આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

PM ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન (NMP)ને મંત્રીમંડળની મંજૂરી મળતા તેના અમલીકરણમાં વેગ આવશે


PM ગતિ શક્તિ NMP પર ત્રિ-સ્તરીય પ્રણાલી દ્વારા દેખરેખ રાખવામાં આવશે. સૌથી ટોચે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં સચિવોનો અધિકાર પ્રાપ્ત સમૂહ (EgoS) રહેશે

વિવિધ મંત્રાલયો અને વિભાગોમાંથી નેટવર્ક આયોજન પ્રભાગના વડાઓ દ્વારા પ્રતિનિધિત્વ સાથે મલ્ટી-મોડલ નેટવર્ક આયોજન સમૂહ (NPG)ની રચના કરવામાં આવશે

NPGને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના લોજિસ્ટિક્સ પ્રભાગમાં સ્થિત ટેકનિકલ સહાયતા એકમ (TSU) દ્વારા સહકાર આપવામાં આવશે

PM ગતિ શક્તિ માળખાકીય સુવિધાઓના આયોજનમાં આંતર-મંત્રાલય અને આંતર-વિભાગીય સહકાર માટે ગેમ ચેન્જર બનવા માટે તૈયાર

વિકાસ આયોજન માટેના આપણા અભિગમમાં એક નમૂનારૂપ પરિવર્તનનો સંકેત આપે છે

તેનાથી સંસાધનો અને ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત થશે, કાર્યદક્ષતામાં વધારો થશે અને બગાડમાં ઘટાડો થશે

Posted On: 21 OCT 2021 3:23PM by PIB Ahmedabad

આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિ (CCEA) દ્વારા PM ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનને મંજૂરી આપવામાં આવી છે જેમાં મલ્ટી-મોડલ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે આ પ્લાનને લાગુ કરવાની કામગીરી, અમલીકરણ, દેખરેખ અને સહાયતા વ્યવસ્થાતંત્રનું સંસ્થાકીય માળખું સામેલ છે.

આદરણીય પ્રધાનમંત્રીએ 13 ઓક્ટોબર 2021ના રોજ મલ્ટી-મોડલ કનેક્ટિવિટી માટે PM ગતિ શક્તિ NMPનો પ્રારંભ કર્યો હતો. તેના અમલીકરણમાં માળખામાં સચિવોનો અધિકાર પ્રાપ્ત સમૂહ (EGOS), નેટવર્ક આયોજન સમૂહ (NPG) અને જરૂરી ટેકનિકલ કૌશલ્યો સાથે ટેકનિકલ સહાયતા એકમ (TSU) સામેલ છે.

કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં EGOSમાં 18 મંત્રાલયોના સચિવોને સભ્યો તરીકે સામેલ કરવામાં આવશે અને સભ્ય સંયોજક તરીકે લોજિસ્ટિક્સ પ્રભાગના વડાની નિયુક્તિ કરવામાં આવશે. EGOSને PM ગતિ શક્તિ NMPના અમલીકરણની સમીક્ષા અને દેખરેખ માટેનો આદેશ આપવામાં આવ્યો છે જેથી લોજિસ્ટિક્સ કાર્યદક્ષતા સુનિશ્ચિત કરી શકાય. તેમને સૂચિત માળખા અને માપદંડોમાં અધિકારો આપવામાં આવ્યા છે જેથી NMPમાં કોઇપણ અનુગામી સુધારાઓ હાથ ધરી શકાય. EGOS વિવિધ પ્રવૃત્તિઓઓના સિન્ક્રોનાઇઝેશન માટે પ્રક્રિયાઓ અને ચોક્કસ માળખું તૈયાર કરશે અને માળખાકીય વિકાસની વિવિધ પહેલો સામાન્ય એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મના ભાગરૂપે હોય તે સુનિશ્ચિત કરો. EGOS સ્ટીલ, કોલસો, ખાતર, વગેરે વિવિધ મંત્રાલયોની જરૂરિયાત પર જથ્થાબંધ માલનું અસરકારક રીતે પરિવહન કરીને માગની બાજુને પહોંચી વળવા માટે જરૂરી હસ્તક્ષેપો કરવાની બાબતમાં પણ ધ્યાન આપશે.

CCEA દ્વારા નેટવર્ક આયોજન સમૂહની રચના, બંધારણ અને સંદર્ભની શરતોને પણ મંજૂરી આપવામાં આવી છે જેમાં સંબંધિત માળખાકીય સુવિધા મંત્રાલયની નેટવર્ક આયોજન પાંખના વડાઓ સમાવી લેવામાં આવ્યા છે અને તેઓ EGOSની મદદ કરશે.

આ ઉપરાંત, એકંદરે નેટવર્ક્સના સંકલનમાં સમાયેલી જટીલતાઓને ધ્યાનમાં રાખીને, કોઈપણ પ્રદેશના સર્વાંગી વિકાસ માટે કામોના ડુપ્લિકેશનની સ્થિતિ ટાળીને ઓપ્ટિમાઇઝેશન વધારવા માટે તેમજ માઇક્રો-પ્લાન ડિટેઇલિંગ દ્વારા લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો લાવવાના ઉદ્દેશથી જરૂરી યોગ્યતાઓ માટે ટેકનિકલ સહાયતા એકમ (TSU)ને મંજૂરી આપવામાં આવી છે. TSUના માળખાને મંજૂર કરવામાં આવ્યું છે. TSU પાસે ઉડ્ડયન, દરિયાઇ, જાહેર પરિવહન, રેલવે, માર્ગો તેમજ રાજમાર્ગો, બંદરો વગેરે જેવા વિવિધ માળખાકીય ક્ષેત્રોના ડોમેન (ક્ષેત્ર) નિષ્ણાતો તેમજ શહેરી અને પરિવહન આયોજન, માળખાં (માર્ગો, પુલ અને ઇમારતો), વીજળી, પાઇપલાઇન, GIS, ICT, ફાઇનાન્સ/માર્કેટ PPP, લોજિસ્ટિક્સ, ડેટા એનાલિટિક્સ, વગેરે માટે વિષય નિષ્ણાતો (SME) રહેશે.

PM ગતિ શક્તિનો ઉદ્દેશ વિવિધ વિભાગો દ્વારા રૂઢિગત રીતે એકલા કામ કરવાની શૈલી તોડવાનો તેમજ મલ્ટી મોડલ કનેક્ટિવિટીની સમસ્યાઓ ઉકેલવાના અને છેવાડા સુધી કનેક્ટિવિટી પહોંચાડવાના અભિગમ સાથે પરિયોજનાઓનું વધુ સર્વગ્રાહી અને એકીકૃત આયોજન અને અમલીકરણ લાવવાનો છે. આનાથી લોજિસ્ટિક્સના ખર્ચમાં ઘટાડો કરી શકાશે. આનાથી ગ્રાહકો, ખેડૂતો, યુવાનો તેમજ વ્યવસાયમાં જોડાયેલા હોય તેવા લોકોને સંખ્યાબંધ આર્થિક લાભો થશે.

આ મંજૂરી મળવાથી PM ગતિ શક્તિના અમલીકરણમાં વધુ વેગ આવશે જેના પરિણામરૂપે દેશમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે સર્વાંગી અને એકીકૃત આયોજન માળખું તૈયાર થશે.

આ મંજૂરી મળવાથી, PM ગતિશક્તિ વિવિધ હિસ્સેદારોને એકજૂથ કરશે અને પરિવહનની વિવિધ રીતોને એકીકૃત કરવામાં પણ મદદરૂપ થશે. મલ્ટી-મોડલ કનેક્ટિવિટી માટે PM ગતિશક્તિ NMP તેના કેન્દ્રસ્થાન કે જ્યાં ભારતના લોકો, ભારતના ઉદ્યોગો, ભારતના ઉત્પાદકો અને ભારતના ખેડૂતો છે ત્યાં સર્વગ્રાહી શાસન હોય તેવું સુનિશ્ચિત કરશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1765487) Visitor Counter : 272