રસાયણ અને ખાતર મંત્રાલય

સરકાર દરેક કોવિડ-19 આવશ્યક દવાની સપ્લાઈ પર દેખરેખ રાખી રહી છે


તમામ કોવિડ-19 દવાઓ હવે ભારતમાં ઉપલબ્ધ

Posted On: 19 MAY 2021 1:44PM by PIB Ahmedabad

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે ખાતરી આપી હતી કે સરકાર દરેક કોવિડ-19 આવશ્યક દવાઓની સપ્લાઈ પર દેખરેખ રાખી રહી છે. તમામ દવાઓ કે જે કોવિડ-19 સંચાલન માટે ઉપયોગમાં લેવાય છે તે હવે ભારતમાં તેના પ્રોડક્શનમાં વધારો કર્યા પછી તેમજ આયાત વધાર્યા પછી ઉપલબ્ધ છે. આ દવાઓની ઉપલબ્ધતા પર ત્રણ સ્તરીય રણનીતિ-સપ્લાઈ ચેઈન મેનેજમેન્ટ, ડિમાન્ડ સાઈડ મેનેજમેન્ટ અને અફોર્ડેબિલિટી દ્વારા દેખરેખ રાખવામાં આવશે.

પ્રોટોકોલ અંતર્ગતની દવાઓઃ

  1. રેમડેસિવીર
  2. ઈનોક્સેપેરિન
  3. મિથાઈલપ્રેડ્નીસોલોન
  4. ડેક્સામેથાસોન
  5. ટોસિલિઝુમેબ
  6. આઈવરમેક્ટિન

પ્રોટોકોલ બહારની દવાઓઃ

  1. ફેવિપિરાવીર
  2. એમ્ફોટેરાઈસીન
  3. એપિક્સેમેબ

CDSCO અને NPPA પ્રોડક્શન વધારવા અને મે, 2021 માટે હાલના સ્ટોક, હાલની ક્ષમતા, પ્રોજેક્ટેડ પ્રોડક્શન અંગેનો ડેટા મેળવવા માટે ઉત્પાદકો સાથે સહયોગ સાધે છે.

  1. રેમડેસિવીરઃ
  • માત્ર 25 દિવસમાં રેમડેસિવીરનું ઉત્પાદન કરતા પ્લાન્ટ્સની સંખ્યા 20થી 60 સુધી વધારીને ઉપલબ્ધતા 3 ગણી વધારાઈ.
  • પ્રોડક્શન 10 લાખ વાયલ્સ (શીશી)/મહિના જેટલું એપ્રિલ, 2021માં હતું, જે મે-2021 સુધીમાં 10 ગણુ વધારીને 1 કરોડ/ મહિના જેટલું કરાયું.
  1. ટોસિલિઝુમેબ ઈન્જેક્શનઃ
  • સામાન્ય સમયમાં જેટલી આયાત થતી હતી તેના કરતાં 20 ગણી વધુ આયાત કરીને આની ઉપલબ્ધતા દેશમાં વધારાઈ.
  1. ડેક્સામેથાસોન 0.5 mg ટેબલેટ્સ
  • એક મહિનામાં જ ઉત્પાદન 6-8 ગણુ વધારાયું
  1. ડેક્સામેથાસોન ઈન્જેક્શન પ્રોડક્શન લગભગ 2 ગણુ વધ્યું.
  2. ઈનોક્સેપેરિન ઈન્જેક્શનનું ઉત્પાદન માત્ર એક મહિનામાં 4 ગણુ વધ્યું.
  3. મિથાઈલ પ્રેડ્નીસોલોન ઈન્જેક્શનઃ
  • એક મહિનાના ગાળામાં ઉત્પાદન લગભગ 3 ગણુ વધ્યું.
  1. આઈવરમેક્ટિન 12 mg ટેબલેટનું પ્રોડક્શન દેશમાં એક મહિનામાં જ એટલે કે એપ્રિલમાં 150 લાખથી મે, 2021 સુધીમાં 770 લાખ સુધી એટલે કે 5 ગણુ વધ્યું.
  2. ફેવિરપિરાવીરઃ
  • આ નોન-પ્રોટોકોલ દવા છે પણ તેનો ઉપયોગ વાયરસનું પ્રમાણ ઘટાડવા માટે થાય છે.
  • એક મહિનામાં ઉત્પાદન 4 ગણુ વધ્યું
  • એપ્રિલ, 2021માં 326.5 લાખ હતું, જેમાંથી મે-2021માં વધીને 1644 લાખ થયું.
  1. એમ્ફોટેરેસિન B ઈન્જેક્શનઃ
  • ઉત્પાદન એક મહિનામાં 3 ગણુ વધી ગયું.
  • 3.80 લાખ વાયલ્સનું ઉત્પાદન થઈ રહ્યું છે અને
  • 3 લાખ વાયલ્સ આયાત કરવામાં આવશે
  • કુલ 6.80 લાખ વાયલ્સ દેશભરમાં ઉપલબ્ધ થશે.

દવાની ફાળવણી માટે અહીં ક્લીક કરો.


(Release ID: 1719892) Visitor Counter : 356