મંત્રીમંડળ
ખનિજ સંસાધનોના ક્ષેત્રે સહકાર અંગે ભારત અને આર્જેન્ટિના ગણરાજ્ય વચ્ચે સમજૂતી પત્રને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી
प्रविष्टि तिथि:
02 JUN 2021 12:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત સરકારના ખાણ મંત્રાલય અને આર્જેન્ટિના ગણરાજ્યના પ્રોડક્ટિવ વિકાસ મંત્રાલયના ખાણ નીતિ સચિવાલય વચ્ચે સહી સિક્કા થવાના છે એ સમજૂતીપત્ર (એમઓયુ)ને મંજૂરી આપવામાં આવી છે.
આ એમઓયુ ખનિજ સંસાધનોના ક્ષેત્રે સહકાર માટે સંસ્થાકીય વ્યવસ્થા પૂરી પાડશે.
આ એમઓયુનો હેતુ ખનિજ સંશોધન અને વિકાસને પ્રોત્સાહન માટે સહકાર જેવી પ્રવૃત્તિઓને મજબૂત કરવાનો છે જેમાં લિથિયમના નિષ્કાસન, ખનન અને ધાતુ શોધક, હલકી ધાતુના ક્ષેત્રે સંયુક્ત સાહસ રચવાની શક્યતાઓ, પરસ્પર લાભ માટે મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનિજો, તકનિકી અને વૈજ્ઞાનિક માહિતીનું આદાનપ્રદાન અને વિચારો અને જ્ઞાનની આપ લે, તાલીમ અને ક્ષમતા નિર્માણ અને ખનિજ પ્રવૃત્તિઓના ક્ષેત્રે રોકાણ અને વિકાસને ઉત્તેજન આપવાનો સમાવેશ થાય છે. આ એમઓયુના હેતુઓ નવીનીકરણના હેતુને પાર પાડશે.
(रिलीज़ आईडी: 1723692)
आगंतुक पटल : 281
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam