માહિતી અને પ્રસારણ મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે માહિતી અને લોકતંત્ર સાથે સંબંધિત શિખર સંમેલનને સંબોધિત કર્યું


ઇન્ફોડેમિકની સમસ્યા એ ઉચ્ચ સ્તરે ચર્ચાય તે મહત્વનું છે : શ્રી અનુરાગ ઠાકુર

ભ્રામક માહિતી અને સમાચારોને ખંડિત કરવામાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની સક્રિય ભૂમિકા: શ્રી ઠાકુર

Posted On: 25 SEP 2021 11:08AM by PIB Ahmedabad

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે ગઈકાલે ફ્રાન્સ, ન્યૂયોર્કના કોન્સ્યુલેટ જનરલ ખાતે આયોજિત યુએનજીએમાં માહિતી અને લોકશાહી સાથે સબંધિત સમિટને સંબોધી હતી.મંત્રીએ લેહ, લદ્દાખથી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો.

આ ગોળમેજી પરિષદને અંતે પોતાની ટિપ્પણી કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે એટલું જ નુકસાનકારક ઇન્ફોડેમિક (માહિતીનો અપપ્રચાર) છે જેને હાલમાં નાબુદ કરવાનો પણ સદસ્ય રાષ્ટ્રો સામે મોટો પડકાર છે. આ માહિતી અપપ્રચારનો મુદ્દો ઉચ્ચ સ્તરે ચર્ચાય તે પણ એટલું જ મહત્વનું છે. માહિતી અને લોકશાહી માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારીના સ્થાપક સદસ્ય અને હસ્તાક્ષરકર્તા હોવા બદલ અમે આભારી છીએ.

ઉપસ્થિત મહાનુભાવોને કેન્દ્રીય મંત્રીએ કોરોનાની મહામારી દરમિયાન આવી ગેરમાહિતી અને માહિતીના અપપ્રચારનું ભારત ભોગ બન્યું હતું તેની જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે સ્થાનિક રીતે ભારતે કોરોનાની મહામારીના પડકારનો સામનો કરતી વખતે બેવડી માહિતીનો સામનો કર્યો હતો. એક તરફ ભારતની શહેરી વસતી સોશિયલ મીડિયા તથા સ્માર્ટ ફોન એપ્લિકેશન મારફતે બનાવટી માહિતીઓ તથા ગેરમાર્ગે દોરનારા અહેવાલોના ઝડપી ફેલાવાનો સામનો કરી રહી હતી. તો બીજી તરફ એવા પણ લોકો હતા જે ગ્રામ્ય વિસ્તારોમાં કે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા હતા જ્યાં એક પ્રાંતથી બીજા પ્રાંતમાં વિવિધ ભાષાઓમાં માહિતી બદલાતી રહેતી અને ફેલાતી રહેતી હતી.

માહિતીના આ અપપ્રચાર અંગે શ્રોતાગણને માહિતગાર કરતાં શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ભારતની સરકારે આ પડકારનો સરળતાથી અને વિજ્ઞાન તથા હકીકતો આધારિત માહિતીની સ્પષ્ટ આપ-લેથી સામનો કર્યો હતો. માહિતીના નિયમિત અને અધિકૃત પ્રવાહને સુનિશ્ચિત કરવો એ ખોટી માહિતી, ખોટા સમાચાર અને ખોટા કથનો સામે લડવા માટે ભારતીય પ્રતિભાવનું એક મહત્વનું નીતિવિષયક પાસું રહ્યું છે. કોવિડ અંગે અમે દરરોજ અખબારી નિવેદન જારી કરતા હતા જેને ટીવી સમચારો, અખબારી માધ્યમ, રેડિયો અને સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પ્રસારિત કરાતા રહેતા હતા.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ભારતનું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી)તેના વિવિધ પ્લેટફોર્મ દ્વારા ભ્રામક માહિતી અને સમાચારોને ખંડિત કરવામાં સક્રિયપણે સામેલ રહ્યું છે. અમે વિવિધ મુદ્દાઓ પર ભારતીય જનતાને માહિતી પૂરી પાડવા માટે રમૂજની શક્તિનો પણ ઉપયોગ કર્યો હતો.

શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે પારદર્શી, ભરોસાપાત્ર અને સમયસરની માહિતીના સ્ત્રોત લોકશાહીને મજબૂત બનાવે છે અને અમારા નાગરિકોને માહિતીસભર નિર્ણયો લેવાની તક આપે છે. ભારત આ બાબતમાં મજબૂતપણે વિશ્વાસ ધરાવે છે.

મીડિયા સાક્ષરતા કૌશલ્ય દ્વારા ખોટી માહિતી અને ખોટી માહિતીના ઘાતક પ્રસાર અને પ્રસાર અંગેની ચિંતાઓને દૂર કરી શકાય તે માટે સામાન્ય પરિષદે સર્વસંમતિથી આ વર્ષે 24થી 31મી ઓક્ટોબરને વૈશ્વિક મીડિયા અને માહિતી સાક્ષરતા સપ્તાહતરીકેનુ સપ્તાહ જાહેર કર્યું છે. મને એ જણાવતાં આનંદ થાય છે કે આ ખરડો પસાર કરનારા મહત્વના દેશોના જૂથમાં ભારત પણ સામેલ છે. યુનેસ્કોમાં પણ આ જ પ્રકારની પ્રતિબદ્ધતામાં ભારત સહ પ્રાયોજક છે.”

તેમણે ઉમેર્યું હતું કે આ જ રીતે ભારત કોવિડ-19ના સંદર્ભમાં ઇન્ફોડેમિક પર ક્રોસ રિજનલ નિવેદનમાં પણ સહ-લેખક હતું, યુએનના ગ્લોબલ કમ્યુનિકેશનની પહેલમાં પણ ભારતે સક્રિય રીતે સહકાર આપ્યો હતો.

વૈશ્વિક સ્તરે, સદસ્ય દેશો સાથે ઇન્ફોડેમિક દરમિયાન ખોટી માહિતીનો ઉકેલ લાવવા અને એકબીજા પાસેથી શીખવાથી સમસ્યાઓને સમજવા અને ચિંતાઓ દૂર કરવા માટે યોગ્ય ઉકેલો શોધવામાં ઘણી આગળ વધશે.

પૃષ્ઠભૂમિ

ન્યૂયોર્કમાં 26 સપ્ટેમ્બર, 2019ના રોજ બહુપક્ષીયવાદ માટેના જોડાણના હેતુથી માહિતી અને લોકશાહી અંગેની આંતરરાષ્ટ્રીય ભાગીદારી રચાઈ હતી. તેની ઉપર 43 દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. તેનો મૂળ હેતુ અભિપ્રાયની સ્વતંત્રતા અને મુક્ત, બહુમતવાદી તથા વિશ્વસનીય માહિતીની રજૂઆત કરવાનો હતો.

આ ભાગીદારીના સિદ્ધાંતોના અમલીકરણ માટે રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર અને દસ સ્વતંત્ર નાગરિક સામાજિક સંગઠનો દ્વારા 10 નવેમ્બર, 2019ના રોજ માહિતી અને લોકશાહી પર એક ફોરમની રચના કરવામાં આવી હતી. 2020ની 12મી નવેમ્બરે આ ફોરમે ઇન્ફોડેમિક્સ (માહિતીનો અપપ્રચાર) પર તેનો સૌપ્રથમ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. ત્યાર બાદ 2021ની 16મી જૂને એ ન્યૂ ડીલ ફોર જર્નાલિઝમના શીર્ષક સાથે ફોરમે પત્રકારત્વની આર્થિક સધ્ધરતા અંગે પોતાનો બીજો અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

હેતુઓ:

આ શિખર સંમેલન નીચેની પ્રાથમિકતાઓ પર ફોકસ કરવાની તક છે.

1. મુક્ત, બહુમતવાદી તથા વિશ્વસનીય માહિતીનું રક્ષણ કરવું અને તેને પ્રમોટ કરવી તે અભિપ્રાયની અને તેને રજૂ કરવાની સ્વતંત્રતાનું જરૂરી ઘટક છે.

2. ફોરમની ભલામણો પર ચર્ચાસત્ર, તેમની ભલામણોનું સંવર્ધન કરવું અને આગામી કાર્યોને સહકાર આપવો.

3. વૈશ્વિક માહિતી વલણોનું વિશ્લેષણ કરવા અને ભાગીદારીના હસ્તાક્ષર કરનારા દેશો અને નાગરિક સમાજ માટે નિયમિત અહેવાલ પ્રકાશિત કરવા માટે જવાબદાર માહિતી અને લોકશાહી પર આંતરરાષ્ટ્રીય નિયમનની રચનાને ધ્યાનમાં રાખવી.

4. સમાજમાં જાગૃતિ ફેલાવીને દેશ તથા પ્રજા સાથેની આ ભાગીદારીના સિદ્ધાંતોને વેગ આપવા માટે ફોરમ સાથે સાંકળવા માટે એક સિવિલ સોસાયટી ગઠબંધન (અંદાજે 50 એનજીઓ)ની શરૂઆત કરવી.

5. માહિતી અને લોકશાહી માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને મુક્ત, બહુમતવાદી અને વિશ્વસનીય માહિતીની આસપાસના મુદ્દાઓમાં સામેલ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે સંબંધોને પ્રોત્સાહન આપવું.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1757998) Visitor Counter : 214