પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહોબા ઉત્તર પ્રદેશથી ઉજ્જવલા 2.0 લોન્ચ કરી
બુંદેલખંડ ધરતીના અન્ય પુત્ર મેજર ધ્યાનચંદ અથવા તો દાદા ધ્યાનચંદને યાદ કર્યા
ઉજ્જવલા યોજના મારફતે સંખ્યાબંધ લોકો અને ખાસ કરીને મહિલાઓના જીવનમાં પ્રકાશ આવ્યો છે તે અભૂતપૂર્વ બાબત છે : પ્રધાનમંત્રી
ઉજ્જવલા યોજનાથી આરોગ્ય, સવલત અને બહેનોના સશક્તીકરણના સંકલ્પને મોટું પ્રોત્સાહન મળ્યું છે : પ્રધાનમંત્રી
હાઉસિંગ, વિજળી, પાણી, શૌચાલય, ગેસ, માર્ગ, હોસ્પિટલ અને શાળાઓ જેવી મૂળભૂત સુવિધાઓ અંગે દાયકાઓ અગાઉ ધ્યાન આપી શકાયું હોત : પ્રધાનમંત્રી
ઉજ્જવલા 2.0 યોજના લાખો પ્રવાસી મજૂરોના પરિવારોને મહત્તમ લાભ કરાવી આપશે : પ્રધાનમંત્રી
બાયો ફ્યુઅલ એ બળતણમાં આત્મનિર્ભરતા, દેશના વિકાસ અને ગામડાઓના વિકાસનું એન્જિન છે : પ્રધાનમંત્રી
વધુ સક્ષમ ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવામાં બહેનો વિશેષ ભૂમિકા અદા કરવા જઈ રહી છે : પ્રધાનમંત્રી
Posted On:
10 AUG 2021 3:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો કોન્ફરન્સ મારફતે મહોબા ઉત્તર પ્રદેશ ખાતે એલપીજી જોડાણ વિતરણ કરીને ઉજ્જવલા 2.0 યોજના (પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના – PMUY) લોન્ચ કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.
આ ઇવેન્ટમાં સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે રક્ષાબંધન નજીક આવે છે ત્યારે ઉત્તર પ્રદેશની બહેનો સાથે વાતચીત કરતાં હું આનંદ અનુભવું છું. તેમણે જણાવ્યું હતું કે ઉજ્જવલા યોજનાને કારણે સંખ્યાબંધ લોકો અને ખાસ કરીને મહિલાઓના જીવનમાં પ્રકાશ આવ્યો છે તે અભૂતપૂર્વ બાબત છે. આ યોજના 2016માં સ્વતંત્રતા સંગ્રામના લડવૈયા મંગલ પાંડેની જમીન ઉત્તર પ્રદેશના બલિયાથી લોન્ચ કરાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે આજે ઉજ્જવલા યોજનાના બીજા ચરણનો પ્રારંભ પણ ઉત્તર પ્રદેશની વીરભૂમિ મહોબાથી થઈ રહ્યો છે. તેમણે બુંદેલખંડના અન્ય એક ધરતીપુત્ર મેજર ધ્યાનચંદ અથવા તો દાદા ધ્યાનચંદને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશના સર્વોચ્ચ રમતગમત પુરસ્કારનું નામ હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ બાબતથી એવા લાખો લોકોને પ્રેરણા મળશે જેઓ રમતગમતને અપનાવવા માગે છે.
