મંત્રીમંડળ
azadi ka amrit mahotsav

મંત્રીમંડળે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા (ICAI) અને ચેમ્બર ઓફ ઓડિટર્સ ઓફ ધ રિપબ્લિક ઓફ અઝરબૈજાન (CAAR) વચ્ચે સમજૂતી કરારોને મંજૂરી આપી

Posted On: 08 SEP 2021 2:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ્ ઓફ ઈન્ડિયા (ICAI) અને ચેમ્બર ઓફ ઓડિટર્સ ઓફ ધ રિપબ્લિક ઓફ અઝરબૈજાન (CAAR) વચ્ચેના સમજૂતી કરારોને મંજૂરી આપી છે.

વિગતો:

ICAI અને ચેમ્બર ઓફ ઓડિટર્સ ઓફ ધ રિપબ્લિક ઓફ અઝરબૈજાન (CAAR) વચ્ચેના સમજૂતી કરારો પર થયેલા આ હસ્તાક્ષર સભ્ય વ્યાવસ્થાપન, વ્યાવસાયિક નૈતિકતા, ટેકનિકલ સંશોધન, સીપીડી, વ્યાવસાયિક એકાઉન્ટન્સી તાલીમ, ઓડિટ ગુણવત્તા દેખરેખ, એકાઉન્ટિંગ જ્ઞાનમાં આધુનિકતા, વ્યાવસાયિક અને બૌદ્ધિક વિકાસ વેગેરે જેવા ક્ષેત્રોમાં પારસ્પરિક સહયોગ સ્થાપિત કરવા માટે મદદ કરશે.

અમલીકરણ વ્યૂહરચના અને લક્ષ્યાંકો:

આઇસીએઆઇ અને સીએએઆર બંનેનો ઉદ્દેશ્ય ઓડિટ, ફાયનાન્સ અને એકાઉન્ટિંગ વ્યવસાયિકોની તાલીમના ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવાનો છે. આઇસીએઆઇ અને સીએએઆર વ્યાવસાયિક સંસ્થાનો દ્વારા પ્રકાશિત પુસ્તકો, મેગેઝીન અને અન્ય પ્રકાશનોનું આદાનપ્રદાન કરવાનો હેતુ ધરાવે છે, મેગેઝીનમાં અને બંને પક્ષોની વેબસાઇટ પર પારસ્પરિક ઓડિટ અને એકાઉન્ટિંગ ઉપર લેખ પ્રકાશિત કરવા માંગે છે તેમજ ઓડિટ, ફાયનાન્સ અને એકાઉન્ટિંગના વિકાસ પર સંયુક્ત સંમેલનો, ગોષ્ઠીઓ, ગોળ મેજી પરિષદો અને તાલીમનું આયોજન તથા નાણાકીય સહાયતા આપવાની ઈચ્છા ધરાવે છે. આઇસીએઆઇ અને સીએએઆર બ્લોક ચેઇન, સ્માર્ટ કોન્ટ્રેક્ટ સિસ્ટમ, પરંપરાગત એકાઉન્ટિંગમાં પરિવર્તન કરી ક્લાઉડ એકાઉન્ટિંગ સહિત ઓડિટ અને એકાઉન્ટિંગના ક્ષેત્રમાં નવીન પદ્ધતિઓના અમલીકરણ ઉપર અભ્યાસ હાથ ધરવાની ઈચ્છા પણ ધરાવે છે. આ ઉપરાંત ભ્રષ્ટાચાર અને નાણાં ઉચાપત વિરુદ્ધ સંયુક્ત સહયોગ હાથ ધરવા માંગે છે.

અસરો:

આઇસીએઆઇના સભ્યો અનેક દેશોના સંગઠનોમાં મધ્યમથી લઈને ટોચના પદો ધરાવે છે અને જે તે દેશના સંલગ્ન સંગઠનમાં નિર્ણય/નીતિ ઘડતરની વ્યૂહરચનાને પ્રભાવિત કરી શકે છે. આ સમજૂતી કરાર બંને પ્રદેશોમાં એકાઉન્ટન્સીના ક્ષેત્રમાં નવીન રીતભાતો અને ટેકનોલોજીના અમલીકરણ સહિત જ્ઞાનના આદાનપ્રદાન અને શ્રેષ્ઠતમ પ્રક્રિયાઓને મજબૂત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.

લાભ:

વિશ્વના 45 દેશો અને 69 શહેરોમાં પોતાના ચેપ્ટર અને પ્રતિનિધિ ઓફિસોના વિશાળ નેટવર્કના માધ્યમથી આ દેશોમાં પ્રવર્તમાન પ્રવૃત્તિઓને વહેંચીને એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે કટિબદ્ધ છે, કે જેથી ભારત સરકાર વિદેશી રોકાણને આકર્ષિત કરવા અને તેમની કચેરીઓ ભારતમાં સ્થાપિત કરવા માટે ત્યાં અમલમાં મૂકવામાં આવેલ શ્રેષ્ઠતમ રીતોને અપનાવી શકે. આ સમજૂતી કરાર સાથે આઇસીએઆઇ એ એકાઉન્ટન્સી વ્યવસાયમાં સેવાના નિકાસને પૂરો પાડીને અઝરબૈજાન સાથે પોતાની ભાગીદારી મજબૂત કરવામાં સક્ષમ બનશે.

પશ્ચાદભૂમિકા:

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (ICAI) એ ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એક્ટ, 1949 અંતર્ગત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસના વ્યવસાયનું નિયમન કરવા માટે સ્થાપિત કરવામાં આવેલ એક બંધારણીય સંસ્થા છે. આઇસીએઆઇએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વ્યવસાયને આગળ વધારવા માટે શિક્ષણ, વ્યાવસાયિક વિકાસ, ઉચ્ચ ગુણવત્તા એકાઉન્ટિંગની જાળવણી, ઓડિટીંગ અને નૈતિક માનાંકોના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે કે જે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. ધ ચેમ્બર ઓફ ધ રિપબ્લિક ઓફ અઝરબૈજાન (CAAR)ની સ્થાપના રિપબ્લિક ઓફ અઝરબૈજાનમાં ઓડિટ વ્યવસાયને નિયમિત કરવા માટે 2004માં સુધારો કરેલ ઓડિટ ઓફ 1944 ઉપરના કાયદા અનુસાર કરવામાં આવી હતી.

 

SD/GP/BT

 


(Release ID: 1753199) Visitor Counter : 364