સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ 19 મૃત્યુ દર: ખોટી માન્યતાઓ વિ. હકીકતો


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હંમેશા રાજ્યોને તેમની હૉસ્પિટલોમાં ડૅથ ઓડિટ કરવાની અને કોઇ પણ કેસ કે મોત ચૂકાઇ ગયા હોય એની જાણ કરવાની પણ સલાહ આપી છે

ભારત આઇસીએમઆરની ગાઈડલાઇનને અનુસરે છે જે તમામ કોવિડ-19 મોતની સાચી નોંધણી માટે ડબલ્યુએચઓએ ભલામણ કરેલા આઇસીડી-10 કૉડ્સ પર આધારિત છે

કોવિડ-19 મૃત્યુઓને નોંધવા માટે ભારત પાસે તંદુરસ્ત પ્રણાલિ છે

Posted On: 22 JUL 2021 11:01AM by PIB Ahmedabad

મહામારી દરમિયાન સત્તાવાર કોવિડ-19 મૃત્યુ આંકને વિશાળ રીતે ઓછો ગણેલો ગણાવીને ભારતમાં વધારાના મૃત્યુ લાખોમાં હોઇ શકે છે એવા આક્ષેપો કરતા તાજેતરના કેટલાંક મીડિયા અહેવાલ છે.

આ અખબારી અહેવાલોમાં સિરો-પૉઝિટિવિટીના આધારે ભારતમાં વધારાના મૃત્યુ ગણવા માટે તાજેતરના કેટલાંક અભ્યાસોના તારણો, અમેરિકા અને યુરોપિયન દેશોના વય જૂથ સંબંધી ચેપ મૃત્યુ દરોનો ઉપયોગ કરાયો છે. મોતની જાણીતી હકીકત પરથી અજાણી હકીકત વિશે અનુમાન કરવાની ક્રિયા એવી ઉદ્ધત ધારણા પર કરાઈ છે કે કોઇ પણ આપેલ ચેપી વ્યક્તિના મરવાની સંભાવના સમગ્ર દેશોમાં એક સમાન હોય છે, એમાં વંશ, લોકજાતિ, વસ્તીનું જનીન બંધારણ, અન્ય રોગોનું અગાઉનું સ્તર અને એ વસ્તીમાં વિક્સેલી સંબંધિત રોગ પ્રતિકારક શક્તિ જેવા વિવિધ પ્રત્યક્ષ અને પરોક્ષ પરિબળોની વચ્ચે અરસપરસની અસરને ફગાવી દેવાઇ છે.

વધુમાં, સિરો પ્રસાર અભ્યાસો ગ્રહણ ક્ષમ વસ્તીને ચેપના વધુ ફેલાવાથી અટકાવવા વ્યૂહરચના અને પગલાંઓનાં માર્ગદર્શન માટે જ નથી વપરાતા પણ મોતના અનુમાન કરવાના વધુ એક આધાર તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. અભ્યાસોમાં એવી પણ સંભવિત ચિંતાઓ છે કે સમય જતાં એન્ટીબૉડીઝના ટાઇટર્સ (રોગ સામે શરીર પ્રતિદ્રવ્યો બનાવે એની ઘનિષ્ટતા) ઘટવા લાગે છે, એનાથી સાચા પ્રસારનો ઓછો અંદાજ બાંધવા તરફ અને એને અનુરૂપ ચેપ મૃત્યુ દર (ઇન્ફેક્શન ફેટાલિટી રેટ)નો વધારે પડતો અંદાજ બાંધવા સુધી દોરી જઈ શકે છે. વધુમાં અહેવાલોમાં ધારણા કરાઇ છે કે તમામ વધારાના મૃત્યુનાં આંકડા કોવિડથી થયેલાં મોત છે જે એ હકીકતોના આધારે નથી અને સંપૂર્ણ ભ્રામક-મિથ્યા છે. વધારાના મૃત્યુ એ તમામ કારણોથી થયેલા મોતનાં આંકડા વર્ણવવા વપરાતો શબ્દ છે અને આ મોતોને કોવિડ-19 મોત ગણવા એ સંપૂર્ણ ગેર માર્ગે દોરવનારું છે.

ભારત પાસે સંપૂર્ણ સંપર્ક ટ્રેસિંગ વ્યૂહરચના છે. તમામ પ્રાથમિક સંપર્કો, પછી એમને લક્ષણો હોય કે ન હોય એમના કોવિડ-19 માટે ટેસ્ટ કરવામાં આવે છે. સાચા શોધાયેલા કેસો એ છે જે આરટી-પીસીઆર ટેસ્ટ પૉઝિટિવ હોય અને કોવિડ-19 ટેસ્ટ માટે આરટી-પીસીઆર ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. આ સંપર્કો ઉપરાંત, દેશમાં 2700થી વધારે ટેસ્ટિંગ લૅબોરેટરીઝનું વિશાળ નેટવર્ક ઉપલબ્ધ હોય, જેમને ટેસ્ટ કરાવવો હોય તે ટેસ્ટ કરાવી શકે છે. લક્ષણો વિશે અને તબીબી સુવિધાઓના ઉપલબ્ધ વિશાળ આઇઈસીની સાથે એ સુનિશ્ચિત થયું છે કે લોકો જરૂર ઊભી થાય તો હૉસ્પિટલ જઈ શકે છે.

ભારતમાં તંદુરસ્ત અને કાયદા આધારિત મૃત્યુ નોંધણીની પ્રણાલિને જોતા, ચેપી રોગ અને એના વ્યવસ્થાપનના સિદ્ધાંતો મુજબ અમુક કેસો વણશોધાયેલા હોઇ શકે છે, પણ મોત ચૂકી જવાની સંભાવના નથી. આ કેસ મૃત્યુ દરમાં પણ જોઇ શકાય છે જે 2020ની 31મી ડિસેમ્બર મુજબ 1.45% છે અને એપ્રિલ-મે 2021માં બીજી લહેરમાં અનુભવાયેલા અણધાર્યા ઉછાળા બાદ પણ કેસ મૃત્યુ દર 1.34% રહ્યો છે.

વધુમાં, ભારતમાં દૈનિક કેસો અને મોત નોંધવાનું તળિયાના- બૉટમ અપ અભિગમને અનુસરે છે જ્યાં જિલ્લાઓ કેસોની અને મોતની સંખ્યા રાજ્ય સરકારોને અને કેન્દ્રીય મંત્રાલયને સતત આધારે મોકલે છે. મે 2020ની શરૂઆતમાં જ, નોંધાયેલા મોતની સંખ્યામાં કોઇ પણ વિસંગતતા કે ગૂંચવાડાને ટાળવા ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)એ મૃત્યુ દર કોડિંગ માટે ડબલ્યુએચઓ દ્વારા ભલામણ કરાયેલ આઇસીડી-10 મુજબ રાજ્યો/સંઘ પ્રદેશો દ્વારા તમામ મોતની સાચી નોંધણી માટે ‘ગાઈડન્સ ફોર એપ્રોપ્રિયેટ રેકોર્ડિંગ ઑફ કોવિડ-19 રિલેટેડ ડેથ્સ ઈન ઇન્ડિયા) જારી કરી હતી.

રાજ્ય સભામાં ગઈકાલે પોતાના નિવેદનમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ કોવિડ-19 મોત છૂપાવવાના આક્ષેપોને રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો દ્વારા મોકલાયેલા ડેટાનું માત્ર સંકલન કરે છે અને એ ડેટા પ્રસિદ્ધ કરે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વારંવાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વિધિવત સંદેશાઓ, બહુવિધ વીડિયો કૉન્ફરન્સિંગ અને મોતની નોંધણી નિર્ધારિત માર્ગદર્શિકાને સુસંગત રીતે કરવા માટે કેન્દ્રીય ટીમો ગોઠવવા સલાહ આપી રહ્યું છે. આરોગ્ય મંત્રાલય જિલ્લાવાર કેસો અને મોત પર દૈનિક આધારે દેખરેખ માટે તંદુરસ્ત નોંધણી-અહેવાલ યંત્રણા માટેની જરૂરિયાત પર નિયમિત રીતે ભાર મૂકતું આવ્યું છે. રાજ્યોને એમની હૉસ્પિટલોમાં સંપૂર્ણ ઑડિટ્સ કરાવવા અને જિલ્લામાં કોઇ પણ કેસ કે મોત ચૂકાઇ ગયા હોય તો તારીખવાર વિગતો સાથે જણાવવા સલાહ અપાઇ છે જેથી માહિતી ચાલિત નિર્ણય નિર્ધારણનું માર્ગદર્શન થઈ શકે. બીજી લહેરની ટોચ દરમિયાન, સમગ્ર આરોગ્ય પ્રણાલિનું ધ્યાન તબીબી મદદની જરૂર હોય એવા કેસોના અસરકારક નૈદાનિક વ્યવસ્થાપન પર કેન્દ્રીત હતું અને સાચો અહેવાલ અને નોંધણી પર સમાધાન થઈ શક્યું હોઇ શકે જે મહારાષ્ટ્ર, બિહાર અને મધ્ય પ્રદેશ જેવા જૂજ રાજ્યોમાં ફલિત થાય છે જેમણે તાજેતરમાં એમની સંખ્યાઓ ફરી મેળવી છે.

આ અહેવાલ ઉપરાંત, કાયદા આધારિત સિવિલ રજિસ્ટેશન સિસ્ટમ (સીઆરએસ)ની તંદુરસ્તી સુનિશ્ચિત કરે છે કે તમામ જન્મ અને મરણની દેશમાં નોંધણી થાય. સીઆરએસ ડેટા એકત્રીકરણ, શોધન, સરખાવવું અને સંખ્યા પ્રકાશનની પ્રક્રિયાને અનુસરે છે અને તે લાંબી સમય માગતી પ્રક્રિયાઓ હોવા છતાં એ સુનિશ્ચિત કરે છે કે કોઇ મોત છૂટી ન જાય. આ પ્રવૃત્તિને વિસ્તારવા અને મોકળાશ માટે સંખ્યાઓ સામાન્ય રીતે બીજા વર્ષે પ્રસિદ્ધ થાય છે.

 

SD/GP/BT(Release ID: 1737674) Visitor Counter : 381