પ્રધાનમંત્રીનું કાર્યાલય
ગ્લાસગો, યુકેમાં COP26 દરમિયાન ઇઝરાયેલના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રીની મુલાકાત
प्रविष्टि तिथि:
02 NOV 2021 8:04PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2 નવેમ્બર, 2021ના રોજ ગ્લાસગોમાં COP26 દરમિયાન ઇઝરાયેલના પ્રધાનમંત્રી શ્રી નફતાલી બેનેટ સાથે મુલાકાત કરી હતી.
બંને પ્રધાનમંત્રીઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી.
બંને નેતાઓએ દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. તેઓ ખાસ કરીને ઉચ્ચ-તકનીકી અને નવીનતાના ક્ષેત્રોમાં સહકારને વધુ વિસ્તૃત કરવા પર સંમત થયા હતા.
આવતા વર્ષે ભારત અને ઈઝરાયેલ વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 30 વર્ષ પૂરા થશે તે યાદ કરીને, પ્રધાનમંત્રીએ શ્રી બેનેટને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1769067)
आगंतुक पटल : 229
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam