સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

26 દિવસ પછી દૈનિક ધોરણે નવા કેસની સંખ્યા 3 લાખ કરતાં ઓછી નોંધાઇ


છેલ્લા 24 કલાકમાં 15.73 લાખથી વધારે પરીક્ષણો સાથે સાપ્તાહિક પોઝિટીવિટી દર ઘટીને 18.17% થયો

Posted On: 17 MAY 2021 12:08PM by PIB Ahmedabad

એક પ્રોત્સાહક પ્રગતિરૂપે, ભારતમાં દૈનિક ધોરણે કોવિડના નવા કેસની સંખ્યા 26 દિવસ પછી 3 લાખ કરતા ઓછી નોંધાઇ છે.

છેલ્લા 24 કલાકમાં નવા 2,81,386 કેસો પોઝિટીવ નોંધાયા છે.

નીચે આપેલા આલેખમાં 9 મે 2021થી દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સરેરાશ ઘટાડો નોંધાઇ રહ્યો હોવાનું જોવા મળે છે.

સાપ્તાહિક પોઝિટીવિટી દરમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે અને નીચે દર્શાવ્યા અનુસાર આજે આ આંકડો 18.17% નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં હાથ ધરવામાં આવેલા કુલ પરીક્ષણોની સંખ્યા 15,73,515 છે અને આજદિન સુધીમાં દેશમાં કરવામાં આવેલા કુલ પરીક્ષણોનો આંકડો 31,64,23,658 છે.

નીચે રાજ્ય અનુસાર ઊંચો પોઝિટીવિટી દર ધરાવતા હોય તેવા જિલ્લાઓની સ્થિતિ રજૂ કરવામાં આવી છે જેમાં કર્ણાટકમાં સૌથી વધારે જિલ્લામાં (27) 20%થી વધારે પોઝિટીવિટી દર જોવા મળી રહ્યો છે અને મધ્યપ્રદેશમાં 10%થી વધારે પોઝિટીવિટી દર ધરાવતા જિલ્લાની સંખ્યા સૌથી વધારે (38) છે.

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે વધીને 2,11,74,076 સુધી પહોંચી ગઇ છે. ભારતમાં રાષ્ટ્રીય સાજા થવાનો દર 84.81% છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 3,78,741 દર્દીઓ સાજા થયા છે.

આ ઉપરાંત, સળંગ છેલ્લા 4 દિવસથી દૈનિક ધોરણે કોવિડના નવા કેસોની સંખ્યા કરતાં નવા સાજા થનારા દર્દીઓનો આંકડો વધારે નોંધાયો છે અને છેલ્લા 7 દિવસમાં છ વખત દૈનિક ધોરણે સાજા થનારાની સંખ્યા વધુ રહી છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 71.35% કેસ દસ રાજ્યોમાંથી છે.

 

બીજી તરફ, ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ ઘટીને આજે 35,16,997 નોંધાયું છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ દર્દીઓમાં આ આંકડો હવે 14.09% રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં સક્રિય કેસોની સંખ્યામાં 1,01,461 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 75.04% દર્દીઓ 10 રાજ્યોમાં હોવાનું નોંધાયું છે.

 

દેશવ્યાપી કોવિડ રસીકરણ અભિયાનના તબક્કા-3 અંતર્ગત દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો આજે 18.30 કરોડની નજીક પહોંચી ગયો છે.

 

આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 26,68,895 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 18,29,26,460 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 96,45,695 HCWs એ પ્રથમ ડોઝ અને 66,43,661 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,44,44,096 FLWs એ પ્રથમ ડોઝ અને 81,96,053 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 52,64,073 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 5,72,78,554 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 91,07,311 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,45,15,352 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,78,01,891 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.

 

 

HCWs

પ્રથમ ડોઝ

96,45,695

બીજો ડોઝ

66,43,661

FLWs

પ્રથમ ડોઝ

1,44,44,096

બીજો ડોઝ

81,96,053

18-44 વર્ષના લાભાર્થી

પ્રથમ ડોઝ

52,64,073

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના

પ્રથમ ડોઝ

5,72,78,554

બીજો ડોઝ

91,07,311

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

5,45,15,352

બીજો ડોઝ

1,78,31,665

 

કુલ

18,29,26,460

 

દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કુલ ડોઝમાંથી 66.73% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

 

છેલ્લા 24 કલાકમાં 18 થી 44 વર્ષની વયજૂથના 4,35,138 લાભાર્થીએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને આ વયજૂથમાં સમગ્ર દેશમાં 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આપવામાં આવેલા કુલ ડોઝની સંખ્યા 52,64,073 થઇ ગઇ છે. નીચે આપેલા કોષ્ટકમાં 18 થી 44 વર્ષના વયજૂથના લાભાર્થીઓને આજદિન સુધીમાં આપવામાં આવેલા ડોઝની વિગતવાર માહિતી આપી છે.

 

અનુક્રમ નંબર

રાજ્ય

કુલ

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

1,181

2

આંધ્રપ્રદેશ

3,443

3

આસામ

2,29,233

4

બિહાર

7,36,144

5

ચંદીગઢ

2,078

6

છત્તીસગઢ

1,028

7

દાદરા અને નગર હવેલી

4,291

8

દમણ અને દીવ

4,703

9

દિલ્હી

6,39,929

10

ગોવા

7,929

11

ગુજરાત

5,12,290

12

હરિયાણા

4,55,205

13

હિમાચલ પ્રદેશ

14

14

જમ્મુ અને કાશ્મીર

31,204

15

ઝારખંડ

1,09,245

16

કર્ણાટક

1,14,539

17

કેરળ

2,398

18

લદાખ

570

19

મધ્યપ્રદેશ

1,81,735

20

મહારાષ્ટ્ર

6,52,119

21

મેઘાલય

5,712

22

નાગાલેન્ડ

4

23

ઓડિશા

1,40,558

24

પુડુચેરી

3

25

પંજાબ

6,959

26

રાજસ્થાન

8,16,241

27

સિક્કિમ

350

28

તમિલનાડુ

32,645

29

તેલંગાણા

500

30

ત્રિપુરા

2

31

ઉત્તરપ્રદેશ

4,15,179

32

ઉત્તરાખંડ

1,22,916

33

પશ્ચિમ બંગાળ

33,726

કુલ

52,64,073

 

દેશમાં છેલ્લા 24 કલાકમાં રસીના લગભઘ 7 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતના 121મા દિવસે (16 મે 2021ના રોજ) દેશભરમાં રસીના કુલ 6,91,211 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 6,068 સત્રોનું આયોજન કરીને 6,14,286 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 76,925 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

તારીખ: 16 મે, 2021 (દિવસ-121)

HCWs

પ્રથમ ડોઝ

3,270

બીજો ડોઝ

2,395

FLWs

પ્રથમ ડોઝ

18,168

બીજો ડોઝ

9,077

18 થી 44 વર્ષ

પ્રથમ ડોઝ

4,35,138

45 થી 60 વર્ષ

પ્રથમ ડોઝ

1,13,616

બીજો ડોઝ

37,979

60 વર્ષથી વધુ

પ્રથમ ડોઝ

44,094

બીજો ડોઝ

27,474

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

6,14,286

બીજો ડોઝ

76,925

 

નવા નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી 75.95% દર્દી દસ રાજ્યોમાંથી છે.

દૈનિક ધોરણે સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં એક દિવસમાં વધુ 34,389 દર્દી સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે તમિલનાડુમાં એક દિવસમાં વધુ 33,181 પોઝિટીવ કેસ નોંધાયા છે.

 

હાલમાં રાષ્ટ્રીય મૃત્યુદર 1.10% છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 4,106 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 75.38% દર્દી દસ રાજ્યોમાં મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ મૃત્યુ (974) નોંધાયા છે. તે પછીના ક્રમે, કર્ણાટકમાં એક દિવસમાં 403 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

આ ઉપરાંત, કોવિડ-19ના ડામવા માટે વિદેશમાંથી સહાયરૂપે પ્રાપ્ત થઇ રહેલી રાહત સામગ્રીને ઝડપથી મંજૂરી આપીને તાકીદના ધોરણે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવી રહી છે. આજદિન સુધીમાં કુલ મળીને, 11,058 ઓક્સિજન કોન્સન્ટ્રેટર; 13,496 ઓક્સિજન સિલિન્ડર; 19 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ; 7,365 વેન્ટિલેટર/Bi PAP અને રેમડેસિવીરની લગભગ 5.3 લાખ શીશીઓનો જથ્થો જમીન અને હવાઇમાર્ગે પહોંચાડવામાં આવ્યો છે/રવાના કરવામાં આવ્યો છે.



(Release ID: 1719278) Visitor Counter : 258