યુવા બાબતો અને રમત મંત્રાલય

શ્રી અનુરાગ ઠાકુરે ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માટે ભારતીય ટીમની તૈયારી / ભાગીદારીની સમીક્ષા કરવા માટે ઉચ્ચ-સ્તરની સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી

પોસ્ટેડ ઓન: 12 JUL 2021 5:05PM by PIB Ahmedabad

ટોક્યો ઓલિમ્પિક 2020 માટે ભારતીય ટીમની તૈયારી / ભાગીદારીની સમીક્ષા કરવા માટે આજે (12-07-2021) યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય સમિતિની 7મી બેઠક મળી હતી. આ બેઠકમાં યુવા બાબતો અને રમત ગમત રાજ્યમંત્રી  શ્રી નિશિથ પ્રામાણિક પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં ટોક્યો ઓલિમ્પિક માટે પસંદગીના ખેલાડીઓ માટેની વર્લ્ડ ક્લાસ તાલીમ અને સુવિધા સહિતના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

શ્રી અનુરાગ સિંહ ઠાકુરે #Cheer4India અભિયાનની પ્રગતિ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની 13મી જુલાઈના રોજ સાંજે 5 કલાકે ટોક્યો ઓલિમ્પિક માટે જનારા ખેલાડીઓ સાથેની વાતચીતની તૈયારીઓની બાબતમાં પણ ચર્ચા કરી કે જેથી તેમને આગામી રમતોમાં ભાગ લેતા પહેલા તેમને પ્રોત્સાહિત કરી શકાય. આ વાર્તાલાપનું  દૂરદર્શન અને વિવિધ સરકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

 

SD/GP/BT


(રીલીઝ આઈડી: 1734813) મુલાકાતી સંખ્યા : 305