આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

આઇડીબીઆઈ બેંકમાં વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ અને મેનેજમેન્ટ સત્તામાં ટ્રાન્સફરને મંત્રીમંડળની મંજૂરી

Posted On: 05 MAY 2021 4:02PM by PIB Ahmedabad

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળની આર્થિક બાબતો પરની મંત્રીમંડળ સમિતિએ આડીબીઆઈ બેંક લિમિટેડમાં મેનેજમેન્ટની સત્તામાં ટ્રાન્સફર સહિત વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.રિઝર્બ બેંક ઓફ ઇન્ડિયાસાથે મંત્રણા કર્યા બાદ ટ્રાન્સેક્શનના માળખાની રચના કરતી વખતે ભારત સરકાર અને એલઆઇસી દ્વારા કેટલી હદે શેરહોલ્ડિંગમાં રોકાણ થશે તે અંગે નિર્ણય લેવાશે.


હાલના તબક્કે ભારત સરકાર અને એલઆઈસી આઇડીબીઆઈ બેંકના ઇક્વિટીમાં 94 ટકા હિસ્સો ધરાવે છે જેમાં ભારત સરકારનો હિસ્સો 45.48 ટકા અને એલઆઈસીનો હિસ્સો 49.24  ટકાનો છે.

એલઆઈસી અત્યારે આઇડીબીઆઈ બેકમાં મૈનેજમેન્ટના અંકુશ સાથે પ્રમોટર છે જ્યારે ભારત સરકાર તેમાં કો-પ્રમોટર છે.


એલઆઈસીના બોર્ડે એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં એવી જાહેરાત થઈ હતી કે મેનેજમેન્ટ અંકુશ ત્યજી દેવાના આશય અને શેરની કિંમત, બજારની પરિસ્થિતિ અને પોલિસીધારકના હિતને ધ્યાનમાં રાખીન એલઆઇસી હવેથી આઇડીબીઆઈમાંનુ તેનું શેર હોલ્ડિંગ ઘટાડી દેશે. આમ તે સરકારની સાથે રહીને તેનો હિસ્સો અન્ય વ્યૂહાત્મક રોકાણમાં ફરેવી દેશે.


એલઆઇસી બોર્ડનો આ નિર્ણય બેંકોમાંથી તેમનું રોકાણ ઘટાડી દેવાના તેમના નિયમનધારકના આદેશ સાથે પણ સંબંધ ધરાવે છે.


એવી અપેક્ષા છે કે વ્યૂહાત્મક ખરીદાર આઈડીબીઆઈ બેંક લિમિટેડના વિકાસ, બિઝનેસની સંભાવના અને નવી ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને તેના નાણા રોકશે. અને ભારત સરકાર અથવા તો એલઆઈસી આધારિત ફંડ ઉપર આધાર રાખ્યા વિના વધુ સારો નફો રળી શકશેસરકારની ઇક્વિટીના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ થકી આવનારા સ્રોત પ્રજાના લાભાર્થે સરકારની વિવિધ ફાઇનાન્સિયલ ડેલપમેન્ટ યોજના પાછળ વપરાશે.

 



(Release ID: 1716289) Visitor Counter : 245