પ્રધાનમંત્રીનું કાર્યાલય
18મા ભારત-આસિયાન શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નિવેદન
Posted On:
28 OCT 2021 2:29PM by PIB Ahmedabad
મહામહિમ,
મહાનુભાવો,
નમસ્તે!
આ વર્ષે પણ આપણે આપણા પરંપરાગત કૌટુંબિક ફોટા નથી લઈ શક્યા, પરંતુ વર્ચ્યુઅલ સ્વરૂપે આપણે આસિયાન-ભારત શિખર સંમેલનની પરંપરા જાળવી રાખી છે. હું બ્રુનેઈના મહામહિમ સુલતાનને 2021માં આસિયાનના સફળ પ્રમુખપદ માટે અભિનંદન આપું છું.
મહામહિમ,
મહાનુભાવો,
કોવિડ-19 રોગચાળાને કારણે આપણે બધાએ ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. પરંતુ આ પડકારજનક સમય ભારત-આસિયાન મિત્રતાની કસોટીનો પણ હતો. કોવિડના સમયમાં આપણો પરસ્પર સહયોગ, પરસ્પર સહાનુભૂતિ, ભવિષ્યમાં આપણા સંબંધોને વધુ મજબૂત બનાવતી રહેશે, આપણા લોકોમાં સદ્ભાવનાનો આધાર બનશે. ઈતિહાસ સાક્ષી છે કે ભારત અને આસિયાન વચ્ચે હજારો વર્ષોથી જીવંત સંબંધ રહ્યો છે. તેમના સહિયારા મૂલ્યો, પરંપરાઓ, ભાષાઓ, ગ્રંથો, સ્થાપત્ય, સંસ્કૃતિ, ખાણી-પીણી દરેક જગ્યાએ જોવા મળે છે. અને તેથી, આસિયાનની એકતા અને કેન્દ્રિયતા હંમેશા ભારત માટે મહત્વની પ્રાથમિકતા રહી છે. આસિયાનની આ વિશેષ ભૂમિકા, ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી કે જે આપણી સુરક્ષા અને આ ક્ષેત્રમાં તમામ માટે વૃદ્ધિ એટલે કે "સાગર" નીતિમાં સમાયેલ છે. ભારતની ઈન્ડો પેસિફિક મહાસાગર પહેલ અને ઈન્ડો-પેસિફિક માટે આસિયાનનું આઉટલુક એ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પરસ્પર સહયોગ માટે આપણી સહિયારી દ્રષ્ટિ અને માળખું છે.
મહામહિમ,
મહાનુભાવો,
વર્ષ 2022માં આપણી ભાગીદારીના 30 વર્ષ પૂર્ણ થશે. ભારત પણ તેની આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ કરશે. મને ખૂબ જ આનંદ છે કે આપણે આ મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ 'આસિયાન-ભારત મિત્રતા વર્ષ’ તરીકે ઉજવીશું. ભારત આવનારા અધ્યક્ષ કંબોડિયા અને અમારા કન્ટ્રી કોઓર્ડિનેટર સિંગાપોર સાથે સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. હવે હું તમારા વિચારો સાંભળવા આતુર છું.
તમારો ખુબ ખુબ આભાર!
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1767174)
Visitor Counter : 286
Read this release in:
Marathi
,
Hindi
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
Bengali
,
Manipuri
,
Odia