માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી અંતર્ગત છૂટ સાથે સંબંધિત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
Posted On:
07 OCT 2021 10:32AM by PIB Ahmedabad
વાહન સ્ક્રેપિંગ પોલિસીમાં વાહનોના માલિકોને જૂના અને પ્રદૂષણ ફેલાવતા વાહનો જેમાં જાળવણી અને બળતણ વપરાશનો ખર્ચ વધારે છે તેને કાઢી નાખવા માટે પ્રોત્સાહનોની વ્યવસ્થા હોવાનો પ્રસ્તાવ છે.
ઉપરોક્તને અનુરૂપ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ભારતના રાજપત્રમાં 05.10.2021ના રોજ GSR નોટિફિકેશન 720 (E) બહાર પાડ્યું છે, જે 1 લી એપ્રિલ, 2022થી અમલમાં આવશે.
સ્ક્રેપિંગ માટે પ્રોત્સાહન તરીકે, "ડિપોઝિટ સર્ટિફિકેટ" સબમિટ કરવા સામે નોંધાયેલા વાહન માટે મોટર વ્હીકલ ટેક્સમાં છૂટ આપવામાં આવે છે, જે રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સુવિધા દ્વારા જારી કરવામાં આવે છે. આ છૂટ નીચે મુજબ છે:
(i) બિન પરિવહન (વ્યક્તિગત) વાહનોના કિસ્સામાં 25 ટકા સુધી અને
(ii) પરિવહન (વ્યાપારી) વાહનોના કિસ્સામાં 15 ટકા સુધી:
આ રાહત પરિવહન વાહનોના કિસ્સામાં આઠ વર્ષ સુધી અને બિન પરિવહન વાહનોના કિસ્સામાં પંદર વર્ષ સુધી ઉપલબ્ધ રહેશે.
રાજપત્ર અધિસુચના ખોલવા માટે અહીં ક્લિક કરો.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1761666)
Visitor Counter : 328