સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં સક્રિય કેસોનું ભારણ વધુ ઘટીને 24,95,591 થયું
2.08 લાખ નવા કેસ સાથે નવા સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે
છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 91,191 દર્દીનો ઘટાડો થયો
દેશમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલાનો આંકડો 2,43,50,816 કરતાં વધી ગયો, છેલ્લા 24 કલાક દરમિયાન લગભગ 3 લાખ દર્દીઓ સાજા થયા
સળંગ 13મા દિવસે દૈનિક ધોરણે સાજા થનારાનો આંકડો નવા દર્દીઓ કરતા વધારે જળવાઇ રહ્યો
સાજા થવાનો દર વધારે સુધરીને 89.66% થયો
અત્યાર સુધીમાં એક દિવસમાં સર્વાધિક 22.17 લાખ પરીક્ષણો કરવામાં આવ્યા
સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 11.45% છે
દૈનિક પોઝિટીવિટી દર હાલમાં 9.42% છે; સતત 2 દિવસથી 10% કરતાં ઓછો નોંધાય છે
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનમાં કુલ કવરેજનો આંકડો 20 કરોડના આધારચિહ્નને ઓળંગી ગયો
Posted On:
26 MAY 2021 11:05AM by PIB Ahmedabad
ભારતમાં સતત દસમા દિવસે દૈનિક ધોરણે નવા સંક્રમિત થયેલા કેસોનો આંકડો 3 લાખ કરતાં ઓછો નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 2,08,921 દર્દી નોંધાયા છે.
કુલ મળીને, ભારતમાં સક્રિય કેસોનું કુલ ભારણ ઘટીને 24,95,591 થયું છે. 10 મે 2021ના રોજ દેશમાં સક્રિય કેસો સર્વોચ્ચ સંખ્યા પર નોંધાયા પછી સતત તેમાં ઘટાડો થઇ રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 91,191 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી હવે સક્રિય કેસોની સંખ્યા 9.19% રહી છે.
ભારતમાં સતત 13મા દિવસે પણ દૈનિક ધોરણે સાજા થઇ રહેલા દર્દીની સંખ્યા નવા નોંધાયેલા દર્દીઓ કરતા વધારે રહી છે. છેલ્લા 24 કલાકમાં 2,95,955 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસોની સરખામણીએ 87,034 વધારે દર્દીઓ સાજા થયા છે.
ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો વધીને આજે 2,43,50,816 સુધી પહોંચ્યો છે જેમાં 2,95,955 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં જ સાજા થયા છે. રાષ્ટ્રીય સરેરાશ સાજા થવાનો દર વધીને 89.66% થઇ ગયો છે.
બીજી તરફ, દેશમાં છેલ્લા 24 કલાકમાં આજદિન સુધીમાં દૈનિક ધોરણે સર્વાધિક એટલે કે, 22,17,320 પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ સાથે, આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણોનો આંકડો 33,48,11,496 સુધી પહોંચી ગયો છે.
સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 11.45% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર ઘટ્યો છે અને આજે 9.42% નોંધાયો છે. સળંગ બે દિવસથી આ દર 10% કરતાં ઓછો નોંધાય છે.
ભારતે દેશવ્યાપી રસીકરણમાં નવી સીમાચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશવ્યાપી રસીકરણ અભિયાનના તબક્કા-3 અંતર્ગત આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના ડોઝનો આંકડો આજે 20 કરોડ કરતાં વધારે થઇ ગયો છે.
આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 28,70,378 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 20,06,62,456 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 97,96,058 HCWs એ પ્રથમ ડોઝ અને 67,29,213 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,51,71,950 FLWs એ પ્રથમ ડોઝ અને 83,84,001 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 1,29,57,009 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 6,20,88,772 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 1,00,30,729 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,71,35,804 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,83,68,920 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.
HCWs
|
પ્રથમ ડોઝ
|
97,96,058
|
બીજો ડોઝ
|
67,29,213
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,51,71,950
|
બીજો ડોઝ
|
83,84,001
|
18-44 વર્ષના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
1,29,57,009
|
45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના
|
પ્રથમ ડોઝ
|
6,20,88,772
|
બીજો ડોઝ
|
1,00,30,729
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
5,71,35,804
|
બીજો ડોઝ
|
1,83,68,920
|
કુલ
|
20,06,62,456
|
SD/GP/JD
(Release ID: 1721825)
Visitor Counter : 271