વિદ્યુત મંત્રાલય
દેશમાં ઓક્સિજન પાવર પ્લાન્ટને 24 કલાક અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે વીજ મંત્રાયલે સક્રિય પગલા લીધા
Posted On:
12 MAY 2021 11:57AM by PIB Ahmedabad
સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીની પડી રહેલી માઠી અસરને ધ્યાનમાં રાખીને તથા હોસ્પિટલો તથા ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓમાં ઓકિસજનની વધતી જતી માગને ધ્યાનમાં રાખીને વીજ મંત્રાલયે સંખ્યાબંધ અગમચેતીના અને સુધારા માટેના પગલા હાથ ધર્યા છે જેમાં રાજ્યોમાં ઓક્સિજનના પાવર પ્લાન્ટમાં અવિરતપણે વીજ પુરવઠો મળી રહે તેની ખાતરી કરાવવામાં આવી છે. વીજ મંત્રાલય દેશભરમાં કુલ 73 મહત્વના ઓક્સિજન પ્લાન્ટે પૂરો પાડવામા આવતા વીજ પુરવઠા પર સતત દેખરેખ રાખી રહ્યું છે જેમાંથી 13 ઓક્સિજન પ્લાન્ટ એનસીઆર વિસ્તારને ઓક્સિજન પૂરો પાડે છે. આ માટે લેવાયેલા પગલા આ મુજબ છે.
(1) વીજ સચિવ દ્વારા દૈનિક સમીક્ષાઃ આ પ્રકારના દરેક પ્લાન્ટમાં વીજ પુરવઠાની પરિસ્થિતિ અંગે વીજ મંત્રાલયના સચિવ કક્ષાએ સતત નિરિક્ષણ થઈ રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના સંબંધિત ઉર્જા સચિવો, સીએમડી અને પીઓએસઓસીઓ પણ અંગત રીતે સમીક્ષા કરી રહ્યા છે. દૈનિક સમા દરમિયાન ઓક્સિજન પ્લાન્ટને 24 કલાક વીજ પુરવઠો મળી રહે તે નિશ્ચિત કરવા તથા તે સંબંધી તમામ મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરાઈ હતી અને પીઓએસઓસીઓ તથા કેન્દ્રિય વીજળી નિયમન આધારિત ચાલતા રાજ્યના ડીસ્કોમ માટેની યોજના સમયસર અમલી બને તેની ખાતરી કરાવાઈ હતી.
(2) કન્ટ્રોલ રૂમ 24 કલાક કાર્યરતઃ યોગ્ય પગલા માટેની રણનીતિના ભાગરૂપે એક 24 કલાક ઓક્સિજન પ્લાન્ટ કન્ટ્રોલ રૂમ (ઓપીસીઆર) અન ઇન્ટરનલ કન્ટ્રોલ ગ્રૂપ (આઇસીજી)ની પણ આરઇસી લિમિટેડ ખાતે રચના કરવામાં આવી જેઓ આ તમામ ઓક્સિજન પ્લાન્ટને 24X7 વીજ પુરવઠો મળી રહે તેની ખાતરી કરાવવા માટે નોડલ ઓફિસર સાથે સતત સંપર્કમાં રહેશે. તેઓ ડીસકોમ તરફથી કે પ્લાન્ટના ઇલેક્ટ્રીકલ તરફથી જો કોઈ અવરોધ આવે તો તેનો તાત્કાલિકપણે ઉકેલ આવે તેની ખાતરી કરાવશે.વીજ પુરવઠામાં જરાય ખામી આવે તો પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશન (પીઓએસઓસીઓ) દ્વારા રાજયની વિવિધ એજન્સીઓ (એસટીયુ અને ડીસકોમ), એસએલડીસી અને પાવરગ્રીડ સાથે સંયોજન સાધીને સમીક્ષા કરશે અને જરૂરી નિર્દેશન જારી કરશે.
(3) 24x7 વીજ પુરવઠો નિશ્ચિત કરવા માટે નિવારક પગલાઃ વીજ પુરવઠો અટકે નહી તે માટેના નિવારક પગલાના ભાગરૂપે પ્લાન્ટને પહોંચાડવામાં આવતી તમામ વીજળી લાઈનો અંગે વિવિધ રાજયોને માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જેમાં યોગ્ય રિડન્ડન્સ અને ઓક્સિજન પ્લાન્ટને પહોંચડાવામાં આવતી વીજળીના ફિડર સપ્લાયના આઇસોલેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાક સુધારાત્મક પગલા પણ સૂચવવામાં આવ્યા છે જેમાં બોરાટીવાલા (હિમાચલ પ્રદેશ) અને કેરળ મિનરલ એન્ડ મેટલ પ્લાન્ટ (કેરળ) ખાતે રિલેને ફરીથી સેટ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પક્ષીઓની કનડગત ઘટાડવા માટે સાલેકી (ઉત્તરાખંડ) ખાતેના ઓક્સિજન પ્લાન્ટમેં 132 KVના કેબલને ભૂગર્ભમાં ગોઠવવાના નિર્દેશનો પણ સમાવેશ થાય છે.
(4) સુધારાત્મક પગલાના અમલીકરણ અને વીજ પુરવઠાનું ટેકનિકલ ઓડીટઃ
* પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશન (POSOCO)ને ખાસ કરીને એનસીઆરને ઓક્સિજન પૂરો પાડનારા ઓક્સિજન પ્લાન્ટ સહિત તમામ ઓક્સિજન પ્લાન્ટને મળતા વીજ પુરવઠાનું ઓડીટ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઓડીટમાં વીજ પુરવઠાના પ્રકાર, વીજ પુરવઠાના સ્રોત, વૈકલ્પિક વ્યવસ્થાની ઉપલબ્ધતા, રિલેના સેટિંગ્સ વગેરેનો સમાવેશ થાય છે. આ ઓડીટના રિપોર્ટમાં વીજ પુરવઠો વધારવા માટેના ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના લેવાયેલા પગલા અંગેના સુચનોનો પણ સમાવેશ કરાશે. અત્યાર સુધીમાં દિલ્હી અને એનસીઆર રિજયનમાં ઓક્સિજન પૂરો પાડતાં 13 પ્લાન્ટના ઓડીટ હાથ ધરાયા છે.
*ટેકનિકલ ઓડીટ રિપોર્ટના આધારે વીજ મંત્રાલયે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, હરિયાણા, ઝારખંડ અને ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારોને અવિરત વીજ પુરવઠો પાડવા માટે વિવિધ રાજ્ય વિદ્યુત બોર્ડ માટે કેવા પગલા લેવાની જરૂર છે તે અંગે લખી જણાવ્યું છે. આ ઉપરાંત તમામ ડીવીસીને તેમના દાયરામાં આવતા ઓક્સિજન પ્લાન્ટને વીજ પુરવઠો પૂરો પાડતા સબ સ્ટેશનના મેન્ટેનન્સ અંગે પણ મંત્રાલયે પત્ર લખ્યો છે.
આ ઉપરાંત વધુ 20 પ્લાન્ટના ઓડીટ કરાયા છે અને ટેકનિકલ ઓડીટના પરિણામો તાકીદે પગલા લેવા માટે સંબંધિત રાજ્ય સરકારોને મોકલી આપવામાં આવ્યા છે. બાકી રહેલા તમામ પ્લાન્ટમાં આગામી સાત દિવસમાં ઓડીટ હાથ ધરાશે.
વીજ મંત્રાલય દ્વારા અહીં ઉલ્લેખ કરાયેલા સાવચેતીના પગલા તથા વિવિધ રાજ્ય સરકારે મંત્રાલય દ્વારા સૂચિત પગલા પર કરેલી પહેલ તથા રાજય સરકારે આપમેળે હાથ ધરેલા પગલાથી વીજ પુરવઠો ખોરવાઈ જવાની સંખ્યામાં માત્ર ઘટાડો જ થયો નથી પરંતુ સાથે સાથે આ પગલાથી ઓક્સિજન ઉત્પાદકોએ તેમના સંકુલમાં વિના અવરોધે વીજ પુરવઠાની પણ ખાતરી કરાવી છે. આ પ્રકારની રણનીતિથી ઓક્સિજન પ્લાન્ટને તેની પૂરે પૂરી ક્ષમતાથી અને કામના કલાકો બરબાદ કર્યા વિના ઓક્સિજનનું ઉત્પાદન કરવાની ખાતરી મળી છે.
**********************************
SD/GP/PC
(Release ID: 1717892)
Visitor Counter : 282
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam