પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી અને લોકસભા અધ્યક્ષ સંયુક્તપણે 15 સપ્ટેમ્બરના રોજ સંસદ ટીવી લોન્ચ કરશે

प्रविष्टि तिथि: 14 SEP 2021 3:10PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભા અધ્યક્ષ શ્રી વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા 15 સપ્ટેમ્બર, 2021ના રોજ સાંજે 6 વાગ્યે પાર્લામેન્ટ હાઉસ એનેક્સીના મુખ્ય કમિટી રૂમમાં સંયુક્તપણે સંસદ ટીવી લોન્ચ કરશે. આ લોન્ચની તારીખ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસને ધ્યાનમાં રાખીને નિશ્ચિત કરાઈ છે.

સંસદ ટીવી વિશેઃ

ફેબ્રુઆરી, 2021માં, લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીને એક કરી દેવાનો નિર્ણય લેવાયો હતો અને સંસદ ટીવીના સીઈઓની માર્ચ, 2021માં નિયુક્તિ થઈ હતી.
સંસદ ટીવીના કાર્યક્રમો પ્રારંભિક રીતે 4 કેટેગરીમાં - સંસદ અને લોકતાંત્રિક સંસ્થાઓની કામગીરી, શાસન અને યોજનાઓ/નીતિઓનું અમલીકરણ, ભારતનો ઈતિહાસ અને સંસ્કૃતિ તથા સમકાલીન મુદ્દા/હિતો/ચિંતાઓમાં રહેશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(रिलीज़ आईडी: 1754764) आगंतुक पटल : 397
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam