ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના 6 વર્ષ પૂરા થવા પર ડિજિટલ ઇન્ડિયાની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે

Posted On: 30 JUN 2021 12:44PM by PIB Ahmedabad

ભારતને ડિજિટલી સશક્ત સમાજ અને જ્ઞાન અર્થતંત્રમાં પરિવર્તન લાવવાની દ્રષ્ટિ સાથે શરૂ કરાયેલ મુખ્ય કાર્યક્રમ ડિજિટલ ઇન્ડિયા 1 જુલાઈ 2021ના ​​રોજ તેના 6 વર્ષ પૂર્ણ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ મહત્વાકાંક્ષી કાર્યક્રમ 1લી જુલાઇ, 2015ના રોજ શરૂ કર્યો હતો અને તે આજ સુધીના નવા ભારતની સૌથી મોટી સફળતાની ગાથામાંનો એક છે - આ કાર્યક્રમથી સેવાઓને સક્ષમ બનાવાઈ છે, સરકારને નાગરિકોની નજીક લાવ્યો છે, નાગરિક જોડાણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને લોકોને સશક્તીકરણ આપવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ લોકપ્રિય પહેલના 6 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારત સરકારનો ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય આ દિવસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરશે. પ્રધાનમંત્રી ડિજિટલ ઈન્ડિયાની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સંબોધિત કરશે અને તેમની સાથે વાતચીત કરશે.

પહેલી જુલાઈએ યોજાનારા આ કાર્યક્રમની શરૂઆત ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી, કાયદો અને ન્યાય અને સંદેશાવ્યવહાર મંત્રી શ્રી રવિશંકર પ્રસાદના પ્રારંભિક સંબોધન સાથે થશે.

કાર્યક્રમમાં ડિજિટલ ઇન્ડિયાની મોટી સિદ્ધિઓ પર એક વિડિયો પ્રસ્તુતિ બતાવવામાં આવશે. ત્યારબાદ ડિજિટલ ઇન્ડિયાની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીનું એક અરસપરસ સત્ર થશે. આ સત્રનું સંચાલન, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ શ્રી અજય સાહની કરશે.

આ કાર્યક્રમની બાબતમાં ડિજીટલ ઈન્ડિયા કોર્પોરેશનના એમડી અને સીઈઓ, ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયના નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિડન (એનઈજીડી)ના અધ્યક્ષ અને સીઇઓ શ્રી અભિષેક સિંહે જણાવ્યું કે એક ખૂબ જ ઈન્ટરેક્ટિવ અને માહિતીપ્રદ સત્ર થવાનું જેમાં પ્રધાનમંત્રી દેશભરના ડિજિટલ ઇન્ડિયાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. અમારા માટે તે ગૌરવપૂર્ણ ક્ષણ છે કારણ કે પ્રધાનમંત્રી તરફથી અમને મળેલું માર્ગદર્શન અને સમર્થન અતુલ્ય છે, અમે તેમના ગતિશીલ નેતૃત્વ હેઠળ ડિજિટલ ઇન્ડિયાની પહેલને આગળ ધપાવવાની આશા રાખીએ છીએ.

ઇન્ટરેક્ટિવ સેશન પછી પ્રધાનમંત્રીનું આતુરતાપૂર્ણ રાહ જોવાતું સંબોધન થશે, જેમાં તેઓ ડિજિટલ ઇન્ડિયાની વિવિધ સિદ્ધિઓ અને લોકોને જોડવામાં વર્ષોથી તેની સફળતાની ગાથા રજૂ કરશે. પ્રધાનમંત્રી આ યોજનાના અત્યાર સુધીના વિકાસ અને આગળના વિકાસ કામો અંગે પણ પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરશે.

કાર્યક્રમની બધી વાતચીત અને સંબોધન વર્ચ્યુઅલ રીતે થશે. અમે સૌને આ અદભૂત કાર્યક્રમ માટે 1લી જુલાઈના રોજ 11:00 વાગ્યે https://pmindiawebcast.nic.inના માધ્યમ થી આમંત્રિત કરીએ છીએ. તેનું લાઇવ ટેલિકાસ્ટ ડિજિટલ ભારતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે કે ફેસબુક અને યુટ્યુબ પર પણ ઉપલબ્ધ થશે.

SD/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1731449) Visitor Counter : 299