સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત સરકારે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં રસીના 18 કરોડ કરતાં વધારે ડોઝ વિનામૂલ્યે પૂરા પાડ્યા


રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ માટે હજુ પણ 90 લાખ કરતાં વધારે ડોઝ ઉપલબ્ધ

આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 7 લાખ કરતાં વધારે ડોઝ પ્રાપ્ત થશે

Posted On: 11 MAY 2021 10:28AM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારીના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ભારત સરકારે તૈયાર કરેલી પાંચ મુદ્દાની વ્યૂહનીતિમાં રસીકરણ કવાયત એક અભિન્ન ઘટકની રચના કરે છે (અન્ય ચાર મુદ્દા ટેસ્ટ, ટ્રેસ, ટ્રેક અને કોવિડ માટે યોગ્ય આચરણનું પાલન છે). ભારત સરકાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડની રસી વિનામૂલ્યે પૂરી પાડીને દેશવ્યાપી રસીકરણ અભિયાનમાં તેમને પૂરતો સહકાર આપી રહી છે.

કોવિડ-19 રસીકરણની ઉદારીકૃત અને પ્રવેગિત તબક્કા-3ની વ્યૂહનીતિનો અમલ 1 મે 2021ના રોજથી શરૂ કરવામાં આવ્યો છે. આ નીતિમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દર મહિને કોઇપણ ઉત્પાદક માટે કેન્દ્રીય દવા લેબોરેટરી (CDL) દ્વારા મંજૂર કરવામાં આવેલા કુલ ડોઝમાંથી ફક્ત 50% ડોઝ ભારત સરકાર દ્વારા લેવામાં આવશે. ભારત સરકાર માસિક CDL દ્વારા મંજૂર કરવામાં આવેલા રસીના 50% ડોઝ પ્રાપ્ત કરવાની કામગીરી ચાલુ રાખશે અને અગાઉની જેમજ રાજ્ય સરકારોને આ ડોઝ સંપૂર્ણ વિનામૂલ્યે આપવાનું ચાલુ રાખશે.

ભારત સરકારે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં રસીના 18 કરોડ કરતાં વધારે (18,00,03,160) ડોઝ વિનામૂલ્યે પૂરા પાડ્યા છે. આમાંથી રસીના બગાડ સહિત 17,09,71,429 ડોઝનો વપરાશ થયો છે (આજે સવારે 8 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર).

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ કવાયતને આગળ વધારવા માટે કોવિડની રસીના 90 લાખ કરતાં વધારે ડોઝ (90,31,691) હજુ પણ ઉપલબ્ધ છે. નેગેટિવ બેલેન્સ સાથેના રાજ્યો વપરાશ (બગાડ સહિત)ની સરખામણીએ રસીના પૂરવઠાની સંખ્યા ઓછી બતાવી રહ્યાં છે કારણ કે તેમણે સશસ્ત્ર દળોને પૂરો પાડવામાં આવેલો રસીનો જથ્થો સાથે ગણ્યો નથી.

આ ઉપરાંત, આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 7 લાખ કરતાં વધારે (7,29,610) ડોઝ પ્રાપ્ત થઇ જશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00131Y0.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020NMQ.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0037Q95.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004997H.jpg

 

*********************************

SD/GP/PC



(Release ID: 1717584) Visitor Counter : 234