યુવા બાબતો અને રમત મંત્રાલય

કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આજે આંતરરાષ્ટ્રીય યુવા દિવસના ઉપક્રમે રાષ્ટ્રીય યુવા એવોર્ડ 2017-18 અને 2018-19ના 22ના વિજેતાઓનું સન્માન કર્યું


ભારતના યુવાનો એઆઈ - આત્મનિર્ભર ઇનોવેશનનું પ્રેરકબળ છેઃ શ્રી અનુરાગ ઠાકુર

શ્રી અનુરાગ ઠાકુરે S.O.L.V.E.D (સોલ્વ્ડ) ચેલેન્જના વિજેતાઓને પણ એવોર્ડ એનાયત કર્યા

Posted On: 12 AUG 2021 2:56PM by PIB Ahmedabad

મુખ્ય અંશો:

  • એનવાયએ 2017-18 માટે કુલ 14 અને એનવાયએ 2018-19 માટે 8 એવોર્ડ એનાયત થયા
  • એવોર્ડમાં એક મેડલ, એક પ્રમાણપત્ર તથા વ્યક્તિ માટે રૂ. 1,00,000/-નું રોકડ ઇનામ અને સંસ્થા માટે રૂ. 3,00,000/-નું રોકડ ઇનામ સામેલ હોય છે

કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય યુવા એવોર્ડ 2017-18 અને 2018-19 એનાયત કર્યા હતા. શ્રી અનુરાગ ઠાકુરે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ 2021ની ઉજવણી કરતા કૃષિ-ઉદ્યોગસાહસિકતા ચેલેન્જ સોલ્વ્ડ (S.O.L.V.E.D) 2021 (સામાજિક ઉદ્દેશો-સંચાલિત સ્વૈચ્છિક ઉદ્યોગસાહસિકતા વિકાસ)ની 10 યુવાન વિજેતા ઉદ્યોગસાહસિક ટીમોનું પણ સન્માન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રાલયના યુવા વિભાગના સચિવ શ્રીમતી ઉષા શર્મા, સંયુક્ત રાષ્ટ્રના રેસિડન્ટ કોઓર્ડિનેટર સુશ્રી ડીયર્ડે બૉય્ડ અને યુવા વિભાગના સંયુક્ત સચિવ શ્રી અસિત સિંહ પણ ઉપસ્થિત હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001HNKN.jpg

 

આ એવોર્ડ સમારંભમાં બોલતા શ્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, આજે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિર્ધારિત આંતરરાષ્ટ્રીય યુવા દિવસની વાર્ષિક ઉજવણી થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ કેલેન્ડરનો એક દિવસ જ નથી. જ્યારે ભારતની યુવા પેઢી “ભારતનું ભવિષ્ય છે, ત્યારે વધારે મહત્વપૂર્ણ બાબત એ છે કે – તેઓ “ભારતનો વર્તમાન છે. તેઓ એઆઈ – “આત્મનિર્ભર ઇનોવેશનના આ યુગમાં વિચારો અને નવીનતાના પ્રેરકબળ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002W2YM.jpg

 

શ્રી અનુરાગ ઠાકુરે ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય યુવા દિવસની થીમ ખાદ્ય વ્યવસ્થાઓમાં પરિવર્તન પર કેન્દ્રિત છે અને આ પરિવર્તન માટે યુવા પેઢીનું જોડાણ અતિ મહત્વપૂર્ણ છે. યુવા પેઢીના નેતૃત્વમાં એગ્રી-ટેક ઇનોવેશન આ ક્ષેત્રમાં નવા વિકસતા પ્રવાહોને આગળ વધારે છે. આ પ્રકારના આંતરરાષ્ટ્રીય પ્રયાસોને સફળતા યુવાનોની અર્થપૂર્ણ ભાગીદારી વિના ન મળે. શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે આપણા યુવાન નાગરિકો માટે વ્યવસાયિક શિક્ષણ, કુશળતા, સ્ટાર્ટઅપ ફંડિંગ માટે વિવિધ પહેલોને પ્રાથમિકતા આપી છે. અમારો ઉદ્દેશ ભારતના યુવાનોને કૌશલ્યથી સમૃદ્ધ વિશ્વની સૌથી મોટી પેઢી બનાવવાનો છે. હું રાષ્ટ્રીય યુવા એવોર્ડના તમામ વિજેતાઓને અભિનંદન આપું છું. આ એવોર્ડ એનાયત કરવાનો અમારો ઉદ્દેશ ઉત્કૃષ્ટતા હાંસલ કરવા યુવાનોને પ્રોત્સાહન આપવાનો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0035583.jpg

આ પ્રસંગે સુશ્રી ડીયર્ડે બૉય્ડે કહ્યું હતું કે, ભારત પાસે દુનિયા સાથે વહેંચવા ઘણું છે અને દેશ યુવાનોની મોટી વસ્તી ધરાવે છે. યુવાનો પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે, તેઓ દેશની પ્રગતિ માટે નવા અને નવીન વિચારો ધરાવે છે. દુનિયાભરમાં યુવાનો સતત વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે.

યુવા બાબતોના વિભાગના સચિવ શ્રીમતી ઉષા શર્માએ કહ્યું હતું કે, ભારતના યુવાનો પરિવર્તનકાર, ઇનોવેટર, યુવાન ઉદ્યોગસાહસિક અને નિઃસ્વાસ્થ સ્વયંસેવક તરીકે વિવિધ ભૂમિકાઓ ભજવે છે અને સમુદાયના હિતો જાળવી રહ્યાં છે.

વ્યક્તિગત અને સંસ્થાની કેટેગરીઓમાં કુલ 22 રાષ્ટ્રીય યુવા એવોર્ડ એનાયત થયા  હતા. એનવાયએ 2017-18 માટે કુલ 14 એવોર્ડ એનાયત થયા હતા, જેમાં 10 એવોર્ડ વ્યક્તિગત કેટેગરીમાં અને 4 એવોર્ડ સંસ્થાની કેટેગરીમાં એનાયત થયા હતા. એનવાયએ 2018-19 માટે કુલ 8 એવોર્ડ એનાયત થયા હતા, જેમાં 7 એવોર્ડ વ્યક્તિગત કેટેગરીમાં અને 1 એવોર્ડ સંસ્થાની કેટેગરીમાં એનાયત થયો હતો. એવોર્ડમાં વ્યક્તિને એક મેડલ, એક પ્રમાણપત્ર અને રૂ. 1,00,000/-ની રોકડ રકમ તથા સંસ્થાને એક મેડલ, એક પ્રમાણપત્ર અને રૂ. 3,00,000/-ની રોકડ રકમ એનાયત થાય છે.

એવોર્ડ વિજેતાઓની વિગત

એનવાયએ 2017-18

 

ક્રમ

નામ

રાજ્ય

વ્યક્તિ

  1.  

શ્રી સૌરભ નવાન્દે

મહારાષ્ટ્ર

  1.  

શ્રી હિમાંશુ કુમાર ગુપ્તા

મધ્યપ્રદેશ

  1.  

શ્રી અનિલ પ્રધાન

ઓડિશા

  1.  

સુશ્રી દેવિકા મલિક

હરિયાણા

  1.  

સુશ્રી નેહા કુશવાહા

ઉત્તરપ્રદેશ

  1.  

શ્રી ચેતન મહાડુ પરદેશી

મહારાષ્ટ્ર

  1.  

શ્રી રણજિતસિંહ સંજયસિંહ રાજપૂત

મહારાષ્ટ્ર

  1.  

શ્રી મહમ્મદ આઝમ

તેલંગાણા

  1.  

શ્રી મનિષ કુમાર દવે

રાજસ્થાન

  1.  

શ્રી પરદીપ મહાલા

હરિયાણા

સંસ્થા

  1.  

માના વુરુ માના બાધ્યતા

આંધ્રપ્રદેશ

  1.  

યુવા દિશા કેન્દ્ર

ગુજરાત

  1.  

થોઝાન

તમિલનાડુ

  1.  

સાયનર્જી સંસ્થાન

મધ્યપ્રદેશ

 

એનવાયએ 2018-19

 

ક્રમ

નામ

રાજ્ય

વ્યક્તિ

  1.  

શ્રી શુભમ ચૌહાણ

મધ્યપ્રદેશ

  1.  

શ્રી ગુણાજી માંડરેકર

ગોવા

  1.  

