પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 7 ઓગસ્ટે મધ્યપ્રદેશમાં પીએમજીકેએવાયના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે

Posted On: 05 AUG 2021 6:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 ઓગસ્ટ, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય)ના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે.

રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંગે વધુ જાગૃતિ ફેલાવવાના હેતુથી આક્રમક અભિયાન શરૂ કરાયું છે જેથી કોઈપણ લાયક વ્યક્તિ આ યોજનાના લાભથી વંચિત ન રહે. રાજ્ય 7 ઓગસ્ટ, 2021નો દિવસ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દિવસ તરીકે ઉજવશે.

પીએમજીકેએવાય અંતર્ગત, મધ્યપ્રદેશમાં 4.83 કરોડ લાભાર્થીઓ 25000થી વધુ સસ્તા અનાજની દુકાનોમાંથી મફત રાશન મેળવી રહ્યા છે.

મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, ત્રિપુરા, હરિયાણા અને ગોવા રાજ્યના ફૂડ સેક્ટરના મંત્રીઓ તથા અધિકારીઓ પણ સાક્ષી બનશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(Release ID: 1742912) Visitor Counter : 298