પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 5 ઓગસ્ટે ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે
Posted On:
04 AUG 2021 9:27AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટ, 2021ના રોજ ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 1 વાગ્યે સંવાદ કરશે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ 5 ઓગસ્ટ, 2021ને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દિવસ તરીકે ઉજવી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં એક વિશાળ જાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે જેથી કોઈ લાભાર્થી યોજનાના લાભોથી વંચિત ન રહે.
રાજ્યના લગભગ 15 કરોડ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા વિનામૂલ્યે રાશન મળી રહ્યું છે. રાજ્યમાં લગભગ 80,000 વાજબી ભાવની દુકાનો યોજનાના લાભાર્થીઓને અનાજનું વિતરણ કરી રહી છે.
આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે.
SD/GP/BT
(Release ID: 1742180)
Visitor Counter : 260
Read this release in:
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada