શ્રમ અને રોજગાર મંત્રાલય

ઇ-શ્રમ પોર્ટલ પર લોન્ચ થયા બાદથી 27 લાખથી વધુ અસંગઠિત શ્રમિકોએ નોંધણી કરાવી છે


ભારત સરકાર પોર્ટલ પર અસંગઠિત શ્રમિકોની નોંધણી માટે તમામ રાજ્ય સરકારો અને અન્ય હિસ્સેદારોને સક્રિયપણે સહકાર અને મદદ કરી રહી છે: શ્રી રામેશ્વર તેલી

Posted On: 09 SEP 2021 2:05PM by PIB Ahmedabad

શ્રમ કલ્યાણ અને રોજગાર મંત્રાલય ઇ-શ્રમ પોર્ટલ પર અસંગઠિત કામદારોની નોંધણી માટે વિવિધ શિબિરોનું આયોજન કરી રહ્યું છે.

ભવનમાં સ્થિત વિવિધ મંત્રાલયોમાં કાર્યરત અસંગઠિત શ્રમિકોની નોંધણી માટે આજે નવી દિલ્હીના શ્રમ શક્તિ ભવનમાં આવી જ એક શિબિર રાખવામાં આવી હતી. શિબિરમાં આજે 80થી વધુ શ્રમિકો પોર્ટલ પર નોંધણી કરે તેવી અપેક્ષા છે.

NKP_0187.JPG

શિબિરનું ઉદ્ઘાટન કરતા શ્રમ અને રોજગાર અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી શ્રી રામેશ્વર તેલીએ દરેકને પોર્ટલ વિશે અને પોર્ટલ પર નોંધણી કરનારા શ્રમિકોને મળતા લાભો વિશે પ્રચાર કરવા કહ્યું.

NKP_0144.JPG

મંત્રીએ જણાવ્યું હતું કે તમામ અસંગઠિત શ્રમિકોના રાષ્ટ્રીય ડેટાબેઝની રચના સરકારને અસંગઠિત શ્રમિકો માટે કલ્યાણકારી યોજનાઓની લક્ષ્યાંકિત અને અંતિમ છેડા સુધી વિતરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે.

શ્રી તેલીએ ગત મહિને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિર્દેશો હેઠળ લોન્ચ કરવામાં આવેલા ઇ-શ્રમને ગેમ ચેન્જર પોર્ટલ ગણાવીને માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં 27 લાખથી વધુ અસંગઠિત શ્રમિકો નોંધણી કરાવી ચૂક્યા છે અને ભારત સરકાર પોર્ટલ પર શ્રમિકોની નોંધણી માટે તમામ રાજ્ય સરકારો અને અન્ય હિસ્સેદારોને સક્રિયપણે સહકાર અને મદદ કરી રહી છે.

NKP_0162.JPG

લાભોને સૂચિબદ્ધ કરતા રાજ્યમંત્રીએ જણાવ્યુ કે રજીસ્ટ્રેશન 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો કવર પણ પ્રદાન કરે છે. જો કોઈ કામદાર eSHRAM પોર્ટલ પર નોંધાયેલ છે અને દુર્ઘટનાનો શિકાર થાય છે, તો તે મૃત્યુ અથવા કાયમી અપંગતા પર રૂ. 2.0 લાખ અને આંશિક અપંગતા પર રૂ. 1.0 લાખ માટે પાત્ર હશે અને નોંધણી પર કામદારોને એક યુનિવર્સલ એકાઉન્ટ નંબર આપવામાં આવે છે, જે ખાસ કરીને પ્રવાસી શ્રમિકો માટે સામાજિક સુરક્ષા યોજનાઓ, રેશન કાર્ડ્સ વગેરેની પોર્ટેબિલિટી માટે તે સરળ છે.

 

SD/GP/BT

 

 



(Release ID: 1753500) Visitor Counter : 267