રેલવે મંત્રાલય
ઓક્સિજન એક્સપ્રેસ આવતીકાલ સવાર સુધીમાં કુલ 450 MT ઓક્સિજનની ડિલિવરી કરશે
ઓક્સિજન એક્સપ્રેસ અત્યારે દિલ્હી અને ઉત્તરપ્રદેશ તરફ આગળ વધી રહી છે
એક ટ્રેન આજે રાતે વધારે ઓક્સિજન લઈ જવા લખનૌથી બોકારો રવાના થાય એવી અપેક્ષા
Posted On:
26 APR 2021 5:35PM by PIB Ahmedabad
હજુ થોડા દિવસ અગાઉ વિઝાગથી મુંબઈ રિજન માટે ખાલી ટેંકર્સની પ્રથમ ટ્રેન રવાના થયા પછી અત્યાર સુધી ભારતીય રેલવેએ ભારતનાં વિવિધ રાજ્યોમાં 302 MT ઓક્સિજનના પુરવઠાનું સલામત અને સુરક્ષિત રીતે પરિવહન કર્યું છે. વધુ 154 MT લિક્વિડ મેડિકલ ઓક્સિજન એના મુકામ તરફ અગ્રેસર છે. રેલવેએ ઓક્સિજનનો પુરવઠો મેળવવા ઇચ્છતાં રાજ્યોને પ્રાણવાયુ ઓક્સિજનની અવરજવરના પડકારને સફળતાપૂર્વક ઝીલ્યો છે અને એનું ઝડપથી પરિવહન કરે છે.
4 ટેંકર લઈને એક ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન આવતીકાલે સવારે રાયગઢ (છત્તિસગઢ)થી દિલ્હી પહોંચશે એવી અપેક્ષા છે.
મહારાષ્ટ્રના રહેવાસીઓ માટે 44 MT (3 ટેંકરમાં) લઈ જતી એક ટ્રેન આજે હાપા (રાજકોટ, ગુજરાત)થી કાલામ્બોલી (મુંબઈ નજીક) પહોંચી ગઈ છે.
અત્યારે વધુ એક ઓક્સિજન એક્સપ્રેસ બોકારા (ઝારખંડ)થી લખનૌ (ઉત્તરપ્રદેશ) માટે રવાના થઈ ગઈ છે, જેમાં 90 MT એલએમઓ (5 ટેંકરમાં) છે તથા આવતીકાલે વહેલી સવારે લખનૌ પહોંચી જશે એવી અપેક્ષા છે.
અન્ય એક ખાલી રેક લખનૌથી બોકારો નીકળશે, જે ઓક્સિજનના એક વધુ ટેંકરનો સેટ લાવશે.
રેલવે રાજ્ય સરકારો પાસેથી પ્રાપ્ત તમામ વિનંતી પર પ્રતિસાદ આપ્યો છે અને ઓક્સિજનની વધારાની ટ્રેનની જરૂરિયાતો માટે સંબંધિત સત્તામંડળો સાથે સતત સંપર્કમાં છે.
SD/GP/JD
(Release ID: 1714199)
Visitor Counter : 187