સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં વિશ્વની સૌથી મોટી રસીકરણ કવાયતના 100 દિવસે કુલ રસીકરણ કવરેજનો આંકડો 14.19 કરોડથી આગળ નીકળી ગયો
છેલ્લા 24 કલાકમાં 2.19 લાખથી વધુ દર્દી સાજા થયા
પાંચ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ મૃત્યુ નહીં
Posted On:
26 APR 2021 10:42AM by PIB Ahmedabad
ભારતમાં હાથ ધરવામાં આવેલી વિશ્વની સૌથી મોટી રસીકરણ કવાયતે ગઇકાલે 100 દિવસ પૂરાં કર્યાં છે. આ કવાયત અંતર્ગત આજદિન સુધીમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 14.19 કરોડ કરતાં વધાઇ થઇ ગયો છે.
આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 20,44,954 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 14,19,11,223 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં, 92,98,092 HCWsએ પ્રથમ ડોઝ લીધો છે જ્યારે 60,08,236 HCWsએ બીજો ડોઝ લીધો છે. આ સિવાય, 1,19,87,192 FLWs (પ્રથમ ડોઝ), 63,10,273 FLWs (બીજો ડોઝ), તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 4,98,72,209, બીજો ડોઝ લેનારા 79,23,295 અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 4,81,08,293 અને બીજો ડોઝ લેનારા 24,03,633 લાભાર્થીઓ પણ તેમાં સામેલ છે.
HCWs
|
FLWs
|
45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
92,98,092
|
60,08,236
|
1,19,87,192
|
63,10,273
|
4,81,08,293
|
24,03,633
|
4,98,72,209
|
79,23,295
|
14,19,11,223
|
દેશભરમાં આજદિન સુધીમાં અપાયેલા રસીના કુલ ડોઝમાંથી 58.78% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં રસીકરણ માટે લગભગ 10 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 100મા દિવસે (25 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 9,95,288 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 11,984 સત્રોનું આયોજન કરીને 6,85,944 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 3,09,344 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 25 એપ્રિલ, 2021 (દિવસ-100)
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષની ઉંમરના લાભાર્થી
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
7,602
|
12,602
|
36,946
|
19,782
|
4,24,503
|
73,395
|
2,16,893
|
2,03,565
|
6,85,944
|
3,09,344
|
ભારતમાં આજદિન સુધીમાં સાજા થયેલા કુલ દર્દીઓનો આંકડો વધીને આજે 1,43,04,382 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 82.62% નોંધાયો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 2,19,272 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે.
નવા સાજા થનારા દર્દીઓમાંથી 78.98% દર્દીઓ દસ રાજ્યોમાં છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,52,991 દર્દીઓ નવા પોઝિટીવ નોંધાયા છે.
નવા સંક્રમતિ થયેલા દર્દીઓમાંથી 74.5% કેસ દસ રાજ્યોમાં એટલે કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ. દિલ્હી, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયા છે.
દેશમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં નોંધાઇ છે જ્યાં વધુ 66,191 દર્દી સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે ઉત્તરપ્રદેશમાં 35,311 જ્યારે કર્ણાટકમાં 34,804 નવા દર્દી પોઝિટીવ નોંધાયા છે.
નીચે દર્શાવેલા આલેખ અનુસાર બાર રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોમાં સતત વૃદ્ધિ થઇ રહી છે.
ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ વધીને 28,13,658 સુધી પહોંચી ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 16.25% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 1,30,907 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.
ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી 69.67% દર્દીઓ આઠ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, તમિલનાડુ, ગુજરાત અને કેરળમાં છે.
રાષ્ટ્રીય મૃત્યુદરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે જે હાલમાં ઘટીને 1.13% થઇ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં 2,812 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 79.66% દર્દીઓ દસ રાજ્યોમાંથી હતાં. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધારે મૃત્યુઆંક (832) નોંધાયો છે. ત્યારપછીના ક્રમે, દિલ્હીમાં એક દિવસમાં વધુ 350 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં પાંચ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, લક્ષદ્વીપ, મિઝોરમ અને આંદામાન અને નિકોબારના ટાપુઓ છે.
*****************
SD/GP/JD/PC
(Release ID: 1714063)
Visitor Counter : 265
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam