ગૃહ મંત્રાલય
કોવિડ-19ની બીજી લહેરને ધ્યાનમાં લઈને ગૃહ મંત્રાલયે અંશતઃ નિર્બળ જૂથો માટે હયાત સુવિધાઓની સમીક્ષા કરવા રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશો માટે માર્ગરેખાઓ જાહેર કરી
Posted On:
21 MAY 2021 12:44PM by PIB Ahmedabad
સરકાર મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો અને અનુસૂચિત જાતિ / જનજાતિ સહિતના સમાજના અંશતઃ નિર્બળ વર્ગો સામેના ગુનાઓ અટકાવવાની સાથે સાથે તેની સામેની લડતને ઉચ્ચ અગ્રતા આપી રહી છે તથા માનવ તસ્કરી અટકાવવા તથા તેનો સામનો કરવા બાબતે સંસ્થાગત વ્યવસ્થા ગોઠવવાની કામગીરી કરી રહી છે.
કોવિડ-19 મહામારીની બીજી લહેરની અસરને અને ખાસ કરીને અંશતઃ નિર્બળ જૂથો ઉપર થતી અસરને ધ્યાનમાં લઈને ગૃહ મંત્રાલયે ફરી એક વાર રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોને અંશતઃ નિર્બળ વર્ગ અને ખાસ કરીને કોવિડ-19ને કારણે માતા-પિતા ગુમાવી બેઠેલાં અનાથ બનેલા બાળકો તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનો પુનરોચ્ચાર કર્યો છે. ગૃહ મંત્રાલયે રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોને જણાવ્યું છે કે અંશતઃ નિર્બળ લોકો માટેની અને ખાસ કરીને અનાથ બનેલાં બાળકો તથા સમયસર સહાય અને સહયોગ ઈચ્છતા વરિષ્ઠ નાગરિકો માટે જરૂરી સહાયની (તબીબીની સાથે સાથે સલામતી અને સુરક્ષાની ) તથા હયાત સુવિધાઓની તાત્કાલિક સમીક્ષા કરવી અને સરકારી સહાય અને સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન ઈચ્છતા વરિષ્ઠ નાગરિકો તથા અનુસૂચિત જાતિ / જનજાતિના સભ્યો માટેની હયાત સુવિધાઓની પણ તાત્કાલિક સમીક્ષા કરવી.
ગૃહ મંત્રાલયે રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોને પોલિસ વિભાગના કર્મચારીઓને સંવેદનશીલ બનાવવા, સંબંધિત લાઈન / એજન્સીઓને અસરકારક રીતે પોલિસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક અને જીલ્લાઓમાં માનવ તસ્કરી વિરોધી એકમોની રચના કરવા વિનંતિ કરી છે. આ પ્રવૃત્તિમાં સુવિધા માટે NCRBએ, પોલિસ આંતરરાજ્ય માહિતીનુ આદાન-પ્રદાન કરી શકે તે માટે ક્રાઈમ મલ્ટી સેન્ટર એજન્સી (Cri-MAC), ક્રાઈમ અને ક્રિમિનલ ટ્રેકીંગ નેટવર્ક અને સિસ્ટમ્સ (CCTNS)નો ઉપયોગ કરીને ખોવાયેલા અને મળી આવેલા લોકો માટે નેશનલ એલર્ટ સર્વિસ, પોલિસ કર્મચારીઓ CCTNS ને બદલે નેશનલ ઈમેજ રિપોઝીટરી સાથે ગુમ થયેલી વ્યક્તિઓ, નહી ઓળખાયેલ મૃત દેહો વગેરે માટે મશીન લર્નીંગ મોડેલનો ઉપયોગ કરતી ઓટોમેટેડ ફોટો મેચીંગ વેબ-બેઝડ એપ્લીકેશન UNIFY વગેરે જેવા કેટલાક ટુલ્સ રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશો માટે બહાર પાડયા છે. ગૃહ મંત્રાલયે રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોને વિનંતિ કરી છે કે ગુમ થયેલી વ્યક્તિઓની તપાસ માટે ઓનલાઈન ધોરણે ઉપલબ્ધ સેન્ટ્રલ સીટીઝન સર્વિસ અંગે બહેતર જાણકારી ઉભી કરે.
ગૃહ મંત્રાલયે તાજેતરમાં કોવિડ-19 દરમ્યાન ટ્રાન્સજેન્ડરની સલામતિ માટે જારી કરેલી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર્સ (SOPs) પણ ઉલ્લેખ કર્યો છે.
રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશો આ સુવિધાઓને નાગરિકોના લાભાર્થે ઉપયોગ કરી રહ્યાં છે.
SD/GP/JD
(Release ID: 1720602)
Visitor Counter : 284
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam