરી હતી. સૌથી મહત્વની બાબત છે કે ગૃહમાં પણી પોતાની કાર્યશૈલી ભારતીય મૂલ્યો મુજબની હોવી જોઇએ. આપણી તમામની જવાબદારી છે.તેમ તેમણે ઉમેર્યું હતું.


પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણો દેશ વિવિધતાથી ભરેલો છે. વિકાસના હજારો વર્ષમાં આપણને સમજાયું છે કે વિવિધતાની વચ્ચે એકતાનો ભવ્ય, દિવ્ય અને અખંડ પ્રવાહ વહે છે. એકતાનો અખંડ પ્રવાહ, આપણી વિવિધતાને વળગી રહે છે, તેનું જતન કરે છે.તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ એવો પણ પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે આપણે વર્ષમાં 3-4 દિવસ ગૃહમાં, જનપ્રતિનિધિઓ માટે, સમાજ માટે કાંઈક વિશેષ કરવા, તેમના સામાજિક જીવનના પાસાં વિશે દેશને જણાવી શકીએ છીએ.તેમણે જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓ સાથે મળીને સમાજના અન્ય લોકો પણ તેમનામાંથી ઘણું શીખી શકે છે.


પ્રધાનમંત્રીએ એવો પણ પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે ગુણવત્તાસભર ચર્ચા માટે અલગ સમય નક્કી કરી શકાય કે કેમ. તેમણે કહ્યું હતું કે પ્રકારની ચર્ચામાં ગૌરવ અને ગંભીરતાની પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. જ્યાં કોઈ પણ વ્યક્તિ અન્ય કોઈ સામે રાજકીય કલંક લગાવતા નથી. તે ગૃહનો તંદુરસ્ત સમય હોવો જોઇએ અને એક સ્વસ્થ દિવસ હોવો જોઇએ.


પ્રધાનમંત્રીએ એક રાષ્ટ્ર એક ધારાસભા પ્લેટફોર્મનું સૂચન કર્યું હતું. એક પોર્ટલ હોવું જોઇએ જે આપણી સંસદીય સિસ્ટમને માત્ર જરૂરી ટેકનોલોજિકલ વેગ નહીં આપે પરંતુ આપણા દેશના તમામ  લોકશાહી એકમોને સાંકળવાનું કાર્ય પણ કરશે.તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.


પ્રધાનમંત્રીએ બાબત પર ભાર મૂક્યો હતો કે આગામી 25 વર્ષ ભારત  માટે અત્યંત મહત્વના છે. માટે તેમણે સાંસદોને એક મંત્રને અનુસરવાનો અનુરોધ કર્યો હતો ફરજ, ફરજ, ફરજ.

 

 

SD/GP/NP
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964@gmail.com(Release ID: 1772529) Visitor Counter : 120