પ્રધાનમંત્રીએ એ બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું કે દેશવાસીઓને દાયકો સુધી હાઉસિંગ, વિજળી, પાણી, શૌચાલય, ગેસ, માર્ગ, હોસ્પિટલ અને શાળાઓ જેવી મૂળભૂત સુવિધાઓ માટે રાહ જોવી પડી હતી. આ પ્રકારની ઘણી બાબતો પર દાયકાઓ અગાઉ ધ્યાન આપી શકાયું હોત. તેમણે જણાવ્યું હતું કે આપણી દીકરીઓ રાષ્ટ્રના નિર્માણમાં ત્યારે જ ઘર કે રસોડાની બહાર આવવા સક્ષમ બને જ્યારે તેમની ઘર અને રસોડાની સમસ્યાઓનો પ્રારંભથી જ નિકાલ આવી ગયો હોય. તેમણે ઉમેર્યું કે આથી જ છેલ્લા છથી સાત વર્ષમાં સરકારે કેટલાક મુદ્દાઓને ઉકેલવા માટે મિશન મોડમાં કાર્ય કર્યું છે. તેમણે આવા કેટલાક કાર્યોની નોંધ લીધી હતી જેમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ દેશમાં કરોડો શૌચાલય બાંધવામાં આવ્યાઃ જેમાં ગરીબ પરિવારના બે કરોડથી વધુ ઘરોમાં મોટા ભાગે મહિલાઓના નામે શૌચાલય બાંધવામાં આવ્યા; ગ્રામ્ય માર્ગો; ત્રણ કરોડ પરિવારોને વિજળી જોડાણ પહોંચાડવામાં આવ્યા; આયુષ્યમાન ભારત યોજના 50 કરોડ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની તબીબી સારવાર માટે વીમા કવર પૂરો પાડે છે. માતૃવંદના યોજના હેઠળ ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને વેક્સિનેશન અને તંદુરસ્ત આહાર માટેના નાણાં સીધા જ તેમના ખાતામાં જમા થાય છે. કોરોના કાળ દરમિયાન જન ધન યોજના હેઠળ સરકાર દ્વારા મહિલાઓના ખાતામાં 30 હજાર કરોડ રૂપિયા જમા કરાવાયા હતા. આપણી બહેનો જન જીવન મિશન હેઠળ પાણીની પાઇપો પ્રાપ્ત કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ તમામ યોજનાઓએ મહિલાઓના જીવનમાં જોરદાર પરિવર્તન લાવી દીધું છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ઉજ્જવલા યોજનાથી આરોગ્ય, સવલત અને બહેનોના સશક્તીકરણના સંકલ્પને મોટું પ્રોત્સાહન મળ્યું છે. આ યોજનાના પ્રથમ ચરણમાં આઠ કરોડ જેટલા ગરીબ, દલિત, વંચિત, પછાત અને આદિવાસી પરિવારોને વિના મૂલ્યે ગેસ જોડાણ પૂરૂં પાડવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કોરોનાની મહામારીના યુગમાં આ વિના મૂલ્યે ગેસનું મહત્વ સમજાયું હતું. ઉજ્જવલા યોજના એલપીજી ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપ વધારી દે છે. છેલ્લા છથી સાત વર્ષ દરમિયાન એલપીજીના 11 હજાર વિતરણ કેન્દ્રો શરૂ કરાયા છે. ઉત્તર પ્રદેશમાં આ પ્રકારના કેન્દ્રો 2014માં બે હજાર હતા તે વધીને અત્યારે ચાર હજાર થઈ ગયા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 2014ની સરખામણીએ વધુને વઘુ ગેસ કનેક્શન આપીને અમે છેલ્લા સાત વર્ષમાં 100 ટકા ગેસ કવરેજની નજીક પહોંચી ગયા છીએ.
તેમણે ઉમેર્યું હતું કે બુંદેલખંડ સહિત ઉત્તર પ્રદેશમાંથી ઘણા લોકો ગામડામાંથી શહેરમાં સ્થળાંતરિત થયા છે અથવા તો અન્ય રાજ્યોમાં સ્થળાંતરિત થયા છે. ત્યાં તેઓને સરનામાના પુરાવા (એડ્રેસ પ્રુફ)ની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે ઉજ્જવલા 2.0 યોજના આ પ્રકારના લાખો પરિવારને મહત્તમ લાભ કરાવી આપશે. તેમણે ઉમેર્યું હતું કે હવે આ પ્રકારના કામદારોએ પુરાવા માટે અહીંથી તહીં ભટકવું પડશે નહીં. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના પ્રવાસી મજૂરોની પ્રામાણિકતા પર સરકારને પૂરો ભરોસો છે. આ તમામે માત્ર એટલુ જ કરવાનું છે કે તેમણે ગેસ કનેક્શન માટે એક જાતે જ પ્રમાણિત કરેલા સરનામાનું પ્રુફ આપવાનું છે.
