સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતના ગત 24 કલાકમાં દૈનિક નવા કેસ 1.34 લાખ
સતત 7 દિવસોથી દૈનિક નવા કેસ 2 લાખથી ઓછા
17,13,413 એક્ટિવ કેસ સાથે, કેસલોડ સતત બે દિવસ માટે 20 લાખથી નીચે
સળંગ 21મા દિવસે પણ દૈનિક ધોરણે નવા કેસ કરતાં નવા સાજા થનારાનો આંકડો વધારે નોંધાયો
સાજા થવાનો દર વધીને 92.79% સુધી પહોંચ્યો
દૈનિક પોઝિટીવિટી દર 6.21% થયો જે સતત 10 દિવસથી 10%ની નીચે છે
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 22 કરોડ થી વધુ રસી આપવામાં આવી
Posted On:
03 JUN 2021 10:40AM by PIB Ahmedabad
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,34,154 દૈનિક નવા કેસ નોંધાયા છે. દેશમાં સતત 7 દિવસોથી દૈનિક ધોરણે નવા કેસ 2 લાખ કરતા ઓછા નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના સહિયારા પ્રયત્નોનું પરિણામ છે.
ભારતમાં સક્રિય કેસોના ભારણમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. સક્રિય કેસોનું ભારણ વધારે ઘટવાથી આજે કુલ સક્રિય કેસોનો આંકડો 17,13,413 થઇ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 80,232 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો થયો છે અને દેશમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસોની સંખ્યા 6.02% રહી છે.
દેશમાં સતત 20મા દિવસે પણ દૈનિક ધોરણે નવા નોંધાયેલા દર્દીઓ કરતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે જળવાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં 2,11,499 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
છેલ્લા 24 કલાક દરમિયાન એક દિવસમાં નવા નોંધાયેલા કેસોની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 77,345 વધારે નોંધાઇ છે.
મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,63,90,584 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 2,11,499 દર્દી સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 92.79% થયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 21,59,873 પરીક્ષણો કરવામાં આવ્યા છે અને આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણોની સંખ્યા 35.3 કરોડ (35,37,82,648) થઇ ગઇ છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 7.66% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર ઘટ્યો છે અને આજે 6.21% નોંધાયો છે. સળંગ 10 દિવસથી આ દર 10%થી નીચે જળવાઇ રહ્યો છે.
દેશભરમાં ચાલી રહેલા કોવિડ-19 રસીકરણ અભિયાનના ભાગરૂપે આજદિન સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીના કુલ 21.10 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલો અનુસાર દેશમાં કુલ 31,24,981 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 22,10,43,693 ડોઝ આપવામાં આવ્યા છે.
આમાં સામેલ છે:
HCWs
|
પ્રથમ ડોઝ
|
99,12,522
|
બીજો ડોઝ
|
68,15,468
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,58,49,178
|
બીજો ડોઝ
|
85,84,162
|
18 થી 44 વર્ષનું વયજૂથ
|
પ્રથમ ડોઝ
|
2,26,12,866
|
બીજો ડોઝ
|
59,283
|
45 થી 60 વર્ષનું વયજૂથ
|
પ્રથમ ડોઝ
|
6,78,84,028
|
બીજો ડોઝ
|
1,09,73,523
|
60 વર્ષથી વધારે ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
5,94,06,566
|
બીજો ડોઝ
|
1,89,46,097
|
Total
|
22,10,43,693
|
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1723971)
Visitor Counter : 264