પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મનોજ સરકારને પેરાલિમ્પિક્સ ગેમ્સમાં બેડમિન્ટનમાં કાંસ્ય પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 04 SEP 2021 5:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં બેડમિન્ટનમાં કાંસ્ય પદક જીતવા બદલ મનોજ સરકારને અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"@manojsarkar07 ના અદ્ભુત પ્રદર્શનથી ખૂબ આનંદ થયો. તેમને બેડમિન્ટનમાં પ્રતિષ્ઠિત કાંસ્ય પદક લાવવા બદલ અભિનંદન. ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. #Paralympics #Praise4Para"

 

SD/GP/BT(Release ID: 1752041) Visitor Counter : 221