સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 57.61 કરોડને પાર


સાજા થવાનો દર હાલમાં (97.54%) માર્ચ 2020 બાદ સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 34,457 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,61,340), 151 દિવસમાં સૌથી ઓછું

સક્રિય કેસ કુલ કેસનાં 1.12% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા

દૈનિક પોઝિટિવિટી દર (2.00%) 26 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 21 AUG 2021 10:13AM by PIB Ahmedabad

આજે સવારે સાત વાગ્યા સુધીના હંગામી રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં 3636043 લોકોના રસીકરણથી ભારતમાં કોવિડ-19 રસીકરણનું કુલ કવરેજ 57.61 (516117650) કરોડને પાર પહોંચી ગયું છે. રસીકરણનું આ લક્ષ્ય 6401385 સત્રો દ્વારા પ્રાપ્ત કરાયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી રિપોર્ટ અનુસાર કુલ રસીકરણનો અહેવાલ આ પ્રકારે છેઃ

 

એચસીડબલ્યુ

પ્રથમ ડોઝ

1,03,52,796

 

બીજો ડોઝ

81,87,062

એફએલડબલ્યુ

પ્રથમ ડોઝ

1,82,99,850

 

બીજો ડોઝ

1,24,76,020

18-44 વય જૂથ

પ્રથમ ડોઝ

21,37,85,511

 

બીજો ડોઝ

1,84,75,457

45 થી 59 વર્ષ વચ્ચેના વયજૂથ

પ્રથમ ડોઝ

12,18,54,173

 

બીજો ડોઝ

4,80,82,007

60 વર્ષથી વધુ

પ્રથમ ડોઝ

8,30,11,132

 

બીજો ડોઝ

4,15,93,342

કુલ

 

57,61,17,350

 

કેન્દ્ર સરકાર દેશભરમાં કોવિડ-19 રસીકરણની ગતિમાં વધારો કરવા તથા તેના વ્યાપને વિસ્તરિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

છેલ્લા 24 કલાકમાં 36347 કોરોના સંક્રમિત દર્દીઓના સાજા થવાથી કુલ સાજા થનારા દર્દીઓ (મહામારીની શરૂઆત પછીથી)ની સંખ્યા વધીને 3,15,97,982 થઈ ગઈ છે.

રિકવરી દર 97.54 ટકા પર પહોંચી ગયો છે જે માર્ચ 2020 પછીથી પોતાના ઉચ્ચતમ સ્તરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001GQY1.jpg

છેલ્લા 55 દિવસથી સતત 50,000થી ઓછા નવા દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે. આ કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સતત અને સહયોગાત્મક પ્રયાસોનું પરિણામ છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 34,457 દૈનિક નવા કેસો નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002C7BO.jpg

કોરોના સંક્રમિત દર્દીઓના ઝડપથી સાજા થવાથી અને નવા કેસોમાં ઘટાડાથી સક્રિય કેસો 3,61,340 સુધી ઓછા થઈ ગયા છે જે 151 દિવસમાં સૌથી ઓછા છે. સક્રિય કેસો હાલમાં દેશના કુલ પોઝિટિવિટી કેસોના માત્ર 1.12 ટકા છે જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003DWJU.jpg

દેશભરમાં ટેસ્ટિંગ ક્ષમતામાં ઉલ્લેખનીય રીતે વધારાની સાથે દેશમાં છેલ્લા 24 કલાકમાં 17,21,205 ટેસ્ટ કરવામાં આવ્યા. કુલ મળીને ભારતે અત્યાર સુધીમાં 50.45 કરોડથી વધુ (50,45,76,158) ટેસ્ટ કર્યા છે.

એક તરફ જ્યાં, ટેસ્ટિંગ ક્ષમતા દેશભરમાં વધારી દેવાઈ છે, છેલ્લા 57 દિવસથી સાપ્તાહિક પોઝિટિવિટી દર વર્તમાનમાં 1.98 ટકા, 3 ટકાથી ઓછો છે. દૈનિક પોઝિટિવિટી દર પણ 2.00 ટકા છે. છેલ્લા 26 દિવસથી દૈનિક પોઝિટિવિટી દર 3 ટકાથી નીચે અને સતત 75 દિવસથી 5 ટકાથી નીચે જળવાઈ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004TCZL.jpg

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(Release ID: 1747844) Visitor Counter : 266