ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

સમગ્ર દેશમાં પીએમજીકેએવાયની કામગીરીની ઝડપ વધી


પીએમજીકેએવાય અંતર્ગત મે 2021 માટે 100 ટકા નિઃશુલ્ક અનાજનો પુરવઠો ઉઠાવશે

આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, લક્ષદ્વીપ, પુડુચેરી અને તેલંગાણાએ મે-જૂન, 2021 માટે સંપૂર્ણ ફાળવણી ઉઠાવી લીધી

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પીએમજીકેએવાય અંતર્ગત તમામ 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને નિઃશુલ્ક 48 એલએમટી અનાજનો પુરવઠો પૂરો પાડ્યો

મે, 2021 દરમિયાન એફસીઆઈએ કુલ 1062 એટલે કે દરરોજ સરેરાશ 44 રેકનું લોડિંગ કર્યું

એફસીઆઈ માર્ચ, 2020 પછી અત્યાર સુધી વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત કુલ 1062 એલએમટી અનાજ આપ્યું

Posted On: 25 MAY 2021 6:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય) અંતર્ગત લાભાર્થીઓને અનાજના મફત વિતરણની યોજનાથી હાલ ચાલુ કોવિડ મહામારીના સમયગાળા દરમિયાન લાભાર્થીઓને મોટી રાહત મળી છે.

એફસીઆઈએ 24મી મે, 2021 સુધી તમામ 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 48 એલએમટી અનાજનો પુરવઠો પૂરો પાડ્યો છે. 5 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, લક્ષદ્વીપ, પુડુચેરી અને તેલંગાણાએ મે-જૂન, 2021 માટે સંપૂર્ણ ફાળવણી ઉઠાવી છે. 26 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે આંદમાન અને નિકોબાર ટાપુઓ, અસમ, ચંદીગઢ, છત્તીસગઢ, દમણ, દીવ દાદરા અને નગર હવેલી, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, લડાખ, મધ્યપ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળએ મે, 2021 સુધી 100 ટકા ફાળવણી ઉઠાવી લીધી છે.

દેશમાં અનાજના પુરવઠાના સરળ પુરવઠાને સુનિશ્ચિત કરવા એફસીઆઈએ અગાઉથી લોજિસ્ટિકમાં આયોજન કર્યું છે. ફાળવવામાં આવેલા સ્ટોકને ઉઠાવવાને બદલે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પર્યાપત અનાજનો પુરવઠો હંમેશા જાળવી રાખવા માટે નિયમિતપણે ફરી ભરવામાં આવે છે. મે, 2021 દરમિયાન એફસીઆઈએ 1062 રેક એટલે કે દરરોજ સરેરાશ 44 રેક લોડ કર્યા છે. અત્યારે 295 એલએમટી ઘઉં અને 597 એલએમટી ચોખા (કુલ 892 એલએમટી) અનાજ કેન્દ્ર સરકારના ભંડોળમાં ઉપલબ્ધ છે.

કોવિડ રોગચાળાના સમયગાળા દરમિયાન 25મી માર્ચ, 2020 પછી અત્યાર સુધી એફસીઆઈએ વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત કુલ 1062 એલએમટી અનાજ ઇશ્યૂ કર્યા છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય) અંતર્ગત ગરીબો માટેની પહેલ સ્વરૂપે ભારત સરકાર બે મહિના (મે-જૂન 2021)થી બે મહિનાના ગાળા માટે એનએફએસએ અંતર્ગત આવરી લેવામાં આવેલા અંદાજે 79.39 કરોડ લાભાર્થીઓને દર મહિને વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજનું મુક્ત વિતરણ કરી રહી છે. નિયમિત એનએફએસએ ફાળવણી અને 79.39 એલએમટી અનાજ ઉપરાંત આ ફાળવણી કથિત યોજના અંતર્ગત ઇશ્યૂ થશે.

SD/GP/JD



(Release ID: 1721757) Visitor Counter : 234