સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે ઓક્સિજનના 14 પ્લાન્ટ અને 3 લાખ કરતાં વધારે રેમડેસિવીરની શીશી સહિત વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલી સહાય સક્રિયતાપૂર્વક માન્યતા આપીને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સુધી પહોંચાડી
ભારતમાં રસીકરણ કવરેજનો કુલ આંકડો 17 કરોડની નજીક પહોંચ્યો
18 થી 44 વર્ષના વયજૂથમાં 17.8 લાખ કરતાં વધારા લાભાર્થીનું રસીકરણ કરવામાં આવ્યું
સતત સુધરતી સ્થિતિ સાથે, છેલ્લા 24 કલાકમાં 3.8 લાખથી વધારે દર્દીઓ સાજા થયા
Posted On:
09 MAY 2021 12:01PM by PIB Ahmedabad
ભારતમાં કોવિડ-19 મહામારીના બીજા તબક્કામાં કોવિડથી સંક્રમિત નવા પોઝિટીવ કેસોની સંખ્યામાં તીવ્ર ગતિએ નોંધાઇ રહેલી અભૂતપૂર્વ વૃદ્ધિ કારણે ભારતને સહકાર કરવા માટે વૈશ્વિક સમુદાયે મદદનો હાથ લંબાવ્યો છે. વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલી કોવિડ-19 સંબંધિત સહાય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અસરકારક રીતે અને તાકીદના ધોરણે ફાળવવામાં અને પહોંચાડવામાં આવે તે ભારત સરકારે સુનિશ્ચિત કર્યું છે જેથી કટોકટીના આ સમયમાં તેમના પ્રયાસોમાં પૂરક સહાય ઉપલબ્ધ કરાવી શકાય.
અત્યાર સુધીમાં, 6,608 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, 3,856 ઓક્સિજન સિલિન્ડર, 14 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, 4,330 વેન્ટિલેટર્સ/ Bi PAP/ C PAP અને ત્રણ લાખથી વધારે રેમડેસિવીરના વાયલ (શીશી)ની ડિલિવરી કરવામાં આવી છે/રવાના કરવામાં આવ્યા છે.
દેશમાં રસીકરણ કવાયતના તબક્કા-3નું વધારે વિસ્તરણ કરવામાં આવ્યું હોવાથી દેશમાં કોવિડ-19 રસીકરણ અંતર્ગત આજદિન સુધીમાં રસીના કુલ આપવામાં આવેલા ડોઝનો આંકડો 16.94 કરોડ કરતાં વધારે થઇ ગયો છે.
HCWs
|
પ્રથમ ડોઝ
|
95,41,654
|
બીજો ડોઝ
|
64,63,620
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,39,43,558
|
બીજો ડોઝ
|
77,32,072
|
18-44 વર્ષના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
17,84,869
|
45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
5,50,75,720
|
બીજો ડોઝ
|
64,09,465
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
5,36,34,743
|
બીજો ડોઝ
|
1,48,53,962
|
|
કુલ
|
16,94,39,663
|
આજદિન સુધીમાં દેશભરમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 66.78% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

આજે, 18 થી 44 વર્ષની વયજૂથના 2,94,912 લાભાર્થીએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને સમગ્ર દેશમાં 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આપવામાં આવેલા કુલ ડોઝની સંખ્યા 17,84,869 હતી. નીચે આપેલા કોષ્ટકમાં 18 થી 44 વર્ષના વયજૂથના લાભાર્થીઓને આજદિન સુધીમાં આપવામાં આવેલા ડોઝની વિગતવાર માહિતી આપી છે.
અનુક્રમ નંબર
|
રાજ્ય
|
કુલ
|
1
|
આંદામાન અને નિકોબારના ટાપુઓ
|
823
|
2
|
આંધ્રપ્રદેશ
|
519
|
3
|
આસામ
|
70,853
|
4
|
બિહાર
|
295
|
5
|
ચંદીગઢ
|
2
|
6
|
છત્તીસગઢ
|
1,026
|
7
|
દિલ્હી
|
3,01,483
|
8
|
ગોવા
|
1,126
|
9
|
ગુજરાત
|
2,70,225
|
10
|
હરિયાણા
|
2,30,831
|
11
|
હિમાચલ પ્રદેશ
|
14
|
12
|
જમ્મુ અને કાશ્મીર
|
28,650
|
13
|
ઝારખંડ
|
81
|
14
|
કર્ણાટક
|
10,368
|
15
|
કેરળ
|
209
|
16
|
લદાખ
|
86
|
17
|
મધ્યપ્રદેશ
|
29,320
|
18
|
મહારાષ્ટ્ર
|
3,84,904
|
19
|
મેઘાલય
|
2
|
20
|
નાગાલેન્ડ
|
2
|
21
|
ઓડિશા
|
41,929
|
22
|
પુડુચેરી
|
1
|
23
|
પંજાબ
|
3,529
|
24
|
રાજસ્થાન
|
2,71,964
|
25
|
તમિલનાડુ
|
12,904
|
26
|
તેલંગાણા
|
500
|
27
|
ત્રિપુરા
|
2
|
28
|
ઉત્તરપ્રદેશ
|
1,17,821
|
29
|
ઉત્તરાખંડ
|
19
|
30
|
પશ્ચિમ બંગાળ
|
5,381
|
કુલ
|
17,84,869
|
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં રસીના 20 લાખ કરતાં ડોઝ આપવામાં આવ્યા છે.
કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતના 113મા દિવસે (8 મે 2021ના રોજ) દેશભરમાં રસીના કુલ 20,23,532 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 16,722 સત્રોનું આયોજન કરીને 8,37,695 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 11,85,837 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 8 મે, 2021 (દિવસ-113)
HCWs
|
પ્રથમ ડોઝ
|
18,043
|
બીજો ડોઝ
|
32,260
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
75,052
|
બીજો ડોઝ
|
82,798
|
18 થી 44 વર્ષ
|
પ્રથમ ડોઝ
|
2,94,912
|
45 થી 60 વર્ષ
|
પ્રથમ ડોઝ
|
3,25,811
|
બીજો ડોઝ
|
5,23,299
|
60 વર્ષથી વધુ
|
પ્રથમ ડોઝ
|
1,23,877
|
બીજો ડોઝ
|
5,47,480
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
8,37,695
|
બીજો ડોઝ
|
11,85,837
|
ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,83,17,404 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 82.15% નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,86,444 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
નવા સાજા થનારા કુલ કેસોમાંથી 75.75% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે.

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં નવા 4,03,738 પોઝિટીવ કેસ નોંધાયા છે.
નવા નોંધાયેલામાંથી 71.75% કેસો દસ રાજ્યોમાં છે.
દેશમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં વધુ 56,578 દર્દી સંક્રમિત થયા છે. ત્યારબાદ, કર્ણાટકમાં એક દિવસમાં 47,563 જ્યારે કેરળમાં નવા 41,971 કેસ નોંધાયા છે.

દેશમાં આજદિન સુધીમાં કુલ 30.22 કરોડ કરતાં વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર 21.64% છે. વિગતવાર માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે.

ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યા આજે 37,36,648 સુધી પહોંચી છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 16.76% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 13,202 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.
ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી 82.94% દર્દીઓ માત્ર તેર રાજ્યોમાં છે.

રાષ્ટ્રીય મૃત્યુદર એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે અને જે હાલમાં 1.09% છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 4,092 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 74.93% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. દૈનિક ધોરણે સર્વાધિક મૃત્યુઆંક (864) મહારાષ્ટ્રમાં નોંધાયો છે જ્યારે કર્ણાટકમાં એક દિવસમાં 482 દર્દી મૃત્યુ પામ્યા છે.

20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુ સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ (176) કરતાં ઓછી છે.

16 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુ સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે.

ચાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને લક્ષદ્વીપ છે.
SD/GP/JD
(Release ID: 1717225)