પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જાણીતા અર્થશાસ્ત્રી અને પર્યાવરણવિદ્ પ્રો. રાધામોહનના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ

Posted On: 11 JUN 2021 11:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા અર્થશાસ્ત્રી અને પર્યાવરણવિદ્ પ્રો. રાધામોહનજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “પ્રો. રાધામોહનજી કૃષિ અને ખાસ કરીને સાતત્યપૂર્ણ અને ઓર્ગેનિક પ્રથાઓને અપનાવવા માટે અત્યંત આતુર રહેતા. તેમણે ઈકોનોમી અને ઈકોલોજી સંબંધિત વિષયો પરના તેમના જ્ઞાનથી સન્માન પ્રાપ્ત કર્યુ હતું. તેના નિધનથી દુઃખી છું. તેમના પરિવારજનો અને પ્રશંસકોને સાંત્વના. ઓમ શાંતિ.”

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1726149) Visitor Counter : 252