શ્રી અજય ઓલી

ઉત્તરાખંડ

  1.  

શ્રી સિદ્ધાર્થ રૉય

મહારાષ્ટ્ર

  1.  

શ્રી પ્રહર્ષ મોહનલાલ પટેલ

ગુજરાત

  1.  

સુશ્રી દિવ્યા કુમારી જૈન

રાજસ્થાન

  1.  

શ્રી યશવીર ગોયલ

પંજાબ

સંસ્થા

  1.  

લાડલી ફાઉન્ડેશન ટ્રસ્ટ

નવી દિલ્હી

 

રાષ્ટ્રીય યુવા વિજેતાઓની વધારે વિગત મેળવવા અહીં ક્લિક કરો

યુવા અને રમતગમત મંત્રાલય અંતર્ગત યુવા સંબંધિત વિભાગ રાષ્ટ્રીય યુવા એવોર્ડ (એનવાયએ) સ્વાસ્થ્ય, માનવાધિકારોના સંવર્ધન, સક્રિય નાગરિકતા, સામુદાયિક સેવા વગેરે જેવા વિકાસ અને સામાજિક સેવાના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય અને પ્રદાન કરવા બદલ વ્યક્તિઓ (15થી 29 વર્ષ વચ્ચેની વય ધરાવતી) અને સંસ્થાઓને એનાયત કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004Y47K.jpg

આ એવોર્ડનો ઉદ્દેશ સમુદાય પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવા યુવા પેઢીને પ્રોત્સાહન રાષ્ટ્રીય વિકાસ અને સામાજિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરનાર યુવા વ્યક્તિઓને પ્રોત્સાહન આપવાનો છે, જેથી સારા નાગરિકો તરીકે તેમની અંગત સંભાવનાઓ વધે. વળી આ એવોર્ડ સામાજિક સેવા સહિત રાષ્ટ્રીય વિકાસ માટે યુવા પેઢી સાથે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા થયેલા ઉત્કૃષ્ટ કાર્યને પણ બિરદાવે છે.

સોલ્વ્ડ ચેલેન્જ એવોર્ડ વિજેતાઓના નામ નીચે મુજબ છે:

 

ક્રમ

નામ

 

1

શ્રી નિક્કી કુમાર ઝા

 

2

શ્રી ઉત્કર્ષ વત્સ

 

3

શ્રી દિવ્યરાજસિંહ ઝાલા

 

4

શ્રી વિનોદ પી એ રાજ

 

5

સુશ્રી કિરણ ત્રિપાઠી

 

6

શ્રી વિનોદ કુમાર સાહુ

 

7

શ્રી હાલક વિશાલ શાહ

 

8

શ્રી બુદદલા ઋષિકેશ

 

9

શ્રી અહમેર બશીર શાહ

 

10

શ્રી અમન જૈન

 

 

યુનાઇટેડ નેશન્સ વોલ્યુટિયર્સ અને સંયુક્ત રાષ્ટ્રના વિકાસ કાર્યક્રમ સાથે જોડાણમાં યુવા અને રમતગમત મંત્રાલયે એગ્રિ-ફૂડ વેલ્યુ ચેઇન (કૃષિ-ખાદ્ય મૂલ્ય સાંકળ)માં નવીન, યુવા-સંચાલિત ઉદ્યોગસાહસિકતા સમાધાનને ઓળખવા અને એને પ્રોત્સાહન આપવા ગ્રામીણ, અર્ધશહેરી અને શહેરી ભારતમાંથી યુવા પેઢી માટે ડિસેમ્બર, 2020માં સોલ્વ્ડ ચેલેન્જ શરૂ કરી હતી. એમાં સમગ્ર ભારતમાં 850થી વધારે યુવાનો સહભાગી થયા હતા તથા સ્પર્ધા અને તાલીમના ઘણા રાઉન્ડ પછી જમ્મુ અને કાશ્મીર, બિહાર, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક અને ગુજરાતમાંથી 10 વિજેતાઓ જાહેર થયા હતા.

સોલ્વ્ડ ચેલેન્જ વિજેતાઓની વિગત જોવા માટે અહીં ક્લિક કરો

 

SD/GP/BT


(Release ID: 1745156) Visitor Counter : 490