ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હી ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશમાં પૂરની પરિસ્થિતિનો સામનો કરવા માટેની તૈયારીની સમીક્ષા કરી, આ બેઠકમાં ગૃહ મંત્રીશ્રીએ હવામાન વિભાગ, જળશક્તિ મંત્રાલય, સીડબ્લ્યુસી અને એનડીઆરએફની નવી વ્યવસ્થાઓ અંગે ઘણા નિર્ણયો લીધા

શ્રી અમિત શાહે દેશમાં દર વર્ષે આવતા પૂરની સમસ્યાને ઘટાડવા માટેની વ્યાપક અને મહત્વપૂર્ણ નીતિ ઘડવા માટે લાંબા ગાળાના ઉકેલોની સમીક્ષા કરી

કેન્દ્રીય ગૃહ મંત્રીએ અધિકારીઓને દેશના પ્રમુખ કેચમેન્ટ ઝોન અને ક્ષેત્રોમાં પૂર અને જળ સ્તર વધવાની આગાહી માટે એક કાયમી યોજના ઘડવા માટે કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓને બહેતર સંકલન જાળવી રાખવાના આદેશો આપ્યા

શ્રી અમિત શાહે જળ શક્તિ મંત્રાલયને મોટા બંધમાંથી માટી બહાર કાઢવા માટે એક યોજના બનાવવાનું સૂચન કર્યું જેનાથી બંધની ક્ષમતા વધારવા તથા પૂર નિયંત્રણમાં મદદ મળી શકશે

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ભારતીય હવામાન વિભાગ તથા કેન્દ્રના જળ આયોગ જેવી ટેકનિકલ સંસ્થાઓને હવામાન તથા પૂરની વધુ સચોટ આગાહી માટે અત્યાધુનિક ટેકનિક અને સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરવાની સલાહ પણ આપી

કેન્દ્રીય ગૃહ મંત્રીએ વિજળી પડવા અંગેની ભારતીય હવામાન વિભાગની ચેતવણી અલગ અલગ માધ્યમો મારફતે પ્રજા સુધી ઝડપથી પહોંચાડવા માટે તરત જ એક એસઓપી બનાવવાનો આદેશ આપ્યો

હવામાનની ભવિષ્યવાણી અંગે અલગ અલગ મોબાઇલ એવી જેવી કે ઉમંગ, રેન એલાર્મ અને દામિની એપના મહત્તમ પ્રચાર કરાય જેથી તેનો લાભ નિર્ધારિત વસતિ સુધી

Posted On: 15 JUN 2021 8:14PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હી ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશમાં પૂરની પરિસ્થિતિનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. બેઠકમાં ગૃહ મંત્રીજીએ ભારતના હવામાન વિજ્ઞાન વિભાગ, જળ શક્તિ મંત્રાલય, કેન્દ્રીય દળ આયોગ (સીડબ્લ્યુસી) અને એનડીઆરએફના સંયોજન માટેની એક નવી વ્યવસ્થા અંગે ઘણા નિર્ણય લીધા હતા. ઉપરાંત તેમણે દેશમાં વર્ષે આવનારા પૂરની સમસ્યાને ઘટાડી શકાય તે માટે વ્યાપક અને મહત્વપૂર્ણ નીતિ ઘડવા માટે દીર્ઘકાલીન ઉકેલોની પણ સમીક્ષા કરી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ અધિકારીઓને દેશના પ્રમુખ કેચમેન્ટ ઝોન તથા ક્ષેત્રોમાં પૂર અને જળ સ્તર વધવા અંગેની આગાહી માટે એક કાયમી વ્યવસ્થા બનાવવા માટે કેન્દ્રીય અને રાજ્યોની એજન્સી વચ્ચે બહેતર સંકલન જાળવી રાખવાનો આદેશ પણ આપ્યા હતા.

 

શ્રી અમિત શાહે જળ શક્તિ મંત્રાલયને મોટા મોટા બંધોમાંથી માટી બહાર કાઢવા માટે એક યોજના ઘડવાનું સૂચન કર્યું જેનાથી બંધની ક્ષમતા વધારવામાં તથા પૂર નિયંત્રણમાં મદદ મળી શકશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ તથા કેન્દ્રીય જળ આયોગ (સીડબ્લ્યુસી) જેવી તકનિકી સંસ્થાઓને હવામાન તથા પૂર અંગેની વધુ સચોટ આગાહી માટે અત્યાધુનિક ટેકનિક અને સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ વિજળી પડવાની ઘટના અંગે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગની ચેતવણી ટેલિવિઝન, એફએમ રેડિયો, એસએમએસ અને અન્ય માધ્યમો મારફતે પ્રજા સુધી સત્વરે પહોંચાડવા માટે એક એસઓપી ઘડી કાઢવાનો આદેશ આપ્યો હતો. તેમણે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગને હવામાન અંગેની આગાહી અંગે વિવિધ મોબાઇલ એપ જેવી કે 'ઉંમગ' 'રેન એલાર્મ ' 'દામિની' એપનો મહત્તમ પ્રચાર કરવા અંગે પણ આદેશ આપ્યો હતો જેથી તેનો લાભ ચોક્કસ વસતિ સુધી પહોંચી શકે. 'દામિની ' એપના માધ્યમથી ત્રણ કલાક પહેલાં વિજળી પડવા અંગે ચેતવણી આપી શકાય છે જેથી જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય.

શ્રી અમિત શાહે નદીઓ પર વધતા જતા દબાણ અંગે સેટેલાઇટ માધ્યમથી અભ્યાસ કરવાનું પણ સૂચન કર્યું હતું. ઉપરાંત તેમણે કહ્યું કે આપણે નદીઓ પ્રત્યે સંવેદનશીલ બનીને નદીના હિસ્સાના જળ વિશે પણ ધ્યાન આપવું જોઇએ. ગૃહ મંત્રીએ કેન્દ્રીય જળ આયોગ, ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ અને એનડીઆરએફને નદીઓના જળ સ્તર અને પૂરની પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખવાનો આદેશ આપતાં ગૃહ મંત્રાલયને તેનો અહેવાલ સુપરત કરવાનું કહ્યું હતું. શ્રી અમિત શાહે એનડીઆરએફના મહાનિર્દેશક સાથે પૂર સંબંધિત રાજ્યોના એસડીઆરએફ પ્રમુખો સાથે સત્વરે બેઠક યોજવાનો આદેશ પણ આપ્યો હતો.

ગયા વર્ષે ત્રીજી જુલાઈએ હાથ ધરાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી અમિત શાહ દ્વારા આપવામાં આવેલા આદેશોનું પાલન કરીને કેન્દ્રીય જળ આયોગે (સીડબ્લ્યુસી) દેશના તમામ જળાશયોમાં આવનારા પાણી અંગે પાંચ દિવસ એડવાન્સમાં ભવિષ્યવાણી કરવાની શરૂ કરી દીધી હતી. શ્રી અમિત શાહે આજની બેઠકમાં જળ શક્તિ મંત્રાલય અને કેન્દ્રીય જળ આયોગને બંધના અધિકારીઓને પાણીના નિકાસની આગોતરી જાણકારી આપવા તથા તેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન કરવા માટે નિષ્ણાતોનું એક સશક્ત જૂથ રચવાનો આદેશ આપ્યો હતો જેથી પૂરની અસર ઘટાડી શકાય અને જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય.

બેઠકમાં ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના ડાયરેક્ટર જનરલ અને કેન્દ્રીય જળ આયોગ (સીડબ્લ્યુસી)ના ચેરમેને એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું તથા કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા ગયા વર્ષની બેઠકમાં કરાયેલા આદેશો સામે હાથ ધરાયેલી કામગીરીની માહિતી આપી હતી. સાથે તેમણે હવામાન અને પૂર અંગેની આગાહી વિશે કરાયેલા ટેકનિકલ સુધારા અને ભારતમાં ડેમ કેરુલ કર્વ્સને અપડેટ કરવાના પ્રયાસો અંગે પણ માહિતી આપી હતી. સીડબ્લ્યુસીના વડાએ બંધ અને જળાશયોના મેનેજમેન્ટ, નેપાળમાં પ્રસ્તાવિત પરિયોજનાઓ અને બંધને રોકવા જેવા સંરચનાત્મક ઉપાયો અને પૂરની ભવિષ્યવાણી, ગંગા તથા બ્રહ્મપુત્રા નદીના નીચાણવાળા ભાગમાં પૂરના પ્રભાવને ઘટાડવાના બિનસંરચનાત્મક ઉપાયો અંગે પણ માહિતી આપી હતી.
ભારતનો એક મોટો વિસ્તાર પૂર અસરગ્રસ્ત ક્ષેત્રમાં આવે છે જેમાં ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓનો મોટો પટ સામેલ છે. આસામ, બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સૌથી વધુ પ્રભાવિત રાજ્યો છે. બેઠકમાં લેવાયેલા નિર્ણય પૂરના પ્રકોપથી આપણા પાક, સંપત્તિ, આજીવિકા અને મૂલ્યવાન જીવન વગેરે ગુમાવનારા લાખો લોકોની પીડા ઘટાડવામાં મહત્વપૂર્ણ પુરવાર થશે.

બેઠકમાં જળ શક્તિ મંત્રાલયના મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય અને ગૃહ, જળ સંસાધન અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવો, એનડીએમએના સદસ્ય સચિવ, ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ અને એનડીઆરએફના ડાયરેક્ટર , કેન્દ્રીય જળ આયોગના ચેરમેન અને સંબંધિત મંત્રાલય તથા એજન્સીઓના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/SD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964@gmail.com(Release ID: 1727375) Visitor Counter : 41