પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ તમિલનાડુના મુખ્યમંત્રી સાથે રાજ્યના કેટલાક હિસ્સાઓમાં ભારે વરસાદ અંગે વાતચીત કરી

Posted On: 07 NOV 2021 9:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના મુખ્યમંત્રી થિરુ એમ કે સ્ટાલિન સાથે વાતચીત કરી હતી અને રાજ્યના વિવિધ હિસ્સાઓમાં પડેલા ભારે વરસાદની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. શ્રી મોદીએ બચાવ અને રાહત કાર્યમાં કેન્દ્ર તરફથી તમામ શક્ય સહયોગની ખાતરી પણ આપી છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;

“તમિલનાડુના મુખ્યમંત્રી થિરુ @mkstalin સાથે વાત કરી એને રાજ્યના વિવિધ હિસ્સાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ વિશે ચર્ચા કરી. રાહત અને બચાવ કાર્યમાં કેન્દ્ર તરફથી તમામ શક્ય સહયોગની ખાતરી પણ આપી છે. હું સૌની સુરક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના કરૂં છું.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(Release ID: 1769935) Visitor Counter : 194