સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં રસીકરણના કુલ કવરેજનો આંકડો 14.78 કરોડથી વધારે નોંધાયો


છેલ્લા 24 કલાકમાં 25 લાખ કરતાં વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા

છેલ્લા 24 કલાકમાં 2.60 લાખથી વધારે દર્દીઓ સાજા થયા

પાંચ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી

Posted On: 28 APR 2021 11:17AM by PIB Ahmedabad

 

ભારતમાં ચાલી રહેલી રસીકરણ કવાયત અંતર્ગત આજદિન સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના આપવામાં આવેલા કુલ ડોઝનો આંકડો આજે 14.78 કરોડથી વધારે થઇ ગયો છે.

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 21,18,435 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 14,78,27,367 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. પ્રથમ ડોઝ લેનારા 93,47,775 HCWs અને બીજો ડોઝ લેનારા 61,06,237 HCWs આમાં સામેલ છે. આ ઉપરાંત, પ્રથમ ડોઝ લેનારા 1,22,21,975 FLWs અને બીજો ડોઝ લેનારા 65,26,378 FLWs છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 5,10,85,677 તેમજ બીજો ડોઝ લેનારા 93,37,292 અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 5,02,74,581 અને બીજો ડોઝ લેનારા 29,27,452 લાભાર્થીઓ સામેલ છે.

 

HCWs

FLWs

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

93,47,775

61,06,237

1,22,21,975

65,26,378

5,02,74,581

29,27,452

5,10,85,677

93,37,292

14,78,27,367

 

દેશભરમાં આજદિન સુધીમાં અપાયેલા રસીના કુલ ડોઝમાંથી 67.26% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0013C2T.jpg

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં રસીના 25 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 102મા દિવસે (27 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 25,56,182 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 22,989 સત્રોનું આયોજન કરીને 15,69,000 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 9,87,182 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

તારીખ: 27 એપ્રિલ, 2021 (દિવસ-102)

HCWs

FLWs

45 થી <60 વર્ષની ઉંમરના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

23,006

45,519

1,11,717

1,00,386

9,26,343

2,35,076

5,07,934

6,06,201

15,69,000

9,87,182

 

 

ભારતમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1,48,17,371 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 82.33% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 2,61,162 દર્દીઓ સાજા થયા છે.

નવા સાજા થયેલામાંથી 79.01% દર્દીઓ દસ રાજ્યોમાં નોંધાયા છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002FHPO.jpg

 

 

છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 3,60,960 નોંધાઇ છે.

દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલામાંથી 73.59% દર્દીઓ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાન આ દસ રાજ્યોમાંથી છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધારે નવા દર્દીઓ નોંધાયા છે જ્યાં વધુ 66,358 લોકો સંક્રમિત થયા છે. ત્યારપછીના ક્રમે, ઉત્તરપ્રદેશમાં એક દિવસમાં નવા 32,921 જ્યારે કેરળમાં 32,819 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003N6OM.jpg

 

ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ વધીને 29,78,709 સુધી પહોંચી ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 16.55% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 96,505 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.

ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 71.91% દર્દીઓ નવ રાજ્યોમાં છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004ZGK7.jpg

 

રાષ્ટ્રીય મૃત્યુ દર સતત ઘટી રહ્યો છે જે હાલમાં 1.12% છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,293 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

દૈનિક ધોરણે નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 78.53% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં મહત્તમ મૃત્યુઆંક (895) નોંધાયો છે. તે પછીના ક્રમે, દિલ્હીમાં એક દિવસમાં વધુ 381 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005GNZA.jpg

 

પાંચ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, લક્ષદ્વીપ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ તેમજ આંદામાન અને નિકોબારના ટાપુઓ છે.

                                                                        ******************

SD/GP/JD/PC

 



(Release ID: 1714545) Visitor Counter : 187