શ્રી મોદીએ એમ પણ જણાવ્યું હતું કે પાઇપલાઇન દ્વારા ગેસ પૂરો પાડવાના પ્રયાસો મોટા પ્રમાણમાં હાથ ધરાયા છે. તેમણે જણાવ્યું હતું કે પીએનજી એ સિલિન્ડર કરતાં ઘણો સસ્તો છે અને પૂર્વ ભારતમાં ઉત્તર પ્રદેશ સહિત મોટા ભાગના જિલ્લાઓમાં પીએનજી પૂરું પાડવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશના 50 જિલ્લાથી વધુમાં 12 લાખ કરતાં વધારે ઘરોને પીએનજીથી જોડવાનો લક્ષ્યાંક છે. તેમણે માહિતી આપી હતી કે અમે આ લક્ષ્યાંકથી ઘણા નજીક છીએ.
બાયો ફ્યુઅલ અંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બાયો ફ્યુઅલ એ માત્ર ક્લીન ફ્યુઅલ નથી પણ સાથે સાથે તે ફ્યુઅલમાં આત્મ નિર્ભરના એન્જિનને વેગ આપે છે. આ એન્જિન દેશના વિકાસનું એન્જિન છે અને આ એન્જિન એ દેશના ગામડાઓના વિકાસનું એન્જિન છે. તેમણે ઉમેર્યું હતું કે બાયો ફ્યુઅલ એવી ઉર્જા છે જે આપણે ઘર અને ખેતરોના બગાડમાંથી, પ્લાન્ટમાંથી કે બગડેલા અનાજમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તેમ્ણે એવી માહિતી આપી હતી કે છેલ્લા છ સાત વર્ષમાં આપણે દસ ટકા બ્લેન્ડિંગના લક્ષ્યાંકની નજીક પહોંચી ગયા છીએ અને આપણે આગામી ચારથી પાંચ વર્ષમાં 20 ટકા બ્લેન્ડિંગના લક્ષ્યાંક તરફ આગળ ધપી રહ્યા છીએ. ઉત્તર પ્રદેશમાં ગયા વર્ષ દરમિયાન સાત હજારની કરોડની કિંમત જેટલા ઇથોનોલની ખરીદી થઈ હતી. રાજ્યમાં ઇથોનોલ અને બાયો ફ્યુઅલને લગતા એકમો સ્થાપવામાં આવ્યા હત. રાજ્યના 70 ટકા જેટલા જિલ્લામાં શેરડીના કચરા, સીબીજી પ્લાન્ટમાંથી કોમ્પ્રેસ્ડ બાયોગેસ બનાવવા માટે એકમો સ્થાપવાની પ્રક્રિયા ચાલી રહી છે. ‘પરાલી’માંથી બાયો ફ્યુઅલ બનાવવા માટે બુદાઉન અને ગોરખપુરમાંથી પ્લાન્ટ આવી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મૂળભૂત સુવિધાઓ પૂર્ણ કર્યા બાદ હવે દેશ વધુ બહેતર જીવનના સ્વપ્નને સાકાર કરવા માટે આગળ ધપી રહ્યો છે. આપણે આગામી 25 વર્ષમાં આ સંભવિત વિકાસને પૂર્ણ કરવાનો છે. આપણે સાથે મળીને સક્ષમ ભારતના સંકલ્પને સિદ્ધ કરવાનો છે. આ કાર્યમાં બહેનો વિશેષ ભૂમિકા અદા કરવા જઈ રહી છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1744469)
Visitor Counter : 482
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam