મંત્રીમંડળ
ભારત અને મ્યાનમાર વચ્ચે આરોગ્ય સંશોધન ક્ષેત્રે સમજૂતીના કરારને કેબિનેટની મંજૂરી
Posted On:
30 JUN 2021 4:17PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર), ભારત અને ડિપાર્ટમેન્ટ ઓફ મેડિકલ રિસર્ચ (ડીએમઆર), આરોગ્ય અને રમત મંત્રાલય, મ્યાનમાર વચ્ચે, નવી દિલ્હી ખાતે ફેબ્રુઆરી, 2020માં હસ્તાક્ષર કરાયેલા સમજૂતીના કરાર (એમઓયુ) નું મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતું.
આ સમજૂતીના કરારનો ઉદ્દેશ આરોગ્ય ક્ષેત્રે પરસ્પરનાં સંશોધનના વિષયો બાબતે સંબંધોનું નિર્માણ કરવાનો છે. એના મહત્વના ઉદ્દેશો નીચે મુજબ છેઃ
(એ) ચેપી રોગોની નાબૂદી (આ અંગે પરસ્પર નિર્ણય કરાશે).
(બી) ઉભરતા અને વાયરલ ચેપ માટે નેટવર્ક પ્લેટફોર્મ વિકસાવવું.
(સી) સંશોધન પધ્ધતિઓ, વ્યવસ્થાપન, ક્લિનિકલ ટ્રાયલ્સ, નીતિગત બાબતે વગેરે અંગે તાલિમ/ ક્ષમતા નિર્માણ.
(ડી) નિયમનલક્ષી વ્યવસ્થામાં સંવાદિતા.
વર્કશોપ્સ/ બેઠકો અને સંશોધન યોજનાઓ અંગેનો નિર્ણય જે તે સમયે ઉપલબ્ધ ભંડોળના આધારે નક્કી કરવામાં આવશે. પક્ષકારો એક જોઈન્ટ વર્કિંગ ગ્રુપ (જેડબલ્યુજી)ની સ્થાપના કરશે, જેમાં દરેક સંસ્થામાં ડેલિગેટ્સનો સમાવેશ કરાશે. જોઈન્ટ વર્કિંગ ગ્રુપના સભ્યોની બેઠકો ભારત અને મ્યાનમારમાં વૈકલ્પિક રીતે યોજાશે. તેમના વિઝા એન્ટ્રી, નિવાસ, દૈનિક ભથ્થું, આરોગ્ય વીમો, સ્થાનિક પરિવહન ખર્ચ, મોકલનાર પક્ષ ભોગવશે, જ્યારે જોઈન્ટ વર્કિંગ ગ્રુપની બેઠકોનો સંસ્થાકિય ખર્ચ યજમાન પક્ષ ભોગવશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1731549)
Visitor Counter : 252
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam