સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
સતત સુધારા તરફી આગેકૂચ સાથે છેલ્લા 24 કલાકમાં 3 લાખ કરતાં વધારે દર્દીઓ સાજા થયા
દેશભરમાં કોવિડના કુલ 29.16 કરોડ કરતાં વધારે પરીક્ષણો કરવામાં આવ્યા
Posted On:
03 MAY 2021 11:08AM by PIB Ahmedabad
દેશમાં કોવિડના કુલ પરીક્ષણોનો આંકડો આજે 29.16 કરોડથી વધારે થઇ કયો છે. આજદિન સુધીમાં કુલ 29,16,47,037 પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1,62,93,003 સુધી પહોંચી ગઇ છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 3,00,732 દર્દી સાજા થવા સાથે રાષ્ટ્રીય સાજા થવાનો દર 81.77% નોંધાયો છે.
નવા સાજા થયેલામાંથી 73.49% દર્દીઓ દસ રાજ્યોમાંથી સાજા થયા છે.
નીચે આપેલા આલેખમાં ભારતમાં સક્રિય કેસોની સંખ્યાનો ચિતાર આપ્યો છે અને હાલમાં દૈનિક પોઝિટીવિટી દર 21.19% પર છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 3,68,147 દર્દીઓ સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે.
નવા નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી 73.78% દર્દીઓ દસ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં નોંધાયા છે.
એક દિવસમાં સર્વાધિક 56,647 નવા કેસ સાથે મહારાષ્ટ્ર ટોચના ક્રમે છે. ત્યારબાદ, કર્ણાટકમાં દૈનિક ધોરણે નવા 37,733 કેસ જ્યારે કેરળમાં નવા 31,959 કેસ એક દિવસમાં નોંધાયા છે.
ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ હવે 34,13,642 છે. દેશમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ કેસોમાંથી સક્રિય કેસોની ટકાવારી હાલમાં 17.13% છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યામાં 63,998 દર્દીનો ચોખ્ખો વધારો નોંધાયો છે.
ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 81.46% કેસ બાર રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, કેરળ, રાજસ્થાન, ગુજરાત, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, બિહાર અને હરિયાણામાં છે.
રાષ્ટ્રીય મૃત્યુદરમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે અને હાલમાં તેની ટકાવારી 1.10% છે. આ દર સતત ઘટી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 3,417 દર્દીઓનાં મૃત્યુ નોંધાયા છે.
કુલ નવા નોંધાયેલા મૃત્યુમાંથી 74.54% દર્દીઓ દસ રાજ્યોમાં છે. એક દિવસમાં 669 દર્દીઓના મૃત્યુ સાથે મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સર્વાધિક મૃત્યુ નોંધાયા છે. તે પછીના ક્રમે, દિલ્હી (407) અને ઉત્તરપ્રદેશ (288) છે.
છેલ્લા 24 કલાકમાં ત્રણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, લક્ષદ્વીપ અને અરુણાચલ પ્રદેશ છે.
SD/GP/JD
(Release ID: 1715639)
Visitor Counter : 316
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam