મંત્રીમંડળ

ટકાઉ પરિણામો માટે કેન્દ્રીય મંત્રીમંડળે સ્વચ્છ ભારત મિશન (શહેરી) [એસબીએમ યુ]ને 2025-26 સુધી ચાલુ રાખવા મંજૂરી આપી

એસબીએમ-યુ માટે રૂ. 1,41,600 કરોડનો નાણાકીય ખર્ચ, મિશનના પહેલા તબક્કા કરતાં 2.5 ગણો વધારે

એસબીએમ-યુ 2.0નો લક્ષ્યાંક એક લાખથી ઓછી વસ્તીવાળા તમામ શહેરોમાં મળ-કિચડ વ્યવસ્થાપન સહિત ખુલ્લામાં હાજતથી સંપૂર્ણ છૂટકારો

મોરી અને સેપ્ટિક ટેંકમાં જોખમી પ્રવેશને નાબૂદ કરવો

જળાશયોને પ્રદૂષિત કરતા અનટ્રિટ્રેડ ગંદા પાણી પર મનાઇ

તમામ શહેરોને ઓછામાં ઓછું 3-સ્ટાર કચરા મુક્ત પ્રમાણપત્ર પ્રાપ્ત થાય

Posted On: 12 OCT 2021 8:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે સ્વચ્છ ભારત મિશન (શહેરી)ને 2025-26 સુધી ચાલુ રાખવા મંજૂરી અપાઇ હતી જેમાં ખુલ્લામાં હાજત મુક્ત (ઓડીએફ) પરિણામોનાં ટકાઉપણાં, તમામ શહેરોમાં સોલિડ વૅસ્ટ મેનેજમેન્ટની વૈજ્ઞાનિક ઢબે પ્રક્રિયા હાંસલ કરવી અને 2011ની વસ્તી ગણતરીમાં એક લાખથી ઓછી વસ્તીવાળા શહેરોમાં [અટલ મિશન ફોર રિજૂવેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત) હેઠળ આવરી લેવાયેલા શહેરો]   ગંદા પાણીના વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે.

એસબીએમ-શહેરી 2.0 હેઠળ નાણાકીય ખર્ચ:

એસબીએમ-યુ 2.0 માટે રૂ. 1,41,600 કરોડનો નાણાકીય ખર્ચ નક્કી થયો છે જેમાં 2021-22 થી 2025-26ના ગાળા માટે રૂ. 36465 કરોડનો કેન્દ્રીય હિસ્સો સામેલ છે, તે મિશનના ગત તબક્કાના રૂ. 62009 કરોડના નાણાકીય ખર્ચ કરતા 2.5 ગણો વધારે છે.

 • કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ફંડની વહેંચણી નીચે મુજબ છે:
 • દસ લાખથી વધુ વસ્તીવાળા શહેરો: 25:75
 • 1-10 લાખની વસ્તીવાળા શહેરો: 33:67
 • એક લાખથી ઓછી વસ્તીવાળા શહેરો: 50:50
 • ધારાગૃહ વિનાના કેન્દ્ર શાસિત પ્રદેશો: 100:0
 • ધારાગૃહ સાથેના કેન્દ્ર શાસિત પ્રદેશો: 80:20

 

સ્વચ્છ ભારત મિશન-શહેરી 2.0 હેઠળ અપેક્ષિત પરિણામો

સ્વચ્છતા:

 1. કાયદા દ્વારા સ્થાપિત તમામ નગરોને ઓછામાં ઓછા ઓડીએફ+ બનાવવા
 2. એક લાખથી ઓછી વસ્તીવાળા તમામ શહેરોને ઓડીએફ++ બનાવવા
 3. પ્રણાલિઓ અને પ્રક્રિયાઓ અમલી કરવી જેથી ગંદા પાણીને સલામત રીતે ટ્રિટ થાય અને શ્રેષ્ઠ રીતે ફરી ઉપયોગમાં લઈ શકાય અને કોઇ અનટ્રિટ્રેડ ગંદુ પાણી જળાશયોને પ્રદૂષિત કરે

ઘન કચરાનું વ્યવસ્થાપન:

તમામ શહેરો ઓછામાં ઓછું 3-સ્ટાર કચરામુક્ત પ્રમાણપત્ર પ્રાપ્ત કરે.

 

સ્વચ્છ ભારત મિશન-શહેરી 2.0ની મુખ્ય વિશેષતાઓ:

આદરણીય પ્રધાનમંત્રી દ્વારા પહેલી ઑક્ટોબર 2021ના રોજ શરૂ કરવામાં આવેલા એસબીએમ-યુ 2.0 આગામી પાંચ વર્ષોમાં આરોગ્ય-સ્વચ્છતા અને ઘન કચરાના વ્યવસ્થાપનમાં હાંસલ કરેલાં પરિણામોનાં ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રીત કરશે અને જે વેગ પેદા થયો છે એની ઝડપ વધારશે, રીતે મિશનનું વિઝનકચરામુક્તશહેરી ભારત હાંસલ કરવાનું છે.

મિશનના ઘટકોનું અમલીકરણ આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઊણપનું વિશ્લેષણ, વિગતવાર 5 વર્ષીય કાર્ય યોજનાઓ અને સમયમર્યાદા સાથેની વાર્ષિક કાર્યયોજનાઓ દ્વારા વ્યવસ્થિત અને સમયબદ્ધ રીતે કરવામાં આવશે. મિશન સંપૂર્ણપણે પેપરલેસ, ડિજિટલ, સંપૂર્ણ પારદર્શિતા માટે ડિજિટલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ અને જીઆઇએસ-મેપ્ડ વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા જવાબદારી, તંદુરસ્ત યુઝર ઇન્ટરફેસ, ઓનલાઇન ફરિયાદ નિવારણ વ્યવસ્થા, પ્રોજેક્ટ સર્જનથી શરૂ કરીને ભંડોળ આપવા સુધી પ્રોજેક્ટ્સ ઉપર એન્ડ ટુ એન્ડ ઓનલાઇન દેખરેખ અને ઇન્ટિગ્રેટેડ જીઆઇએસ આધારિત પ્લેટફોર્મ પર પ્રોજેક્ટ પ્રગતિની દેખરેખ રખાશે.

પરિણામ આધારિત ભંડોળ જારી કરવા, નાના યુએલબીને વધારે ભંડોળ મદદ અને વધુ નાણાકીય મદદ માટે 15મા નાણાં પંચના અનુદાન સાથે મેળવવું, દરેક ઘટક માટે વ્યવસ્થિત અમલીકરણ યોજના, મજબૂત ક્ષમતા નિર્માણ, સંદેશાવ્યવહાર અને ટકી શકે એવી વર્તણૂકમાં ફેરફારની હિમાયત, ખાનગી ક્ષેત્રની સહભાગિતા પર સઘન ભાર અને ઉદ્યોગનો વ્યાપક સહયોગ નિર્ધારિત સમયમર્યાદામાં મિશનના હેતુઓ પાર પાડવામાં મદદરૂપ થશે.

સ્વચ્છ ભારત મિશન-શહેરી 2.0 હેઠળ ચાવીરૂપ ઘટકો

 

એસબીએમ-યુ 2.0 હેઠળ અમલીકરણ માટે નીચે મુજબના ચાવીરૂપ ઘટકો હશે:

 

ટકી શકે એવી આરોગ્ય-સ્વચ્છતા:

 1. રોજગારની શોધમાં ગ્રામીણથી શહેરી વિસ્તારોમાં જતી વધારાની વસ્તીને સેવાઓ આપતા સ્વચ્છતાની સુવિધાઓ સંપૂર્ણપણે મળે સુનિશ્ચિત કરવા અને આગામી 5 વર્ષોમાં વધુ સારી તકો મળે એના પર મિશન ધ્યાન કેન્દ્રીત કરશે. 3.5 લાખથી વધુ વ્યક્તિગત, સામુદાયિક અને જાહેર શૌચાલયોનાં નિર્માણ દ્વારા કરવામાં આવશે.
 2. એસબીએમ-શહેરી 2.0 હેઠળ તદ્દન નવું ઘટક રજૂ થયું છે- એક લાખથી ઓછી વસ્તીવાળા શહેરોમાં સંપૂર્ણ પ્રવાહી કચરા વ્યવસ્થાપન- સુનિશ્ચિત કરશે કે દરેક શહેરમાં પ્રણાલિઓ અને પ્રક્રિયાઓ સ્થાપિત થાય જેથી તમામ ગંદા પાણીને સલામત રીતે સમાવેશ, સંગ્રહિત અને પરિવહન કરવામાં આવે અને આપણાં જળાશયોને કોઇ ગંદુ પાણી પ્રદૂષિત કરે.

 

ટકી શકે એવું ઘન કચરાનું વ્યવસ્થાપન:

સિંગલ યુઝ પ્લાસ્ટિક નિર્મૂળ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવા સાથે દરેક શહેરમાં કાર્યરત મટિરિયલ રિકવરી ફેસેલિટીઝ (એમઆરએફ) સાથે કચરાને 100 ટકા સ્ત્રોત સ્થાને છૂટો પાડવો

 1. કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન (સી એન્ડ ડી) વેસ્ટ પ્રોસેસિંગ સુવિધાઓ સ્થાપવી અને નેશનલ ક્લિન એર પ્રોગ્રામ (એનસીએપી) શહેરોમાં અને 5 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં યાંત્રિક સ્વીપર ગોઠવવા.
 2. તમામ જૂની ડમ્પસાઇટોનું નિવારણ જેથી 15 કરોડ ટન જૂનાં કચરાથી રોકાઇ રહેલી 14000 એકર જમીન મુક્ત થાય.

 

ઉપર્યુક્તને જન આંદોલનનો વ્યાપ વધુ વધારવા માટે દૂરસંચાર અને હિમાયત દ્વારા નાગરિકોને સામેલ કરવા પર સઘન ભાર સાથે તમામ પ્રસ્તુત હિતધારકો અને યુએલબીના મજબૂત ક્ષમતા નિર્માણ દ્વારા હાંસલ કરવામાં આવશે.

ક્ષમતા નિર્માણની સાથે સેનિટેશન-સ્વચ્છતા અને અનૌપચારિક વેસ્ટ વર્કર્સની સુખાકારી પર અંગત રક્ષણાત્મક સાધનો અને સેફ્ટી કિટ્સની જોગવાઇ દ્વારા, સરકારી કલ્યાણ યોજનાઓ સાથે જોડાણ કરવા પર વિશેષ ધ્યાન અપાશે.

સ્વચ્છ ભારત મિશન-શહેરીના હેતુઓ

2014માં પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે શહેરી આયોજન માટે એક સાકલ્યવાદી દ્રષ્ટિ અપનાવી હતી અને જળ અને સ્વચ્છતાના ક્ષેત્રમાં નવીનીકરણની યાત્રાના મંડાણ કર્યા. 2014ની 15મી ઑગસ્ટે પ્રધાનમંત્રી દ્વારા એસબીએમના આરંભની જાહેરાત કરવામાં આવી હતી અને નિમ્નાનુસાર હેતુઓ સાથે મિશન 2014ની બીજી ઑક્ટોબરે વિધિવત રીતે શરૂ કરવામાં આવ્યું હતું:

 • કાયદા દ્વારા સ્થાપિત તમામ નગરોમાં ખુલ્લામાં હાજત નિર્મૂળ કરવી
 • કાયદા દ્વારા સ્થાપિત તમામ નગરોમાં શહેરી ઘન કચરાનું 100% વૈજ્ઞાનિક વ્યવસ્થાપન
 • જન આંદોલન મારફત વર્તણૂકમાં ફેરફાર લાવવો.

 

સ્વચ્છ ભારત મિશન-શહેરોની સિદ્ધિઓ

છેલ્લા સાત વર્ષોમાં, મિશન દેશના તમામ ખૂણે પહોંચી ગયું હતું અને એનાલોકો પહેલાના ફોકસ સાથે અગણિત નાગરિકોનું જીવન બદલી નાખ્યું છે. એસબીએમ-અર્બન હેઠળ નીચે મુજબના ચાવીરૂપ સીમાચિહ્નો, સિદ્ધિઓ અને અસરો છે:

 • શહેરી ભારતમાં સેનિટાઇઝેશન સુવિધાઓને 100 ટકા પહોંચાડી-પૂરી પાડીને મિશને શહેરી ભારતના સેનિટાઇઝેશન ક્ષેત્રમાં ક્રાંતિ આણી છે. એસબીએમ-શહેરી હેઠળ 70 લાખથી વધુ ઘરો, સામુદાયિક અને જાહેર શૌચાલયો નિર્મિત થયા છે અને રીતે તમામને સલામત અને સન્માનજનક સ્વચ્છતા સમાધાન પૂરું પડાયું છે. મિશને મહિલાઓ, ટ્રાન્સજેન્ડર સમુદાયો અને દિવ્યાંગોની જરૂરિયાતોને અગ્રતા આપી છે.
 •  ડિજિટલ નવીનતા સાથે સ્વચ્છતાની સુવિધાઓની પહોંચને વધારે સુધારવામાં આવી છે જેમ કે ગૂગલ મેપ્સ પર એસબીએમ શૌચાલયો જેમાં 3300થી વધુ શહેરોમાં 65000થી વધુ જાહેર શૌચાલયો દર્શાવાયા છે.
 • 2019માં શહેરી ભારતને ખુલ્લામાં હાજત મુક્ત જાહેર કરવામાં આવ્યું જેના પગલે મિશને શહેરી ભારતને વિકાસના પંથે અગ્રેસર કર્યું છે જેમાં 3300થી વધુ શહેરો અને 960 શહેરોને અનુક્રમે ઓડીએફ [1]+ અને ઓડીએફ++[2]  પ્રમાણિત કરાઇ રહ્યા છે.
 • વોટર+ પ્રોટોકોલ [3] હેઠળ શહેરો વોટર+ પ્રમાણપત્ર તરફ પ્રગતિ કરી રહ્યા છે જે ગંદા પાણીની ટ્રિટમેન્ટ અને એના મહત્તમ ફરી ઉપયોગ પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
 • વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપનના ક્ષેત્રમાં, ભારતમાં કચરાની પ્રક્રિયા 2014માં 18%થી આજે 70% એમ ચાર ગણા કરતા વધુ વધી છે.
 • 97% વોર્ડ્સમાં 100 ટકા ડોર ટુ ડોર ક્ચરો એકત્ર કરવા અને 85% વૉર્ડ્સમાં નાગરિકોને ખરી ભાવનાથી સ્ત્રોત પર કચરાને છૂટો પાડવાની ટેવ પાડવાથી આમાં મદદ મળી છે.
 • સ્વચ્છતા કામદારો અને અનૌપચારિક વેસ્ટ વર્કર્સનાં જીવનમાં મિશન નોંધપાત્ર તફાવત લાવી શક્યું છે, 5.5 લાખથી વધુ સેનિટાઇઝેશન વર્કર્સ સામાજિક કલ્યાણની યોજનાઓ સાથે જોડાયા છે. કોવિડ-19 મહામારી દરમ્યાન અગ્રહરોળના સફાઇ કામદારોએ આપેલી વિક્ષેપરહિત સેવાઓએ શહેરી ભારતની સલામતી સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે
 • મોટા પાયે આઇઈસી અને વર્તણૂક પરિવર્તન અભિયાનો મારફત કાર્યક્રમમાં 20 કરોડ નાગરિકોની સક્રિય સહભાગિતા (જે ભારતની શહેરી વસ્તીના 50% કરતા વધુ છે) મિશનને જન આંદોલનમાં પરિવર્તિત કર્યું છે,
 • સ્વચ્છતા એપ જેવી ડિજિટલ સામર્થ્ય, 2016માં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા રજૂ કરાયેલ ડિજિટલ ફરિયાદ નિવારણ મંચે એક નવું રૂપ આપ્યું છે જેમાં નાગરિકોની ફરિયાદોનું વ્યવસ્થાપન થાય છે. એપે આજની તારીખ સુધીમાં નાગરિકોની સક્રિય સામેલગીરીની સાથે 2 કરોડથી વધુ નાગરિક ફરિયાદોનું નિવારણ કર્યું છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે તાજેતરમાં સ્વચ્છતા એપ 2.0ની સુધારેલી આવૃતિ શરૂ કરી છે.
 • 4000થી વધુ શહેરી સ્થાનિક સંસ્થાઓ (યુએલબી)ને આવરી લેતું વિશ્વનું સૌથી મોટું સ્વચ્છતા સર્વેક્ષણ સ્વચ્છ સર્વેક્ષણ 2016માં એસબીએમ-શહેરી હેઠળ આરંભાયું હતું. વર્ષો વીતતા સર્વેક્ષણના માળખું વિક્સિત થયું છે અને આજે અજોડ વ્યવસ્થાપન સાધન બની ગયું છે જે સ્વચ્છતાનાં પરિણામોને હાંસલ કરવા માટે જમીની સ્તરે અમલીકરણને વેગીલું બનાવે છે. મહામારીને લીધે આવેલા પડકારો છતાં સ્વચ્છસર્વેક્ષણ 2021 રેકોર્ડ સમયમાં હાથ ધરાયું હતું. આટલા વર્ષોમાં સર્વેને એકત્રિત રીતે 7 કરોડથી વધુ નાગરિક પ્રતિભાવો મળ્યા છે.
 • મિશનના ઘટકો અંગે 10 લાખથી વધુ મ્યુનિસિપલ અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ સાથે રાજ્ય અને શહેરી સ્તરના અધિકારીઓનું સતત ક્ષમતા નિર્માણ
SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964@gmail.com(Release ID: 1763505) Visitor Counter : 72