સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કેન્દ્ર સરકારે કોવિડ વ્યવસ્થાપન માટે વૈશ્વિક સહાયને તાકીદે મંજૂરી આપીને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોગ્ય વહેંચણી કરીને પહોંચાડી


ભારતમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 17.72 કરોડ કરતાં વધારે થયો

આજદિન સુધીમાં 18થી 44 વર્ષના વયજૂથમાં 34.8 લાખથી વધારે લાભાર્થીનું રસીકરણ થયું

Posted On: 13 MAY 2021 11:53AM by PIB Ahmedabad

ભારત સરકાર કોવિડ વ્યવસ્થાપન માટે વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થઇ રહેલી તબીબી સહાયને ઝડપથી મંજૂરી આપીને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં તૃતીય તબીબી સંભાળ મજબૂત બનાવવા માટે તેની યોગ્ય વહેંચણી કરીને પહોંચાડી રહી છે. આજદિન સુધીમાં 9,284 ઓક્સિજન કોન્સન્ટ્રેટર; 7,033 ઓક્સિજન સિલિન્ડર; 19 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ; 5,933 વેન્ટિલેટર/Bi PAP અને 3.44 લાખ કરતાં વધારે રેમડેસિવીરની શીશીઓનો જથ્થો જમીન અને હવાઇમાર્ગે પહોંચાડવામાં આવ્યો છે/રવાના કરવામાં આવ્યો છે.

બીજી તરફ, દેશભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનના તબક્કા-3નું વધારે વિસ્તરણ કરવામાં આવ્યું હોવાથી દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો આજે 17.72 કરોડ કરતાં વધારે થઇ ગયો છે.

આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 25,70,537 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 17,72,14,256 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 96,00,420 HCWs એ પ્રથમ ડોઝ અને 65,70,062 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,42,34,793 FLWs એ પ્રથમ ડોઝ અને 80,30,007 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 34,80,618 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 5,62,43,308 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 81,58,535 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,40,99,241 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,67,97,272 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.

HCWs

પ્રથમ ડોઝ

96,00,420

બીજો ડોઝ

65,70,062

FLWs

પ્રથમ ડોઝ

1,42,34,793

બીજો ડોઝ

80,30,007

18-44 વર્ષના લાભાર્થી

પ્રથમ ડોઝ

34,80,618

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના

પ્રથમ ડોઝ

5,62,43,308

બીજો ડોઝ

81,58,535

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

5,40,99,241

બીજો ડોઝ

1,67,97,272

 

કુલ

17,72,14,256

 

આજદિન સુધીમાં દેશમાં આપવામાં આવેલા કુલ ડોઝમાંથી 66.73% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001Q50O.jpg

છેલ્લા 24 કલાકમાં 18 થી 44 વર્ષની વયજૂથના 4,31,285 લાભાર્થીએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને આ વયજૂથમાં સમગ્ર દેશમાં 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આપવામાં આવેલા કુલ ડોઝની સંખ્યા 34,80,618 થઇ ગઇ છે. નીચે આપેલા કોષ્ટકમાં 18 થી 44 વર્ષના વયજૂથના લાભાર્થીઓને આજદિન સુધીમાં આપવામાં આવેલા ડોઝની વિગતવાર માહિતી આપી છે.

અનુક્રમ નંબર

રાજ્ય

કુલ

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

1,160

2

આંધ્રપ્રદેશ

1,211

3

આસામ

1,31,920

4

બિહાર

3,04,490

5

ચંદીગઢ

2

6

છત્તીસગઢ

1,028

7

દિલ્હી

4,71,908

8

ગોવા

1,464

9

ગુજરાત

3,87,579

10

હરિયાણા

3,56,291

11

હિમાચલ પ્રદેશ

14

12

જમ્મુ અને કાશ્મીર

30,163

13

ઝારખંડ

94

14

કર્ણાટક

74,996

15

કેરળ

771

16

લદાખ

86

17

મધ્યપ્રદેશ

91,938

18

મહારાષ્ટ્ર

6,27,241

19

મેઘાલય

6

20

નાગાલેન્ડ

4

21

ઓડિશા

85,905

22

પુડુચેરી

1

23

પંજાબ

5,482

24

રાજસ્થાન

5,53,265

25

તમિલનાડુ

22,833

26

તેલંગાણા

500

27

ત્રિપુરા

2

28

ઉત્તરપ્રદેશ

2,66,140

29

ઉત્તરાખંડ

50,996

30

પશ્ચિમ બંગાળ

13,128

કુલ

34,80,618

 

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં રસીના લગભગ 19 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.

કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતના 117મા દિવસે (12 મે 2021ના રોજ) દેશભરમાં રસીના કુલ 18,94,991 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 17,684 સત્રોનું આયોજન કરીને 9,98,409 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 8,96,582 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

તારીખ: 12 મે, 2021 (દિવસ-117)

HCWs

પ્રથમ ડોઝ

16,923

બીજો ડોઝ

29,778

FLWs

પ્રથમ ડોઝ

78,279

બીજો ડોઝ

74,617

18 થી 44 વર્ષ

પ્રથમ ડોઝ

4,31,285

45 થી 60 વર્ષ

પ્રથમ ડોઝ

3,40,178

બીજો ડોઝ

3,03,146

60 વર્ષથી વધુ

પ્રથમ ડોઝ

1,31,744

બીજો ડોઝ

4,89,041

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

9,98,409

બીજો ડોઝ

8,96,582

 

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1,97,34,823 નોંધાઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર હાલમાં 83.26% છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 3,52,181 દર્દી સાજા થયા છે.

નવા સાજા 72.90% દર્દીઓ 10 રાજ્યોમાંથી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002OT60.jpg

નીચે આપેલો આલેખ સાજા થનારા કેસોની દૈનિક સંખ્યામાં થતી વૃદ્ધિનો સાપ્તાહિક ચિતાર આપે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003RV4O.jpg

 

ભારતમાં સક્રિય કેસોની કુલ સંખ્યા આજે વધીને 37,10,525 થઇ છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા હવે 15.65% રહી છે.

છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 6,426 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 79.67% દર્દીઓ 12 રાજ્યોમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004NXZM.jpg

 

દેશમાં દૈનિક ધોરણે હાથ ધરવામાં આવતા પરીક્ષણો અને પોઝિટીવિટીના દરનું વલણ નીચેના આલેખમાં રજૂ કરવામાં આવ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005AAUW.jpg

નીચે આપેલો આલેખ રાજ્ય અનુસાર જ્યાં 10% અને 20% કરતાં કરતાં વધારે પોઝિટીવિટી દર હોય તેવા જિલ્લાઓની માહિતી આપે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006IYQ0.jpg

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 3,62,727 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલામાંથી 72.42% દર્દીઓ દસ રાજ્યોમાં છે.

મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 46,781 દર્દીઓ નોંધાયા છે. તે પછીના ક્રમે, કેરળમાં એક દિવસમાં 43,529 જ્યારે કર્ણાટકમાં નવા 39,998 કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007IKVA.jpg

હાલમાં રાષ્ટ્રીય મૃત્યુદર 1.09% છે.

24 કલાકમાં દેશમાં 4,120 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા કુલ મૃત્યુઆંકમાંથી 74.030% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ (816) નોંધાયા છે. તે પછીના ક્રમે કર્ણાટકમાં 516 દર્દી એક દિવસમાં મૃત્યુ પામ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008OYVS.jpg

SD/GP/JD(Release ID: 1718255) Visitor Counter : 207