આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

2021-22 માટે ફોસ્ફેટિક અને પોટાસિક (પી એન્ડ કે) ખાતર માટે પોષક પદાર્થ આધારિત સબસિડી (એનબીએસ) દરોને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

Posted On: 16 JUN 2021 3:36PM by PIB Ahmedabad

વર્ષ 2021-22 (હાલની સિઝન સુધી) માટે પી એન્ડ કે ખાતર માટે પોષક પદાર્થ આધારિત સબસિડીના દરો નક્કી કરવા માટેની ખાતર વિભાગની દરખાસ્તને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી આર્થિક બાબતો અંગેની કૅબિનેટ સમિતિની મીટિંગમાં મંજૂરી આપવામાં આવી છે. જાહેરનામાની તારીખથી અમલી બનતા એનબીએસ (ન્યુટ્રિઅન્ટ બૅઝ્ડ સબસિડી) માટેના મંજૂર દરો આ મુજબ રહેશે:

 

                              કિલોગ્રામ દીઠ સબસિડીના દરો (રૂપિયામાં)

એન (નાઇટ્રોજન)

 

પી (ફોસ્ફરસ)

 

કે(પોટાશ)

 

એસ(સલ્ફર)

 

18.789

 

45.323

 

10.116

 

2.374

 

 

ખાતર ઉત્પાદકો/આયાતકારો મારફત ભારત સરકાર યુરિયા અને પી એન્ડ કે ખાતરના 22 ગ્રેડ્સ (ડીએપી સહિત) સહિતના ખાતરો ખેડૂતોને સબસિડાઇઝ્ડ દરે ઉપલબ્ધ કરાવે છે. 1.04.2010થી અમલી છે એ રીતે પી એન્ડ કે ખાતરો પરની સબસિડી એનબીએસ યોજના હેઠળ ઠરાવાય છે. સરકાર એના ખેડૂત તરફી અભિગમને સુસંગત, ખેડૂતોને પરવડે એવા દરે પી એન્ડ કે ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે. એનબીએસના દરો મુજબ ખાતર કંપનીઓને સબસિડી આપવામાં આવે છે જેથી તેઓ ખેડૂતોને પરવડે એવા ભાવે ખાતર ઉપલબ્ધ કરાવી શકે.

છેલ્લાં કેટલાક મહિનાઓથી, ડીએપી અને અન્ય પી એન્ડ કે ખાતરોની કાચી સામગ્રીના આંતરરાષ્ટ્રીય ભાવો તીવ્ર રીતે વધ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તૈયાર ડીએપી ઇત્યાદિના ભાવો પણ વધ્યા છે. આ તીવ્ર વધારા છતાં, ભારતમાં કંપનીઓ દ્વારા શરૂઆતમાં ડીએપીના ભાવો વધારવામાં આવ્યા ન હતા, તેમ છતાં, આ નાણાકીય વર્ષની શરૂઆતમાં કેટલીક કંપનીઓએ ડીએપીના ભાવો વધાર્યા હતા.

સરકાર ખેડૂતોની ચિંતાઓ પ્રતિ સંપૂર્ણ સંવેદનશીલ છે અને પરિસ્થિતિને હાથ ધરવા માટે પહેલેથી પગલાં લઈ રહી છે, જેથી, ખેડૂત સમુદાયને પી એન્ડ કે (ડીએપી સહિત) ખાતરોના આ ભાવવધારાની અસરોમાંથી બચાવી શકાય. એ મુજબ, પહેલાં પગલાં તરીકે, સરકારે તમામ ખાતર કંપનીઓને નિર્દેશ આપી જ દીધો હતો કે ખેડૂતો માટે બજારમાં આ ખાતરોની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે. દેશમાં ખાતરની ઉપલબ્ધતા પર સરકાર દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.

ડીએપીના ભાવના મોરચે, સરકારે તમામ ખાતર કંપનીઓને ડીએપી ઇત્યાદિના એમના જૂના સ્ટૉકસને જૂના ભાવે જ વેચવા કહી દીધું હતું. આ ઉપરાંત, સરકાર દ્વારા એની સંમતિ અપાઇ હતી કે, કોવિડ મહામારીની બીજી લહેરમાં અચાનક ઉછાળાના કારણે દેશ અને એના નાગરિકો (ખેડૂતો સહિત) અભૂતપૂર્વ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. કોવિડ-19 મહામારી દરમ્યાન લોકોએ વેઠવી પડતી હાડમારીને ધ્યાનમાં રાખીને ભારત સરકારે વિવિધ ખાસ પૅકેજીસ પહેલેથી જાહેર કરી દીધાં છે. એવી જ રીતે, ભારતમાં ડીએપીના ભાવની કટોકટીને અસાધારણ સ્થિતિ તરીકે અને ખેડૂતો માટે આપદા તરીકે વિચારીને ભારત સરકારે ખેડૂતો માટે ખાસ પેકેજ તરીકે એનબીએસ સ્કીમ હેઠળ સબસિડીના દરો એવી રીતે વધાર્યા છે જેથી ડીએપીની એમઆરપી (મહત્તમ વેચાણ કિમત) ( અન્ય પી એન્ડ કે ખાતરો સહિત) ગત વર્ષના સ્તરે હાલની ખરીફ સિઝન સુધી રાખી શકાય. ખેડૂતોની હાડમારી ઘટાડવા માટે કોવિડ-19 પૅકેજ તરીકે એક વખતના પગલાં સ્વરૂપે આમ કરવામાં આવ્યું છે. જૂજ મહિનાઓમાં આંતરરાષ્ટ્રીય ભાવો નીચા આવશે એવી ધારણાથી ભારત સરકાર એ મુજબ સ્થિતિની સમીક્ષા કરશે અને એ વખતે સબસિડીના દરો બાબતે નિર્ણય લેશે. આવી વ્યવસ્થા માટે વધારાના સબસિડી બોજનો અંદાજ આશરે રૂ. 14,775 કરોડની આસપાસ રહેશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1727556) Visitor Counter : 361