સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત સરકારે કોવિડના વ્યવસ્થાપન માટે દુનિયાભરમાંથી પ્રાપ્ત થઇ રહેલી સહાયને ઝડપી મંજૂરી અને વહેંચણી કરીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તૃતીય તબીબી સંભાળ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી


9,284 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ; 7,033 ઓક્સિજન સિલિન્ડર; 19 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ; 5,933 વેન્ટિલેટર/Bi PAP; લગભગ 3.44 લાખ રેમડેસિવીર શીશીનો જથ્થો રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની ક્ષમતાઓ વધારવા માટે પહોંચાડવામાં આવ્યો/રવાના કરવામાં આવ્યો

Posted On: 12 MAY 2021 2:53PM by PIB Ahmedabad

 

ભારતમાં કોવિડ વ્યવસ્થાપન માટે ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે, સદભાવનાની લાગણી સાથે વૈશ્વિક સમુદાય 27 એપ્રિલ 2021ના રોજથી આંતરરાષ્ટ્રીય દાન અને સહાયના રૂપમાં કોવિડ-19 રાહત તબીબી પૂરવઠો અને ઉપકરણોનો જથ્થો સતત પહોંચાડી રહ્યો છે.

દેશમાં કોવિડના કેસોમાં થયેલી અભૂતપૂર્વ વૃદ્ધિ સામે લડવા માટે ભારતના પ્રયાસોમાં વધારો કરવા માટે વિવિધ દેશો/સંગઠનો પાસેથી પ્રાપ્ત થઇ રહેલી વૈશ્વિક સહાય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સુધી ઝડપથી પહોંચાડવા માટે ભારત સરકારના વિવિધ મંત્રાલયો/વિભાગો “સંપૂર્ણ સરકાર”ના અભિગમ હેઠળ એક સુવ્યવસ્થિત અને પદ્ધતિસરના વ્યવસ્થાતંત્ર દ્વારા વિના અવરોધે એકબીજા સાથે સહયોગથી કામ કરી રહ્યાં છે.

27 એપ્રિલ 2021થી 11 મે 2021 સુધીમાં કુલ મળીને, 9,284 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ; 7,033 ઓક્સિજન સિલિન્ડર; 19 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ; 5,933 વેન્ટિલેટર/Bi PAP; લગભગ 3.44 લાખ રેમડેસિવીર શીશીનો જથ્થો હવાઇ અને જમીન માર્ગે પહોંચાડવામાં આવ્યો/રવાના કરવામાં આવ્યો છે.

UK, ઇજિપ્ત, કુવૈત અને દક્ષિણ કોરિયા પાસેથી 11 મે 2021ના રોજ પ્રાપ્ત થયેલી મુખ્ય વસ્તુઓમાં સામેલ છે:

  • ઓક્સિજન કોન્સન્ટ્રેટર: 30+50=80
  • ઓક્સિજન સિલિન્ડર: 300+1290=1590
  • વેન્ટિલેટર/ BIPAP/ CPAP: 20

સહાય સામગ્રી પ્રાપ્ત કરતા તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં અસરકારક અને તાત્કાલિક ફાળવણી કરવાની અને સુવ્યસ્થિત રીતે ડિલિવરી કરવાની સમગ્ર પ્રક્રિયા પર વ્યાપક રીતે દેખરેખ રાખવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક સમર્પિત સેલ પણ ઉભો કરવામાં આવ્યો છે. વિદેશથી અનુદાન, સહાય અને દાન તરીકે પ્રાપ્ત થયેલી કોવિડ સંબંધિત રાહત સામગ્રીની પ્રાપ્તિ અને ફાળવણીનું યોગ્ય સંકલન થઇ શકે તે માટે 26 એપ્રિલ 2021થી એક સમર્પિત સંકલન સેલની રચના કરવામાં આવી છે. 2 મે 2021ના રોજ આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયા પણ તૈયાર કરીને તેનો અમલ કરવામાં આવ્યો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0016ET8.jpg

તસવીર 1- કુવૈતથી પ્રાપ્ત થયેલી તબીબી રાહત INS કોચીમાં ચડાવવામાં આવી છે જેમાં 60 મેટ્રિક ટન પ્રવાહી મેડિકલ ઓક્સિજનનો જથ્થો ભરેલી 3 ISO ટેન્ક, 800 ઓક્સિજન સિલિન્ડર અને 2 હાઇ ફ્લો ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે. વિવિધ રાજ્યોમાં વિતરણ માટે ગઇકાલે ન્યૂ મેંગલોર બંદર ખાતે આ જહાજને લંગારવામાં આવ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0028R69.jpg

તસવીર 2- કુવૈતથી પ્રાપ્ત થયેલી તબીબી રાહત INS તબરમાં ચડાવવામાં આવી છે જેમાં 40 મેટ્રિક ટન પ્રવાહી મેડિકલ ઓક્સિજનનો જથ્થો ભરેલી 2 ISO ટેન્ક અને 600 ઓક્સિજન સિલિન્ડર છે. વિવિધ રાજ્યોમાં વિતરણ માટે ગઇકાલે ન્યૂ મેંગલોર બંદર ખાતે આ જહાજને લંગારવામાં આવ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003PTG4.jpg

તસવીર 3- યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાથી આવેલી રેમડેસિવીરની 78,595 શીશીનો જથ્થો ગઇ રાત્રે મુંબઇ હવાઇમથકે આવ્યો હતો. આ શીશીઓનું વિવિધ રાજ્યોમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.

**********************

SD/GP/PC

 

 



(Release ID: 1717945) Visitor Counter : 244