સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 97.65 કરોડને પાર


સાજા થવાનો દર હાલમાં 98.10%, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 14,146 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (1,95,846) છેલ્લા 220 દિવસોમાં સૌથી ઓછું

સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.42%) 114 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 17 OCT 2021 9:57AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 41,20,772 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 97.65 કરોડ (97,65,89,540) ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, આ 96,46,485 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

 

 

HCWs

પ્રથમ ડોઝ

1,03,75,835

બીજો ડોઝ

90,75,869

 

FLWs

પ્રથમ ડોઝ

1,83,61,737

બીજો ડોઝ

1,55,14,198

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

39,26,91,878

બીજો ડોઝ

11,02,63,827

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

16,76,26,429

બીજો ડોઝ

8,58,84,392

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

10,56,78,041

બીજો ડોઝ

6,11,17,334

Total

97,65,89,540

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,34,19,749 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 19,788 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.10% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 14,146 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 229 દિવસથી નવા કેસ ઓછા નોંધાયા છે.

112 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

 

 

સક્રિય કેસનું ભારણ 2 લાખથી ઓછું અને આજે 1,95,846 છે, સક્રિય કેસ કુલ કેસનાં 0.57% થયા. જે 220 દિવસમાં સૌથી ઓછું છે

 

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,00,123 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 59.09 કરોડથી વધારે (59,09,35,381) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 1.42% છે જે છેલ્લા 114 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.29% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 48 દિવસથી 3%થી ઓછો છે અને સળંગ 131 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

 

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1764478) Visitor Counter : 207