સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતના દૈનિક નવા કેસ 1.32 લાખ


સતત 6 દિવસોથી દૈનિક નવા કેસ 2 લાખથી ઓછા

17,93,645 એક્ટિવ કેસ સાથે, કેસલોડ સતત બે દિવસ માટે 20 લાખથી નીચે

સળંગ 20મા દિવસે પણ દૈનિક ધોરણે નવા કેસ કરતાં નવા સાજા થનારાનો આંકડો વધારે નોંધાયો

સાજા થવાનો દર વધીને 92.48% સુધી પહોંચ્યો

દૈનિક પોઝિટીવિટી દર 6.57% થયો જે સતત 9 દિવસથી 10%ની નીચે છે

Posted On: 02 JUN 2021 11:28AM by PIB Ahmedabad

દેશમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં એકધારા ઘટાડા સાથે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે સૌથી ઓછા 1.32 લાખ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે 1,32 ,788 દર્દીઓ નવા નોંધાયા છે.

દેશમાં હવે સતત 6 દિવસથી દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યા 2 લાખથી નીચે જળવાઇ રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZP4Q.jpg

ભારતમાં સક્રિય કેસોના ભારણમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. સક્રિય કેસોનું ભારણ વધારે ઘટવાથી આજે કુલ સક્રિય કેસોનો આંકડો 17,93,645 થઇ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 1,01,875 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો થયો છે અને દેશમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસોની સંખ્યા 6.34% રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002WC1N.jpg

દેશમાં સતત 20મા દિવસે પણ દૈનિક ધોરણે નવા નોંધાયેલા દર્દીઓ કરતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે જળવાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં 2,31,456 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન એક દિવસમાં નવા નોંધાયેલા કેસોની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 98,668 વધારે નોંધાઇ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0036R8V.jpg

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,61,79,085 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 2,31,456 દર્દી સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 92.48% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0046YH4.jpg

છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,19,773 પરીક્ષણો કરવામાં આવ્યા છે અને આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણોની સંખ્યા 35 કરોડ (35,00,57,330) થઇ ગઇ છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 8.21% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર ઘટ્યો છે અને આજે 6.57% નોંધાયો છે. સળંગ 9 દિવસથી આ દર 10%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005DUPR.jpg

દેશભરમાં ચાલી રહેલા કોવિડ-19 રસીકરણ અભિયાનના ભાગરૂપે આજદિન સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીના કુલ 21.85 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલો અનુસાર દેશમાં કુલ 30,91,543 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 21,85,46,667 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

HCWs

પ્રથમ ડોઝ

98,99,574

બીજો ડોઝ

68,03,865

FLWs

પ્રથમ ડોઝ

1,57,63,082

બીજો ડોઝ

85,56,719

18 થી 44 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

2,13,73,965

બીજો ડોઝ

39,443

45 થી 60 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

6,72,19,095

બીજો ડોઝ

1,08,65,046

60 વર્ષથી વધારે ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

5,91,55,780

બીજો ડોઝ

1,88,70,098

કુલ

21,85,46,667

 

SD/GP



(Release ID: 1723629) Visitor Counter : 191