પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 28 ઓગસ્ટે જલિયાંવાલા બાગ સ્મારકનું પુનર્નિર્મિત પરિસર રાષ્ટ્રને સમર્પિત કરશે


પ્રધાનમંત્રી સ્મારકમાં મ્યુઝિયમ ગેલેરીનું પણ ઉદ્ઘાટન કરશે

Posted On: 26 AUG 2021 6:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટ, 2021ના રોજ સાંજે 6.25 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જલિયાંવાલા બાગ સ્મારકનું પુનર્નિર્મિત પરિસર રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ સ્મારકમાં વિકસિત મ્યુઝિયમ ગેલેરીઝનું પણ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ પરિસરને ઉન્નત કરવા માટે સરકાર દ્વારા કરાયેલ અનેક વિકાસ પહેલોને પણ પ્રદર્શિત કરશે.

જે પહેલો હાથ ધરવામાં આવી

ચાર મ્યુઝિયમ ગેલેરીઝ નિરર્થક અને ઓછા ઉપયોગવાળી ઈમારતોના સ્વીકાર્ય પુનઃઉપયોગના માધ્યમથી બનાવવામાં આવી છે. ગેલેરીઝ એ ગાળામાં પંજાબમાં સામે આવેલી ઘટનાઓનાં ઐતિહાસિક મૂલ્યને પ્રદર્શિત કરે છે જેમાં પ્રોજેક્શન મેપિંગગ અને થ્રીડી રજૂઆતની સાથે સાથે કલા અને શિલ્પકલાના સ્થાપત્યોની સાથે ઓડિયો-વિઝ્યુઅલ ટેકનોલોજીનો પણ સુભગ સમન્વય છે.

13 એપ્રિલ, 1919ના રોજ બનેલી ઘટનાઓને પ્રદર્શિત કરવા માટે એક સાઉન્ડ એન્ડ લાઈટ શૉની સ્થાપના કરવામાં આવી છે.

પરિસરમાં અનેક વિકાસલક્ષી કદમો ઉઠાવાયા છે. પંજાબની સ્થાનિક સ્થાપત્ય શૈલીને અનુરૂપ વિસ્તૃત વિરાસતને પ્રદર્શિત કરવામાં આવી છે. શહીદી કૂવાની મરામત કરવામાં આવી છે અને નવેસરથી પરિભાષિત એક સુપર સ્ટ્રક્ચરનું નિર્માણ કરાયું છે. બાગનું કેન્દ્ર, જ્વાળા સ્મારકની મરામત કરવામાં આવી અને સ્થાપિત કરવામાં આવ્યા, જળાશયને લીલીના સરોવર તરીકે ફરીથી જીવંત કરવામાં આવ્યું છે અને યોગ્ય પથદર્શન માટે માર્ગો પહોળા કરવામાં આવ્યા છે.

અનેક નવી અને આધુનિક સુવિધાઓને સામેલ કરવામાં આવી છે જેમાં યોગ્ય સાઈનેજની સાથે આંદોલનના પુનઃપરિભાષિત માર્ગોનું નિર્માણ કરાયું, સાથે વ્યૂહાત્મક સ્થળોએ રોશની, દેશી વૃક્ષોની રોપણી સાથે લેન્ડસ્કેપિંગ અને હાર્ડસ્કેપિંગ સમગ્ર બાગમાં ઓડિયો નોડ્સ સાથે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેટલાક નવા સ્થળો પણ વિકસિત કરાયા છે જેમાં સાલ્વેશન ગ્રાઉન્ડ, અમર જ્યોત અને ફ્લેગ માસ્ટ સામેલ છે.

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી, કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાઓનાં મંત્રી, સંસ્કૃતિ રાજ્યમંત્રી, પંજાબના રાજ્યપાલ અને હરિયાણા, ઉત્તરાખંડ તથા હિમાચલપ્રદેશના મુખ્યમંત્રીઓ, લોકસભા અને રાજ્યસભાના પંજાબથી તમામ સાંસદો, જલિયાંવાલા બાગ નેશનલ મેમોરિયલ ટ્રસ્ટના સભ્યો સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1749347) Visitor Counter : 278