પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તબીબી અભ્યાસક્રમોમાં ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત આપવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરી
Posted On:
29 JUL 2021 4:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચાલુ શૈક્ષણિક વર્ષથી મેડિકલ/ડેન્ટલ અભ્યાસક્રમોમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે અખિલ ભારતીય ક્વોટા યોજનામાં ઓબીસી માટે 27% તથા આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત આપવાના સરકારના સિમાચિહ્નરૂપ નિર્ણયની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કહ્યું;
“અમારી સરકારે ચાલુ શૈક્ષણિક વર્ષથી મેડિકલ/ડેન્ટલ અભ્યાસક્રમોમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે અખિલ ભારતીય ક્વોટા યોજનામાં ઓબીસી માટે 27% તથા આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત આપવાના સરકારના સિમાચિહ્નરૂપ નિર્ણય લીધો છે.
આ નિર્ણયથી દર વર્ષે આપણા હજારો યુવાનોને વધુ ઉત્તમ તકો પ્રાપ્ત કરવામાં મદદ મળશે અને તેનાથી આપણા દેશના સામાજિક ન્યાયનું નવું ઉદાહરણ બનશે.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1740372)
Visitor Counter : 285
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam