સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રવ્યાપી રસીકરણના તબક્કા-3ના પ્રારંભ સાથે ભારતમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 15.68 કરોડથી વધારે થયો


રસીકરણ કવાયતના તબક્કા-3ના પ્રથમ દિવસે 18-44 વર્ષના વયજૂથના 86 હજારથી વધારે લાભાર્થીનું રસીકરણ કરવામાં આવ્યું

વૃદ્ધિની દિશામાં એકધારી આગેકૂચ સાથે છેલ્લા 24 કલાકમાં 3 લાખ કરતાં વધુ દર્દીઓ સાજા થયા

Posted On: 02 MAY 2021 10:29AM by PIB Ahmedabad

ભારત સરકારે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો સાથે મળીને “સંપૂર્ણ સરકાર”ના અભિગમ સાથે દેશમાં કોવિડ-19 મહામારીના નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે પાંચ મુદ્દાની વ્યૂહનીતિનો અમલ કર્યો છે. સરકારની પાંચ મુદ્દાની આ વ્યૂહનીતિમાં રસીકરણ એક અભિન્ન હિસ્સો છે જ્યારે બાકીના મુદ્દાઓમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને કોવિડ માટે યોગ્ય વર્તણુકના પાલનને સમાવી લેવામાં આવ્યા છે.

કોવિડ-19 રસીકરણ માટે ઉદારીકૃત અને પ્રવેગિત તબક્કા-3ની વ્યૂહનીતિનો દેશભરમાં ગઇકાલ (1 મે 2021)થી પ્રારંભ કરવામાં આવ્યો છે. નવા પાત્રતા ધરાવતા વયજૂથના લાભાર્થીઓ માટે નોંધણીની પ્રક્રિયા 28 એપ્રિલના રોજથી શરૂ કરી દેવામાં આવી છે.

રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવાયતના ત્રીજા તબક્કાનો પ્રારંભ ગઇકાલથી થઇ ગયો હોવાથી ભારતમાં કોવિડ-19 વિરોધી રસીકરણ અંતર્ગત આજદિન સુધીમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 15.68 કરોડથી આગળ નીકળી ગયો છે.

દેશના 11 રાજ્યોમાં શરૂ કરવામાં આવેલા 18-44 વર્ષ સુધીના વયજૂથના લાભાર્થીઓ માટે રસીકરણના પ્રથમ દિવસે 86,023 લાભાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ રાજ્યો છત્તીસગઢ (987), દિલ્હી (1,472), ગુજરાત (51,622), જમ્મુ અને કાશ્મીર (201), કર્ણાટક (649), મહારાષ્ટ્ર (12,525), ઓડિશા (97), પંજાબ (298), રાજસ્થાન (1853), તમિલનાડુ (527) અને ઉત્તરપ્રદેશ (15,792) છે.

આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 22,93,911 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 15,68,16,031 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 94,28,490 HCWs એ પ્રથમ ડોઝ અને 62,65,397 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,27,57,529 FLWs એ પ્રથમ ડોઝ અને 69,22,093 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 44 વર્ષના વયજૂથના 86,023 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 60 વર્ષથી વધુ ઉંમરના 5,26,18,135 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,14,49,310 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 5,32,80,976 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 40,08,078 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.

 

HCWs

FLWs

18-44 વર્ષના લાભાર્થી

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

94,28,490

62,65,397

1,27,57,529

69,22,093

86,023

5,32,80,976

40,08,078

5,26,18,135

1,14,49,310

15,68,16,031

 

દેશભરમાં આજદિન સુધીમાં અપાયેલા કુલ રસીના ડોઝમાંથી 67.00% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00105DT.jpg

 

છેલ્લા 24 કલાકમાં 18 લાખ કરતાં વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 106મા દિવસે (1 મે 2021ના રોજ) રસીના કુલ 18,26,219 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 15,968 સત્રોનું આયોજન કરીને 11,14,214 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 7,12,005 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

તારીખ: 1 મે, 2021 (દિવસ-106)

HCWs

FLWs

18-44 વર્ષ સુધીના લાભાર્થી

45 થી 60 વર્ષ સુધીના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

16,351

23,482

1,99,460

1,06,978

86,023

5,72,861

2,33,148

2,39,519

3,48,397

11,14,214

7,12,005

 

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1,59,92,271 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 81.77% નોંધાયો છે

છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,07,865 દર્દીઓ છેલ્લા સાજા થયા હોવાનું નોંધાયું છે.

નવા સાજા થનારા 75.59% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0028U3F.jpg

 

છેલ્લા 24 કલાકમાં 3,92,488 નવા પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે.

નવા પોઝિટીવ નોંધાયેલા કુલ દર્દીઓમાંથી 72.72% કેસ દસ રાજ્યોમાં એટલે કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં છે.

મહારાષ્ટ્રમાં સમગ્ર દેશમાં એક દિવસમાં સર્વાધિક 63,282 નવા કેસ નોંધાયા છે. ત્યારપછીના ક્રમે, કર્ણાટકમાં એક દિવસમાં વધુ 40,990 કેસ જ્યારે કેરળમાં 35,636 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003RBSM.jpg

ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ વધીને 33,49,644 સુધી પહોંચી ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 17.13% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 80,934 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.

ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી 81.22% દર્દીઓ દસ રાજ્યોમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004LVU5.jpg

 

આજદિન સુધીમાં દેશમાં 29 કરોડ કરતાં વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે અને એકંદરે પોઝિટીવિટી દર વધીને 6.74% સુધી પહોંચ્યો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005UWTV.jpg

 

રાષ્ટ્રીય મૃત્યુદરમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે જે હાલમાં 1.10% છે.

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 3,689 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 76.01% દર્દીઓ દસ રાજ્યોમાંથી હતા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ (802) નોંધાયા છે. તે પછીના ક્રમે, દિલ્હીમાં 412 દર્દીના મૃત્યુ દૈનિક ધોરણે નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006SLN1.jpg

 

ચાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, લક્ષદ્વીપ, અરુણાચલ પ્રદેશ તેમજ મિઝોરમ છે.

SD/GP/JD

 



(Release ID: 1715480) Visitor Counter : 249